આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe In Gujarati)

શિયાળા માં લીલી મેથી ભરપૂર પ્રમાણ માં મળે છે. મેથી માંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ તો આપણે બનાવતા હોઈએ છે. શાકમાં આલુ અને મેથીનું મિશ્રણ મોઢામાં પાણી આવી જાય તેવું મિશ્રણ છે જેમાં બટાકા અને મેથીનાં અલગ અલગ સ્વાદ એકબીજા સાથે મળીને શાકને સ્વાદિષ્ટ તો બનાવે જ છે સાથે સાથે મસાલાથી તેમાં વધારે સ્વાદ આવે છે. આ આલુ મેથીની સરળ રેસીપીમાં બટાકા અને તાજી મેથીને ભારતીય મસાલા સાથે મિક્ષ કરીને આલુ મેથીનું સૂકું શાક બનાવવામાં આવ્યું છે. આ આલુ મેથી ની સબ્જી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે.
આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe In Gujarati)
શિયાળા માં લીલી મેથી ભરપૂર પ્રમાણ માં મળે છે. મેથી માંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ તો આપણે બનાવતા હોઈએ છે. શાકમાં આલુ અને મેથીનું મિશ્રણ મોઢામાં પાણી આવી જાય તેવું મિશ્રણ છે જેમાં બટાકા અને મેથીનાં અલગ અલગ સ્વાદ એકબીજા સાથે મળીને શાકને સ્વાદિષ્ટ તો બનાવે જ છે સાથે સાથે મસાલાથી તેમાં વધારે સ્વાદ આવે છે. આ આલુ મેથીની સરળ રેસીપીમાં બટાકા અને તાજી મેથીને ભારતીય મસાલા સાથે મિક્ષ કરીને આલુ મેથીનું સૂકું શાક બનાવવામાં આવ્યું છે. આ આલુ મેથી ની સબ્જી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું ઉમેરી કકડાવી તેમાં હિંગ, સૂકું લાલ મરચું ના ટુકડા અને જીણું સમારેલું લસણ ઉમેરી સાંતળી લો.
- 2
હવે આમાં જીની સમારેલી ડુંગળી ઉમેરી ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી ફ્રાય કરી લો. ત્યાર બાદ આમાં મોટા સમારેલા બટાકા ના ટુકડા ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકીને વચ્ચે વચ્ચે ચમચાથી હલાવતાં જઈ 80% કૂક કરી લો. હવે આમાં હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે આમાં જીની સમારેલી ફ્રેશ મેથી ની ભાજી ઉમેરી બરાબર મિક્સ કરી લો. અને આ સબ્જી ને ખુલ્લા માં જ થોડી વાર માટે કૂક કરી લો. હવે આમાં રેડ ચીલી ફ્લેક્સ અને ગરમ મસાલો ઉમેરી 1 મિનિટ માટે કૂક કરી ગેસ ની આંચ બંધ કરી લો.
- 4
હવે આપણી આલુ મેથી ની સબ્જી રેડી છે. આ સબ્જી ને ગરમા ગરમ સર્વ કરો.
- 5
- 6
Similar Recipes
-
આલુ પાલક (Aloo Palak Recipe in Gujarati)
#FFC2#week2#Punjabi_style#cookpadgujarati આલુ પાલક, એક સ્વાદિષ્ટ ક્લાસિક ભારતીય શાક છે જે બનાવવામાં એકદમ સહેલું છે. આ રેસીપીમાં પાલક અને ડુંગળીને કડાઈમાં સાંતળીને પહેલાં તેની પ્યુરી બનવાત્ત કરો આવી છે અને પછી તેમાં બાફેલાં બટાકાનાં ટૂકડાંઓને પકાવવામાં આવ્યા છે. આલુ પાલકનાં ગ્રેવી વાળશાકની આ ફોટો રેસીપીનું સ્ટેપ-બાય-સ્ટેપ પાલન કરીને તેને ઘરે બનાવો. Daxa Parmar -
આલુ ગોભી ડ્રાય સબ્જી (Aloo Gobhi Dry Sabji Recipe In Gujarati)
#WLD#MBR5#Week5#Punjabi_Style#Cookpadgujarati પંજાબી આલુ ગોભી એ ડ્રાય ઇન્ડીયન સબ્જી છે જે પંજાબની છે, પરંતુ ભારતના ઘણા ભાગોમાં આ સબ્જી વ્યાપકપણે ખાવામાં આવે છે. આલૂ ગોભી એક ઝડપી અને સરળ રેસીપી છે. આલૂ ગોભી કી સબઝી બનાવવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે અને તેને દરેક ભારતીય ઘરમાં ઉપલબ્ધ ઘટકોનો ઉપયોગ કરીને બનાવી છે. આલુ ગોભી રોટલી, પરાઠા અને નાન જેવી ભારતીય બ્રેડ સાથે સારી રીતે જાય છે. કારણ કે તે ડ્રાય સબ્જી છે, તમે તેને તમારા બાળકોના ટિફિન માટે પણ પેક કરી શકો છો કારણ કે તે બનાવવામાં સરળ અને ઝડપી છે. Daxa Parmar -
આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe in Gujarati)
શિયાળા માં મેથી ભરપૂર પ્રમાણ માં મળે છે. મેથી માંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ તો આપણે બનાવતા હોઈએ છે. આલુ મેથી ની સબ્જી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે.#BR Disha Prashant Chavda -
ટીંડોળા બટાકા નું શાક (Tindora Aloo Sabji Recipe In Gujarati)
#SSM#Summer_Special#Cookpadgujarati આજ કાલ બજારમાં ટિંડોળા સારા મળતા હોય છે ને બજારમાં બીજા શાકભાજી ઓછા મળતા હોય છે તો નાના મોટા બધાને ભાવે એવું ઘરે સિમ્પલ ઘરના રેગ્યુલર મસાલાથી તૈયાર થતું આ ટીંડોળા બટાકા નું શાક ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. આ શાક ને અલગ અલગ પ્રાંત માં અલગ અલગ ભાષા માં જેમ કે કુંદરુ આલુ સબ્જી, કોવક્કાઈ, ડોન્ડાકાયા, ટેન્ડલી અને ટોંડી પણ બોલવામાં આવે છે. આ શાક ને ગરમાગરમ રોટલી અને દાળ ભાત સાથે સર્વ કરવામાં આવે છે. આ શાક બાળકો ને સ્કૂલ માટે લંચ બોક્ષ માં ભરીને પણ આપી શકાય છે. Daxa Parmar -
જીરા આલુ (Jeera Aloo Recipe in Gujarati)
#RB4#week4#EB22#cookpadgujarati જીરા આલૂ બટેકાનું એક સ્વાદિષ્ટ સૂકું શાક છે જે ઉતર ભારતીય વ્યંજનમાંથી એક છે. તે બનાવવામાં બહુ જ સરળ છે અને જો પહેલાથી બટાકા બાફીને રાખ્યા હોય તો પછી આ શાક 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. એટલું જ નહીં તેને બધા પ્રકારની ભારતીય રોટી જેમ કે ચપાટી બધી પ્રકારના પરોઠા, તંદૂરી રોટી, નાન, કુલ્ચા, વગેરેની સાથે પીરસી શકાય છે. Daxa Parmar -
આલુ મેેથી કી સબ્જી (Aloo Methi Sabji Recipe In Gujarati)
આ પંજાબી શાક બધાનું ફેવરેટ અને રોજીદાં રસોઇ માં બનાવાય છે. આ શાક બહુજ ફટાફટ બની જાય અને ઘર માં જ મળતાં મસાલા થી બનાવાય છે. બટકા ની નરમાશ અને મેથી ની ભાજી ની આછી આછી કડવાશ , આ શાક ને બહુજ સ્વાદિષ્ટ બનાવે છે. Bina Samir Telivala -
મેથી આલુ (Methi Aloo Recipe In Gujarati)
#BR#MBR5#week5#cookpad_gujarati#cookpadindiaમેથી આલુ કે આલુ મેથી એ શિયાળા નું ખાસ શાક છે જે ઉત્તર ભારત માં વધુ પ્રચલિત છે. કડવી મેથી ભાજી અને બટાકા ના સંયોજન થી બનતી આ સબઝી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. કડવી મેથી ના ગુણ બહુ જ મીઠા છે. તેમાં કેલ્શિયમ, વિટામિન કે, સી અને એ સારી માત્રા માં હોય છે. બટાકા તો એક એવું કંદમૂળ છે જે બધા શાક સાથે ભળી જાય છે. શાક સિવાય બટાકા વિવિધ વ્યંજન માં પણ વપરાય છે. આ શાક માં મેથી નો સ્વાદ અને લીલો રંગ જળવાય તે માટે તેમાં મસાલા ન્યૂનતમ વપરાય છે. Deepa Rupani -
આલુ મેથી (Aloo Methi Recipe In Gujarati)
લીલી ભાજીની રેસીપીસ#BR : આલુ મેથીમેથી સાથે ઘણા બધા કોમ્બિનેશન લઈ અને રેસીપી બનાવી શકાય છે તો તેમાંનું એક કોમ્બિનેશન લઈ આજે મેં આલુ મેથી ની સબ્જી બનાવી જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
કોર્ન ફ્લેક્સ ભેલ (Cornflakes Bhel Recipe in Gujarati)
#CDY#children_special#cookpadgujarati કોર્ન ફ્લેક્સ ભેલ એ ઝડપી અને સરળ નાસ્તાનો વિકલ્પ છે. બાળકો તેમજ પરિવારના તમામ સભ્યો માટે સાંજના ચાના સમય અથવા મંચિંગ નાસ્તા માટે આ એક સંપૂર્ણ નાસ્તો છે. આ એક સુપર સરળ અને સરળતાથી ઉપલબ્ધ ઘટકો સાથે તૈયાર કરવા માટે ઝડપી છે. બાળકો રોજ રોજ દૂધ સાથે કોર્ન ફ્લેક્સ ખાઈ ને થાકી ગયા હોય છે, તો આ રીત ની કોર્ન ફ્લેક્સ ભેલ બનાવી ને બાળકોને ખવડાવીએ તો એ હોંશે હોંશે ખાય લેશે. તદુપરાંત, આ એક ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તાનો વિકલ્પ છે કારણ કે આ બટાકા, ડુંગળી, ટામેટા, કેપ્સિકમ જેવા ઘણાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. દાડમના દાણા ભેલને સરસ ટેન્ગી-મીઠો સ્વાદ આપે છે. તેથી, આ ભેલ ઘરે બનાવવાનો પ્રયાસ કરો અને તમારા પરિવાર અને મિત્રો સાથે તેનો સ્વાદ માણો. Daxa Parmar -
વેજ સૂજી બાઇટ્સ (Veg Sooji Bites Recipe in Gujarati)
#Disha#Cooksnap#cookpadgujarati આ રેસિપી મે @Disha_11 ji ની રેસીપી થી પ્રેરણા લઈ આ વેજ સૂજી બાઇટ્સ બનાવ્યું છે. આ એક હેલ્ધી બ્રેકફાસ્ટ માટેનું ઓપ્શન છે. બાળકો ઘણી વખત અમુક શાકભાજી નથી ખાતા ત્યારે આ રીતે બનાવીને આપી શકાય. આમાં સારા એવા પ્રમાણ મા વેજીટેબલ નો ઉપયોગ કરી ને આ રેસિપી મેં બનાવી છે. જે ખૂબ જ પૌષ્ટીક અને હેલ્થી છે. અને આ રેસીપી ઝટપટ બની જતી રેસીપી છે. Daxa Parmar -
આલૂ મેથી ડ્રાય સબ્જી (Aloo methi ni dry sabji Recipe in Gujarati)
આ શાક શિયાળા સ્પેશ્યલ શાક છે આમાં મેથીની ભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જો તમે આ રીતે બનાવશો તો ખુબ જ ટેસ્ટી બનશે કારણ કે મેં આમાં ખાલી મેથીની ભાજીનો ઉપયોગ નથી કર્યો પરંતુ મેથીની ભાજી ની સાથે પાલક અને મૂળાની ભાજી પણ લીધી છે તો આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો Rita Gajjar -
આલુ મેથી પરાઠા (Aloo Methi Paratha Recipe In Gujarati)
આલુ પરાઠા તો ઘણી વાર બને આજે ટ્વીસ્ટ કર્યું છે.. મેથીની ભાજી પણ નાંખી છે. Dr. Pushpa Dixit -
આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe In Gujarati)
#BR શિયાળો આવે ને ભાજી માં અવનવી વેરાઈટી બનાવા ની ને ખાવા ની મજા આવે આજ મેં આલુ મેથી સબજી બનાવી Harsha Gohil -
-
રવા બ્રેડ ટોસ્ટ (Semolina Bread Toast Recipe In Gujarati)
#CWT#Tawa_Recipe#Cookpadgujarati રવા બ્રેડ ટોસ્ટ (સોજી બ્રેડ ટોસ્ટ), સવારના નાસ્તામાં અથવા સાંજના નાસ્તામાં ચા/કોફી ની સાથે પીરસાય એવી એક ઉત્તમ અને સ્વાદિષ્ટ વાનગી છે. રવા બ્રેડ ટોસ્ટ બનાવવા ખૂબ જ સરળ છે અને માત્ર ૧૫-૨૦ મિનિટમાં બની જાય છે. તમારે માત્ર રવો (સોજી), કેપ્સીકમ, ટામેટાં, ડુંગળી, દહીં અને તમારી મનપસંદ બ્રેડ જ જોઈએ. સોજી ટોસ્ટ બનાવવા માટે બ્રેડ સિવાય બધી સામગ્રીને મિક્ષ કરીને રવા – વેજી મિશ્રણ બનાવવામાં આવે છે અને પછી આ મિશ્રણને બ્રેડની સ્લાઇસની ઉપર લગાવીને ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી ઓછા તેલમાં શેકવામાં આવે છે. મારી રેસીપીને અનુસરીને ઘરે સરળતાથી રવા ટોસ્ટ બનાવો અને સવારના નાસ્તામાં તેની મજા લો. Daxa Parmar -
મેથી આલુ પરાઠા (Methi Aloo Paratha recipe in Gujarati)
#GA4 #week19 #methiશિયાળા દરમિયાન મેથી ની ભાજી સારી મળે છે. આલુ પરાઠા તો બધાના પ્રિય છે. મેં તેમાં મેથી ની ભાજી ઉમેરી ને તેને વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવાનો પ્રયાસ કર્યો છે. મેથી બટાકા ના પૂરણ માં અને લોટ બાંધતી વખતે એમ બંને સ્ટેજ માં ઉમેરી છે. મારા કુટુંબ ના બધા સભ્યોને આ પસંદ આવ્યા અને તમે પણ ચોક્કસ બનાવી જોજો અને તમારો અભિપ્રાય જરૂર જણાવશો. Bijal Thaker -
આલુ મેથી નું શાક
Sunday બટાકા સાથે બધા શાક મિક્સ કરી ને બનાવાય છે.પણ બટાકા સાથે મેથી નું શાક સ્વાદ માં દ સરસ લાગે છે.અને સાથે મેથી હોવાથી સુપાચ્ય પણ છે. Varsha Dave -
ખડા પાઉં ભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#SSR#30mins#CJM#week3#Mumbai_Streetstyle#cookpadgujarati પાઉંભાજી નામની વાનગી થી આપણે બધા ખુબ પરિચિત છીએ. લગભગ બધા લોકોના ઘરમાં પાઉંભાજી તો બનતી જ હોય છે. પાઉંભાજી પણ ઘણા બધા અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. ખડા પાઉં ભાજી એ પરંપરાગત અને લોકપ્રિય મુંબઈ પાઉં ભાજીનો એક સ્વાદિષ્ટ પ્રકાર છે. જ્યાં શાકભાજીને છૂંદેલા નથી પણ ટુકડા તરીકે આખા રાખવામાં આવે છે. આ વેરિઅન્ટ મુંબઈમાં સ્ટ્રીટ ફૂડની ગાડીઓ તેમજ કેટલીક રેસ્ટોરન્ટ્સમાં પણ પીરસવામાં આવે છે. ભરપૂર અને સંતોષકારક ભોજન માટે સોફ્ટ પાઉં અથવા થોડી નરમ રોટલી સાથે સર્વ કરો. Daxa Parmar -
લેફ્ટઓવર રાઈસ કટલેટ (Leftover Rice Cutlet Recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati લેફ્ટઓવર રાઈસ માંથી કટલેટ બનાવવી ખૂબ જ સરળ છે. આ કટ લેટ માં ખૂબ જ ઓછી સામગ્રી ની જરૂર પડે છે અને ઝડપથી બની જતો નાસ્તો છે. રાંધેલા ભાત માંથી બનતી આ કટલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કટલેટ ને નાસ્તા ની જેમ ચા કે કોફી સાથે સર્વ કરી સકાય છે. આ કટલેટ ને ટોમેટો સોસ કે ચટણી સાથે ખાવાની મજા આવે છે. તો તમે પણ આ રીતે રાંધેલા બચેલા ભાત માંથી કટલેટ બનાવી ખાવાની મજા માણો. Daxa Parmar -
મેથી આલુ પરાઠા(Methi Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1#Potatoપરાઠા ની ઘણી બધી વેરાયટી જોવા મળે છે. અને દરેક વ્યક્તિ ને ભાવતા પણ હોય છે. નાના થી મોટા ને લઈને દરેક ની પસંદગી અલગ અલગ હોય છે. અને બધા ની ફરમાઇશ પણ પૂરી કરીએ છે. તો ચાલો આજે મેથી આલુ પરાઠા બનાવીએ. Reshma Tailor -
મેથી બટાકા સબ્જી (Methi Bataka Sabji Recipe In Gujarati)
કડવી કડવી મેથી અને મીઠા મીઠા એના ગુણ.મેથી નો ઉપયોગ થેપલા મુઠીયા,પૂરી બનાવવા માં થાય છે,આજ મે મેથી બટાકા ની સબ્જી બનાવી છે Stuti Vaishnav -
આલુ પૂદીના પરાઠા (aloo pudina paratha recipe in gujarati)
આલુ પરોઠા તો લગભગ બધાને જ પસંદ હોય છે પરંતુ અહીં બટાકા, ડુંગળી, મેથી,ફૂદીનો નાખી સ્વાદિષ્ટ પંજાબી રીતે પરાઠા બનાવેલ છે. આલુ પરાઠા સ્વાદ માં તો ખૂબજ સરસ લાગે છે પરંતુ ઘણા લોકો ને બટાકા ખાવાથી એસિડિટી કે અન્ય કોઈપણ પ્રકારની તકલીફો અનુભવાય છે તો સાથે આદુ,લીંબુ,ફૂદીનો અને મેથી નાખી બનાવવાથી આ સમસ્યાનો ઉકેલ મેળવી શકાય છે.#નોથૅ Dolly Porecha -
મેગી સ્ટફ્ડ બર્ગર બન (Maggi Stuffed Burger Buns Recipe In Gujar
#ChoosetoCook#MyFavouriteRecipe#cookpadgujarati બર્ગર બન તો ઘણી બધી રીતે બનતા જ હોય છે. પરંતુ મેં અહીં મેગી સ્ટફ્ડ બર્ગર બન બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા છે. આ બર્ગર બન અને મેગી મારા બાળકો ના ખૂબ જ ફેવરીટ છે. તેથી મેં બાળકોને ગમે એવા ચીઝી બર્ગર બન માં મેગી ને સ્ટફ્ડ કરીને આ ચીઝ થી અને શાકભાજી થી ભરપુર એવા ચીઝી બર્ગર બન બનાવ્યા છે. આ બન માં મોઝરેલા ચીઝ નો ઉપયોગ કરીને એકદમ ચીઝી મેગી સ્ટફ્ડ બર્ગર બન બનાવ્યા છે. આ બર્ગર બન બાળકોને ખૂબ જ ભાવે તેવા ચીઝી બર્ગર બન છે. Daxa Parmar -
આલુ મેથી
ગુવાર ના શાક સાથે આલુ મેથી નું કોરું શાક પણ બનાવી દીધું..અમારે મેથી બહુ નાની મળે છે એટલે જલ્દી ચડી જાય અને કડવી પણ ન લાગે..તો બટાકા સાથે પરફેકટ મેચ થઈ જાય.. Sangita Vyas -
જોધપુરી આલુ / રાજસ્થાની આલુ / આલુ ફ્રાય (Jodhpuri aloo Recipe in Gujarati.)
#KRC#cookpadgujarati#cookpadindia#cookpad બેબી પોટેટોસ માંથી બનાવવામાં આવતું જોધપુરી આલુ ખૂબ જ ચટપટું અને સ્વાદિષ્ટ હોય છે. આ વાનગી જોધપુરી આલુ, રાજસ્થાની આલુ, ચટપટું આલુ ફ્રાય એમ ઘણા નામોથી પ્રખ્યાત છે. આ વાનગી ઘણા ઓછા સમયમાં ફટાફટ ખુબ સરળતાથી બની જાય છે. તો ચાલો જોઈએ રાજસ્થાનની ખૂબ જ ફેમસ વાનગી જોધપુરી આલુ કઈ રીતે બને છે. Asmita Rupani -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
ચોમાસા માં ભજિયમાં અલગ ટ્રાય કરવો હોય તો આ રેસીપી જરૂર ટ્રાય કરી શકાય. Chintal Kashiwala Shah -
પનીર મસાલા હોટ ડોગ (Paneer Masala Hot Dog Recipe In Gujarati)
#PC#JSR#cookoadgujarati#Cookpadindia ફાસ્ટ ફૂડ ડીશમાં સમજાવી ન શકાય તેવું આકર્ષણ છે, પરંતુ ઘણીવાર તે સંપૂર્ણ રીતે ઉપયોગી નથી, અને ક્યારેક તો શરીર માટે, પણ હાનિકારક હોય છે. પરંતુ તે સરળતાથી ઘરે રાંધવામાં આવે છે, અને પછી શરીરને નુકસાન થવાનું જોખમ ઓછું કરવામાં આવે છે.અને પાછું બાળકો નું ખુબ ભાવે એવું બનાવીશું. આજે હું તમને જણાવિશ કે કેવી રીતે પનીર મસાલા હોટ ડોગ તૈયાર કરવું. હોટ ડોગ ઘણી બધી જાતના બને છે. અલગ અલગ જાતના ફીલિંગ વડે અલગ અલગ જાતના હોટ ડોગ બનાવી શકાય છે. મેં આજે પનીર નો ઉપયોગ કરીને પનીર વાળું ફીલિંગ તૈયાર કરી પનીર મસાલા હોટ ડોગ બનાવ્યા છે. આ હોટ ડોગ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે. Daxa Parmar -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#trend2#week2#post2#આલુ_પરાઠા ( Aloo Paratha Recipe in Gujarati )#Punjabi_Dhaba_Style_Parotha આલુ પરાઠા એ પંજાબ રાજ્ય માં ખૂબ જ પ્રચલિત છે. બહુ સરળતાથી બની જતા આ પરાઠા માં કાઈ ખાસ નવીનતા નથી તેમ છતાં ઉત્તર ભારત ની વાત નીકળે તો આ સ્વાદિષ્ટ પરાઠા કેમ ભુલાય ? પંજાબ માં તો આ આલુ પરાઠા ની ખૂબ જ ડિમાન્ડ છે, ખાસ કરીને સવાર ના નાસ્તા માં ત્યાં લોકો ખાય છે. આ આલુ પરાઠા સંપૂર્ણ એક ટાઇમ નું ફૂડ છે. આ આલુ પરાઠા માં મે ઘઉં ના લોટ સાથે ચોખા નો લોટ પણ ઉમેરી ને ક્રિસ્પી ને યમ્મી આલુ પરોઠા બનાવ્યા છે. મારા નાના દીકરા ના ફેવરીટ આલુ પરોઠા છે. Daxa Parmar -
દાણા મેથી આલુ સબ્જી (Dana Fenugreek Potato Sabji Recipe In Gujarati)
આ એક ફ્લેવર ફૂલ અને સ્વાદિષ્ટ શાકની વાનગી છે જે નાસ્તા સમયે, ભોજન કે ડિનર તરીકે લઈ શકાય છે..સૂકી વાનગી હોવાથી પિકનિક પર થેપલા કે પૂરી સાથે લઈ જઈ શકાય છે.લીલી મેથી અને લીલા લસણ ને લીધે તેનો સ્વાદ ઉભરીને આવે છે. Sudha Banjara Vasani -
મેથી મટર મલાઈ સબ્જી ( Methi Matar Malai Subji Recipe in Gujarati
#MW4#cookpadmid_week_chellenge#post1#મેથી_ભાજીનું_શાક#મેથી_મટર_મલાઈ_સબ્જી ( Methi Matar Malai Subji Recipe in Gujarati ) ભારત ભરમાં મેથી નો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવે છે. મેથી ની ભાજી જ નહીં પરંતુ તેના બિયા પણ એટલે જ ગુણકારી છે. તેમાં પણ શિયાળાના દિવસોમાં લીલી ભાજી જરૂર ખાવી જોઈએ. તેમાં પણ સ્વાસ્થ્ય માટે સૌથી વધારે ગુણકારી હોય છે મેથીની ભાજી. મેથીની ભાજી ખાવાથી અનેક બીમારી દૂર થાય છે. શિયાળામાં મેથીની ભાજી ભરપૂર પ્રમાણમાં મળે છે. તેનો ઉપયોગ કરી તમે શબ્જી, સૂપ, થેપલા, ખાખરા બનાવી શકો છો. કોઈપણ રીતે આ ભાજીને ખાવી જોઈએ. મેથીની ભાજીમાં ડુંગળી ઉમેરીને ખાવાથી હાઈ બીપીની તકલીફ દૂર થાય છે. મેથીની સબ્જીમાં ગૈલોપ્ટોમાઈનન તત્વ હોય છે જેનાથી હૃદયનું સ્વાસ્થ બરાબર થાય છે. મેથીમાં ફાયબર અને એન્ટીઓક્સીડન્ટ તત્વ હોય છે. મેથી ખાવાથી શરીરના ઝેરી તત્વ બહાર નીકળી જાય છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (9)