પાપડી ચાટ (Papdi Chaat Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#SF
#Cookpadgujarati

ભારતમાં ઘણી બધી ચટપટી ચાટ અને ટિક્કી લોકપ્રિય છે, પાપડી ચાટ તેમાંથી એક છે. પાપરી ચાટ અથવા પાપડી ચાટ એ ભારતીય ઉત્તર ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં લોકપ્રિય પરંપરાગત ફાસ્ટ ફૂડ અને સ્ટ્રીટ ફૂડ છે. સમગ્ર ભારતમાં ઘણી વિવિધ વધારાની વાનગીઓને પાપડી ચાટ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ ચાટમાં ક્રિસ્પી પાપડી પૂરી ઉપર બટાટા, ચણા, મગ અને ડુંગળી નાખવામાં આવે છે અને ઉપરથી લીલી ચટણી, મીઠી ચટણી, દહીં અને સેવ નાખવામાં આવે છે. આ પાર્ટી માં પીરસવા માટે શ્રેષ્ઠ નાસ્તો છે. તેને પાર્ટી માં પીરસવા માટે બધી સામગ્રીને પહેલાથી તૈયાર કરીને અલગ અલગ બાઉલ માં મૂકો અને પછી મહેમાનોને તેમની પસંદ પ્રમાણે ચાટ બનાવવા દો. તો આજે આપણે આ રેસીપીની મદદથી પાપડી ચાટ બનાવતા શીખીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 પ્લેટ
  1. 🎯 પાપડી ના ઘટકો :--
  2. 1 કપમેંદો
  3. 1/2 કપરવો
  4. 1/4 કપઘઉં નો જીણો લોટ
  5. 3 tbspધી મોણ માટે
  6. નમક સ્વાદ અનુસાર
  7. 1/2 tspઅધકચરા વાટેલા કાળા મરી
  8. પાણી જરૂર મુજબ
  9. 🎯 પાપડી ચાટ એસેમ્બ્લ કરવાના ઘટકો :--
  10. 20-25 નંગપાપડી
  11. 2 નંગમીડિયમ સાઇઝ બાફેલા બટાકા ના ટુકડા
  12. 1 નંગનાની ડુંગળી જીની સમારેલી
  13. 1 નંગનાનું ટમેટું ઝીણું સમારેલું
  14. 1 નંગજીણું સમારેલું લીલું મરચું
  15. 1/2 કપગળ્યું દહીં (નમક અને ખાંડ ઉમેરીને દહીં ને વલોવી લેવું)
  16. 1/2 કપફુદીના કોથમીર ની લીલી ચટણી
  17. 1/2 કપખજૂર આમલીની ચટણી
  18. 1/2 tspચાટ મસાલો
  19. 1/2 tspલાલ મરચું પાવડર સંચળ પાવડર
  20. 1 tspરોસ્ટેડ જીરા પાવડર
  21. 1/4 કપમસાલા શીંગ
  22. 1/4 કપમસાલા બુંદી
  23. 1 કપનાયલોન જીની સેવ
  24. 1 નંગમીડિયમ સાઈઝ દાડમ ના દાણા
  25. 2 tbspલીલી કોથમીર ના પાન

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાફેલા બટાકા ને મેશ કરી તેમાં જીરું પાઉડર અને મીઠું નાખી મિકસ કરો. હવે એક મોટા બાઉલમાં મેંદો, રવો અને ઘઉં નો જીણો લોટ ઉમેરી તેમાં મુઠ્ઠી પડે એટલું ઘી ઉમેરી મસળી ને બરાબર લોટ મિક્સ કરી લો.

  2. 2

    હવે આમાં નમક અને અધકચરા ખાંડેલા કાળા મરી ઉમેરી બરાબર મિક્સ કરી લો. અને હાથ થી લોટ ને મુઠ્ઠી બનાવી જોવું.

  3. 3

    ત્યાર બાદ આમાં પાણી થોડું થોડું ઉમેરતા જઈ થોડો મીડિયમ લોટ બાંધી લો. અને આ લોટ ને ઢાંકણ ઢાંકી ને 10 મિનિટ માટે ઢાંકી ને રેસ્ટ આપો. ત્યારબાદ રેસ્ટ બાદ ફરીથી લોટ ને એક મિનિટ માટે મસળી લો ને તેના મોટા લુવા કરી લો.

  4. 4

    હવે આ લુવા માંથી મોટી મીડિયમ સાઇઝ ની રોટલી વણી તેમાં ફોરક થી કાણા પાડી દો ને ગોળ કટરથી નાની નાની પૂરી કટ કરી લો. આ રીતે બધી પાપડી બનાવી લો.

  5. 5

    હવે એક પેન મા મીડિયમ ગેસ ની આંચ પર તેલ ગરમ કરી તેમાં પાપડી ની પૂરી ઉમેરી સ્લો ટુ મીડિયમ ગેસ ની આંચ પર ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લો. આ રીતે બધી પાપડી તળી લો.

  6. 6

    હવે આ પાપડી ચાટ ને એસ્સેમ્બ્લ કરીશું. એની માટે એક સરવિંગ પ્લેટ માં પાપડી ગોઠવી તેની પર બોઇલ્ડ બટાકાના ટુકડા, જીના સમારેલા લીલાં મરચાં, જીની સમારેલી ડુંગળી અને જીના સમારેલા ટામેટા ઉમેરો.

  7. 7

    હવે ઉપર ગળ્યું દહીં, ફુદીના કોથમીર ની લીલી ચટણી, ખજૂર આમલીની ચટણી, ચાટ મસાલો, લાલ મરચું પાવડર, સંચળ પાવડર, રોસ્ટેડ જીરા પાવડર, મસાલા શીંગ, મસાલા બુંદી, નાયલોન જીની સેવ, દાડમ ના દાણા અને જીની સમારેલી લીલી કોથમીર ના પાન ઉમેરી સર્વ કરો.

  8. 8
  9. 9

    હવે આપણી એકદમ ચટાકેદાર રેકડી પર મળે એવી સ્ટ્રીટ ફૂડ પાપડી ચાટ તૈયાર છે.

  10. 10
  11. 11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes