તવા મસાલા પનીર બર્ગર (Tawa Masala Paneer Burger Recipe In Gujara

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#CWT
#MumbaiStreetstyle
#Cookpadgujarati

તવા મસાલા પનીર બર્ગર એક યુનિક સ્ટ્રીટ સ્ટાઈલ ડીશ બનાવી છે.બર્ગર ને દેશી ટચ આપી પાવ સેઝવાન સોસ સાથે પનીર ક્યુબ્સ વડે બનાવેલ અનોખી અને સ્વાદિષ્ટ સ્ટ્રીટ સ્ટાઈલ બર્ગર રેસીપી છે. તે મસાલા અને સ્વાદથી ભરપૂર આપણી પોતાની સ્ટ્રીટ સ્ટાઈલ વડાપાવ રેસીપી સાથે પશ્ચિમી ભોજનનું સંયોજન છે. તે આદર્શ રીતે મનપસંદ ચિપ્સ અથવા કોઈપણ ઠંડા તળેલા નાસ્તા સાથે લંચ અને રાત્રિભોજન માટે પીરસી શકાય છે.

તવા મસાલા પનીર બર્ગર (Tawa Masala Paneer Burger Recipe In Gujara

#CWT
#MumbaiStreetstyle
#Cookpadgujarati

તવા મસાલા પનીર બર્ગર એક યુનિક સ્ટ્રીટ સ્ટાઈલ ડીશ બનાવી છે.બર્ગર ને દેશી ટચ આપી પાવ સેઝવાન સોસ સાથે પનીર ક્યુબ્સ વડે બનાવેલ અનોખી અને સ્વાદિષ્ટ સ્ટ્રીટ સ્ટાઈલ બર્ગર રેસીપી છે. તે મસાલા અને સ્વાદથી ભરપૂર આપણી પોતાની સ્ટ્રીટ સ્ટાઈલ વડાપાવ રેસીપી સાથે પશ્ચિમી ભોજનનું સંયોજન છે. તે આદર્શ રીતે મનપસંદ ચિપ્સ અથવા કોઈપણ ઠંડા તળેલા નાસ્તા સાથે લંચ અને રાત્રિભોજન માટે પીરસી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 tbspબટર
  2. 3 tbspતેલ
  3. 5-6કળી લસણ જીણું સમારેલું
  4. 1 નંગમિડિયમ સાઇઝ ડુંગળી ઝીણી સમારેલી
  5. 1 નંગમીડિયમ સાઇઝ કેપ્સિકમ જીણું સમારેલું
  6. 2 નંગમીડિયમ સાઇઝ ટામેટા ઝીણા સમારેલા
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1/4 tspહળદર પાઉડર
  9. 1 tspલાલ મરચું પાઉડર
  10. 1 tspચાટ મસાલો
  11. 1/2 tspગરમ મસાલો
  12. 2 tbspસેઝવાન સોસ
  13. 2 tbspટોમેટો સોસ
  14. 100 ગ્રામ (1 કપ)પનીર ના ક્યુબસ ઝીણા સમારેલા
  15. 1 કપછીણેલું મોઝરેલા ચીઝ
  16. 1 tbspજીની સમારેલી લીલી કોથમીર ના પાન
  17. 4 નંગબર્ગર બન
  18. 👉બર્ગર ઍસેમ્બ્લ કરવાના ઘટકો :--
  19. 4 નંગબર્ગર બન
  20. 2 tspતેલ
  21. 1/2 tspલાલ મરચું પાઉડર
  22. 2 tspસેઝવાન સોસ
  23. 1 tspજીની સમારેલી લીલી કોથમીર ના પાન

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બર્ગર બન માટે ની બધી શાકભાજી ને ચોપરમાં જીણું સમારી લો. પનીર ને પણ ઝીણા ક્યુબ્સ માં કટ કરી લો.

  2. 2

    હવે એક પેન મા બટર અને તેલ ઉમેરી ગરમ કરી તેમાં જીણું સમારેલું લસણ ઉમેરી સાંતળી લો. ત્યારબાદ તેમાં જીની સમારેલી ડુંગળી ઉમેરી થોડી પારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.

  3. 3

    હવે આમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણા સમારેલા ટામેટા ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં મીઠું ઉમેરી ઢાંકણ ઢાંકી 2 થી 3 મિનિટ માટે કૂક કરી લો.

  4. 4

    ત્યાર બાદ આમાં હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, ચાટ મસાલો, ગરમ મસાલો, સેઝવાન સોસ અને ટોમેટો સોસ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે આમાં પનીર ના ક્યૂબ્સ ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી 2 મિનિટ માટે ધીમા ગેસ ની આંચ પર કૂક કરી લો.

  5. 5

    ત્યારબાદ આમાં છીણેલું મોઝરેલા ચીઝ ઉમેરી બરાબર મિક્સ કરી તરત જ ગેસ ની આંચ બંધ કરી તેમાં જીની સમારેલી લીલી કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ બર્ગર બન ને વચ્ચે થી કટ કરી તેમાં પનીર નું સ્ટફિંગ ભરી તૈયાર કરી લો.

  6. 6

    હવે બર્ગર બન ને અસેમ્બ્લ કરવા માટે નોનસ્ટિક તવા ને ગરમ કરી તેમાં બટર અને તેલ ગરમ કરી તેમાં લાલ મરચું પાઉડર, સેઝવાન સોસ અને લીલી કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી બર્ગર બન ને તેમાં ઉમેરી બધી બાજુ થી બન ને મસાલા થી કોટિંગ કરી શેકી લો.

  7. 7
  8. 8

    હવે આપણા યમ્મી અને ટેસ્ટી એવા તવા મસાલા પનીર બર્ગર તૈયાર છે સર્વ કરવા માટે. આ બર્ગર ને પોટેટો ચિપ્સ અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

  9. 9
  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes