ફિંગર બ્રેડ રોલ (Finger Bread Roll Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#MDC
#cookpadgujarati

ફિંગર બ્રેડ રોલ બનાવવા એકદમ સરળ છે. એમાં બ્રેડ ને વણવાની કે સ્ટફિંગ ભરવાનું જરૂર નથી. આ રોલ ને બ્રેડ ની કણક બનાવીને સહેલાઈથી ફિંગર બ્રેડ રોલ બનાવી સકાય છે. મારા બાળકોને આ ફિંગર બ્રેડ રોલ ખૂબ જ ભાવે છે. એટલે મેં આ Mother's Day ના દિવસ માટે આ રોલ મારા બાળકો માટે બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને મસાલેદાર બન્યા છે. તો તમે પણ આ રીતે એકવાર જરૂર થી મારી રેસીપી ટ્રાય કરજો.
Happy Mother's Day To All Of You Friends...👍👍🎊🎊🎉🎉

ફિંગર બ્રેડ રોલ (Finger Bread Roll Recipe in Gujarati)

#MDC
#cookpadgujarati

ફિંગર બ્રેડ રોલ બનાવવા એકદમ સરળ છે. એમાં બ્રેડ ને વણવાની કે સ્ટફિંગ ભરવાનું જરૂર નથી. આ રોલ ને બ્રેડ ની કણક બનાવીને સહેલાઈથી ફિંગર બ્રેડ રોલ બનાવી સકાય છે. મારા બાળકોને આ ફિંગર બ્રેડ રોલ ખૂબ જ ભાવે છે. એટલે મેં આ Mother's Day ના દિવસ માટે આ રોલ મારા બાળકો માટે બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને મસાલેદાર બન્યા છે. તો તમે પણ આ રીતે એકવાર જરૂર થી મારી રેસીપી ટ્રાય કરજો.
Happy Mother's Day To All Of You Friends...👍👍🎊🎊🎉🎉

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
5 વ્યક્તિ
  1. 1 નંગમીડિયમ સાઇઝ જીની સમારેલી ડુંગળી
  2. 3 નંગજીના સમારેલા લીલાં મરચાં
  3. 1 ઇંચઆદુંની પેસ્ટ
  4. 2 tbspજીના સમારેલા લીલી કોથમીર ના પાન
  5. 1 નંગમીડિયમ સાઇઝ છીણેલું ગાજર
  6. 1/2 નંગજીણું સમારેલું લીલું કેપ્સીકમ
  7. 2 tbspફ્રોઝન મકાઈ ના દાણા
  8. 2 નંગમોટી સાઇઝ ના બૉઇલ અને મેશ કરેલા બટાકા
  9. 1/2 tspકાળા મરી પાવડર
  10. નમક સ્વાદ અનુસાર
  11. 1 tspપિત્ઝા સિઝનીંગ
  12. 1 tspરેડ ચીલી ફ્લેક્સ
  13. 1 tspઓરેગાનો
  14. 10 નંગસેન્ડવીચ બ્રેડ + 5 tbsp દૂધ
  15. 3 tbspમોઝરેલા ચીઝ / ચીઝ સ્લાઈસ
  16. 3 tbspકોર્ન ફ્લોર
  17. 3 tbspમેંદો + નમક + પાણી (સ્લરી)
  18. 1/2 કપબ્રેડ ક્રમશ
  19. તેલ તળવા માટે જરૂરી મુજબ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીની સમારેલી ડુંગળી ઉમેરી ગુલાબી રંગની સાંતળો. ત્યારબાદ આમાં જીના સમારેલા લીલાં મરચાં, આદુંની પેસ્ટ અને લીલી કોથમીર ના પાન ઉમેરી 1 મિનિટ માટે સાંતળો. હવે આમાં જીણું સમારેલું કેપ્સીકમ, છીણેલું ગાજર અને મકાઈ ના દાણા ઉમેરો.

  2. 2

    હવે આમાં બોઇલ અને મેશ કરેલા બટાકા ઉમેરી બરાબર મિક્સ કરો લો. હવે આમાં કાળા મરી પાવડર, નમક, પિત્ઝા સિઝનિંગ,ઓરેગાનો અને રેડ ચીલી ફ્લેકસ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે ગેસ ની આંચ બંધ કરી આ મિશ્રણ ને ઠંડુ કરવા મૂકી દો.

  3. 3

    હવે બ્રેડ ની સ્લાઈસ ને રફ્લી તોડી ને તેમાં દૂધ ઉમેરી બ્રેડ ને 2 મિનિટ માટે રેસ્ટ આપો. બે મિનિટ બાદ હવે આ બ્રેડ ને હાથથી મેશ કરી કણક ની જેમ મિક્સ કરી લો.

  4. 4

    હવે આમાં કોર્ન ફ્લોર, બટાકાનું મિશ્રણ અને મોઝરેલા ચીઝ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  5. 5

    હવે હાથ ને તેલ થી ગ્રીસ કરી આ મિશ્રણ માંથી સિલિન્ડર શેપ માં રોલ બનાવી લો. આ રીતે બધા રોલ તૈયાર કરી લો.

  6. 6

    હવે એક બાઉલમાં મેંદો, નમક અને પાણી ઉમેરી મિક્સ કરી મીડિયમ પાતળી સ્લરી બનાવી લો.

  7. 7

    હવે આ સ્લરીમાં રોલ ને ડીપ કરી પછી બ્રેડ ક્રમશ માં કોટ કરી લો. આ રીતે બધા રોલ તૈયાર કરી લો. આ રોલ ને 10 થી 15 મિનિટ માટે ફ્રીઝ મા મુકી દો

  8. 8

    હવે પેન મા તેલ ગરમ કરી તેમાં બ્રેડ રોલ ઉમેરી મીડિયમ ગેસ ની આંચ પર બંને બાજુ ગોલ્ડન તળી લો.

  9. 9

    હવે આપણા એકદમ ચીઝી ફિંગર બ્રેડ રોલ તૈયાર છે સર્વ કરવા માટે. આ રોલ ને ટોમેટો કેચઅપ કે ડીપ સાથે સર્વ કરો.

  10. 10
  11. 11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes