મકાઈ ની સેવ ખમણી (Corn Sev Khamani Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

મકાઈ અમીરી ખમણ, મકાઈ ની કીસ , મકાઈ નો ચેવડો ના નામ થી પણ ઓળખાય છે આ પોપ્યુલર ગુજરાતી ડીશ , જે બ્રેકફાસ્ટ અથવા સાંજ ની નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે.
#CB7

મકાઈ ની સેવ ખમણી (Corn Sev Khamani Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

મકાઈ અમીરી ખમણ, મકાઈ ની કીસ , મકાઈ નો ચેવડો ના નામ થી પણ ઓળખાય છે આ પોપ્યુલર ગુજરાતી ડીશ , જે બ્રેકફાસ્ટ અથવા સાંજ ની નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે.
#CB7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
4 સર્વ
  1. 2 કપમકાઈ ની છીણ
  2. 1 કપબાફેલા મકાઈ ના દાણા
  3. 1ટે.સ્પૂન તેલ
  4. 1 ટે સ્પૂનબટર
  5. 1/2 ટી સ્પૂનરાઈ
  6. 1 ટી સ્પૂનતલ
  7. 1/4 ટી સ્પૂનહીંગ
  8. 1ટે.સ્પૂન આદુ-મરચાં ની પેેસ્ટ
  9. 1/4 ટી સ્પૂનહળદર
  10. 1 ટે સ્પૂનસાકર
  11. 11/2 કપદૂધ
  12. 2 ટે સ્પૂનખમણેલું કોપરું
  13. 1 ટે સ્પૂનસમારેલી કોથમીર
  14. 1 ટે સ્પૂનલીંબુ નો રસ
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. ગારનીશ માટે : સેવ, કોપરું - કોથમીર અને બાફેલા મકાઈ ના દાણા

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    એક પેન માં તેલ અને બટર ગરમ કરી, રાઈ, તલ, આદુ-મરચાં ની પેસ્ટ સોતે કરી, હીંગ અને હળદર નાંખી, ખમણેલી મકાઈ અને બાફેલા મકાઈ ના દાણા વઘારવા. 2-3 મીનીટ સોતે કરવું.

  2. 2

    અંદર ગરમ દૂધ નાખવું. દૂધ બળી જાય ત્યાં સુધી કુક કરવું. તેલ છુટુ પડે એટલે અંદર મીઠું,કોપરું-કોથમીર, સાકર અને લીંબુ નો રસ નાંખી મિક્સ કરવું. પ્લેટ માં કાઢી, ઉપર સેવ, કોપરું-કોથમીર અને મકાઈ ના દાણા થી ગારનીશ કરી ગરમ જ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes