રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

રીંગણ નો ઓળો / ભરતું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 500 ગ્રામરીંગણ
  2. 250 ગ્રામસમારેલા લીલા કાંદા
  3. 1 કપસમારેલું લીલું લસણ
  4. 3 નંગસમારેલા ટામેટાં
  5. 1 ટેબલ સ્પૂનલસણની ચટણી
  6. 1 ટેબલ સ્પૂનઆદુ ની પેસ્ટ
  7. 3 નંગસમારેલા લીલા મરચાં
  8. 1 કપસમારેલી કોથમીર
  9. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  10. 1 ટેબલ સ્પૂનધાણાજીરા નો પાઉડર
  11. 1/2 ટી સ્પૂનહળદર
  12. 1/4 ટી સ્પૂનહીંગ
  13. 1/2 નંગલીંબુ નો રસ
  14. 2 ચમચા તેલ
  15. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રીંગણને ધોઈ તેના પર તેલ લગાડીને ગેસ પર શેકી લેવા. પછી તેની છાલ ઉતારી લેવી.

  2. 2

    બીજા ઉપર ના ઘટકો ની બધી તૈયાર કરી લેવી.

  3. 3

    હવે કડાઈમાં તેલ ગરમ કરી તેમાં હિંગ થી વઘાર કરી તેમાં આદું લીલાં મરચાં અને લસણની ચટણી ઉમેરી સાંતળવી. પછી તેમાં લીલા કાંદા ઉમેરી સાંતળવા. થોડીવાર પછી તેમાં ટામેટાં અને મીઠું ઉમેરીને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળવા.

  4. 4

    પછી તેમાં હળદર લાલ મરચું પાઉડર અને ધાણા જીરુ ઉમેરીને બરાબર મિક્સ કરવું. પછી તેમાં લીલું લસણ અને કોથમીર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર પછી તેમાં શેકેલા રીંગણ ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું.

  5. 5

    પછી તેને દસ મિનિટ માટે ધીમા ગેસ ઉપર ચડવા દેવું. છેલ્લે તેમાં લીંબુનો રસ ઉમેરીને ગેસ બંધ કરી લેવો. પછી તેને સર્વિંગ બાઉલમાં લઈ ઉપર થી લીલુ લસણ થી ગાર્નીશ કરવું.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

ટિપ્પણીઓ (33)

Urmila Batra
Urmila Batra @urmibatra
મસ્ત મસ્ત ,જોડે રોટલા હોય તો સોને પે સુહાગા👌👌

Similar Recipes