ગ્રીન ગાર્લિક તવા પુલાવ (Green Garlic Tawa Pulao Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#CWT
#MBR1
#week1
#cookpadgujarati
#cookpadindia
#cookpad
પુલાવ ઘણી બધી અલગ અલગ ટાઈપના બનાવી શકાય છે. મેં આજે લીલા લસણ અને લીલી ડુંગળી નો ઉપયોગ કરીને ગ્રીન પુલાવ બનાવ્યો છે. આ પુલાવ ને સરસ મજાનો ગ્રીન કલર આપવા માટે પાલકની પ્યુરી નો ઉપયોગ કર્યો છે. પાલકના નેચરલ ગ્રીન કલર અને ગ્રીન વેજીટેબલ્સ ઉમેરીને બનાવવામાં આવતો આ ગ્રીન ગાર્લિક તવા પુલાવ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે.

ગ્રીન ગાર્લિક તવા પુલાવ (Green Garlic Tawa Pulao Recipe In Gujarati)

#CWT
#MBR1
#week1
#cookpadgujarati
#cookpadindia
#cookpad
પુલાવ ઘણી બધી અલગ અલગ ટાઈપના બનાવી શકાય છે. મેં આજે લીલા લસણ અને લીલી ડુંગળી નો ઉપયોગ કરીને ગ્રીન પુલાવ બનાવ્યો છે. આ પુલાવ ને સરસ મજાનો ગ્રીન કલર આપવા માટે પાલકની પ્યુરી નો ઉપયોગ કર્યો છે. પાલકના નેચરલ ગ્રીન કલર અને ગ્રીન વેજીટેબલ્સ ઉમેરીને બનાવવામાં આવતો આ ગ્રીન ગાર્લિક તવા પુલાવ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મીનીટ
2 લોકો માટે
  1. 50 ગ્રામપાલક
  2. 1/2 કપબાફેલા લીલા વટાણા
  3. 1/2 કપસમારેલા લીલા કેપ્સીકમ
  4. 1/4 કપબાફેલી મકાઈના દાણા
  5. 1/2 કપપનીરના ટુકડા
  6. 3 કપ90% કુક કરેલા બાસમતી રાઈસ
  7. 1 Tbspતેલ
  8. 1 Tbspઘી
  9. 2 Tbspલીલા લસણનો સફેદ ભાગ સમારેલો
  10. 3 Tbspલીલી ડુંગળીનો સફેદ ભાગ સમારેલો
  11. 1 Tspસમારેલા લીલા મરચા
  12. 1/2 Tspખમણેલું આદું
  13. 1/4 Tspહળદર
  14. 1 Tbspલાલ મરચું પાઉડર
  15. 1 Tbspધાણાજીરૂ
  16. 1 Tbspબીરીયાની મસાલા
  17. સ્વાદ અનુસારમીઠું
  18. 1/4 કપલીલી ડુંગળીના લીલા પાન સમારેલા
  19. 1/4 કપસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

40 મીનીટ
  1. 1

    પાલકની સ્ટેમ કાઢી, પાણીથી ચોખ્ખી કરી, ઉકળતા પાણીમાં બે થી ત્રણ મિનિટ માટે કુક કરવાની છે. ત્યારબાદ તરત જ તેને બરફવાળા ઠંડા પાણીમાં ટ્રાન્સફર કરી પછી તેની થીક પ્યુરી બનાવી લેવાની છે.

  2. 2

    તવા પર તેલ અને ઘી મિક્સમા ગરમ કરી તેમાં લીલું લસણ, લીલી ડુંગળી અને લીલા મરચા ઉમેરવાના છે.

  3. 3

    ખમણેલું આદુ ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી સાંતળી લેવાનું છે.

  4. 4

    હવે તેમાં સમારેલું કેપ્સીકમ, બાફેલી મકાઈના દાણા અને બાફેલા વટાણા ઉમેરવાના છે.

  5. 5

    પનીરના ટુકડા, બધા જ મસાલા અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  6. 6

    હવે તેમાં તૈયાર કરેલી પાલકની પ્યુરી ઉમેરી તેને પણ બરાબર રીતે મિક્સ કરી એક મિનિટ માટે કુક થવા દેવાની છે.

  7. 7

    કુક કરેલા બાસમતી રાઈસ, લીલી ડુંગળીના સમારેલા લીલા પાન અને સમારેલી કોથમીર ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. જેથી આપણો ગ્રીન ગાર્લિક તવા પુલાવ સર્વ કરવા માટે તૈયાર થઈ જશે.

  8. 8

    મેં આ પુલાવ ને સર્વ કર્યો છે.

  9. 9
  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes