મિક્સ દાળ નો હાંડવો (Mix Dal Handvo Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

  1. 1& 1/2 કપ ચોખા
  2. 1/2 કપચણા ની દાળ
  3. 1/4 કપપીળી મગ ની દાળ
  4. 1/4 કપતુવેર ની દાળ
  5. 1/4 કપઅડદ ની દાળ
  6. 1/4 કપમસુર ની દાળ
  7. 1/2 કપખાટું દહીં
  8. દાળ-ચોખા વાટવા માટે હૂંફાળું પાણી જરૂર મુજબ
  9. 1 કપછીણેલી દૂધી
  10. 1 કપછીણેલું ગાજર
  11. 1 કપઝીણી સમારેલી કોબીજ
  12. 1/2 કપસમારેલી કોથમીર
  13. 1 ટેબલ સ્પૂનઆદુ ની પેસ્ટ
  14. 1 ટેબલ સ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  15. 1 ટેબલ સ્પૂનખાંડ
  16. 1/2 ટી સ્પૂનહળદર
  17. 1/2 ટી સ્પૂનહીંગ
  18. 1/2 ટી સ્પૂનમરી પાઉડર
  19. 2 ટેબલ સ્પૂનતલ
  20. 2 ટેબલ સ્પૂનતેલ
  21. મીઠું સ્વાદ મુજબ
  22. ઈનો પાઉડર જરૂર મુજબ
  23. વઘાર માટે:-
  24. 2 ચમચીતેલ
  25. 1/4 ચમચીરાઈ
  26. ૧ ચમચીતલ
  27. 1/4 ચમચીહીંગ
  28. મીઠા લીમડાનાં પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી દાળ અને ચોખા મિક્સ કરી 2 થી 3 વાર પાણી થી ધોઈ ને 6 થી 7 કલાક માટે પલાડી લેવી.

  2. 2

    7 કલાક પછી તેને 2 થી 3 વાર ધોઈ ચારણી માં નીતારી લેવી. પછી મિકસર જાર માં દહીં અને પાણી નાખીને વાટી લેવું. પછી તેને બે મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં ફીણી આથો લાવવા માટે 7-8 કલાક મૂકી દેવું.

  3. 3

    આથો આવી જાય પછી તેમાં કોબીજ, ગાજર, દૂધી, કોથમીર, આદુ-મરચાં ની પેસ્ટ, ખાંડ, મીઠું, તલ, હીંગ, મરી પાઉડર, હળદર અને તેલ ઉમેરી બરોબર મિક્સ કરી લેવું.

  4. 4

    હવે એક બાઉલમાં 2 ચમચા ખીરૂ લઈ તેમાં ઈનો પાઉડર અને સહેજ પાણી નાખીને મિક્સ કરી લેવું.

  5. 5

    હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, તલ,હીંગ અને લીમડા નો વઘાર કરી તેમાં ખીરૂ પાથરી ને ઉપર તલ ઉમેરી ઢાંકણું ઢાંકી 5-7 મિનિટ માટે ચડવા દેવું.

  6. 6

    પછી તેને પલટાવી બીજી બાજુ પણ શેકી લેવી. અને પછી તેને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવો.

  7. 7

    ગરમાગરમ તૈયાર થયેલ હાંડવા ને સર્વ કરો.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes