મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)

Vandna Raval
Vandna Raval @vkr1517
શેર કરો

ઘટકો

  1. ૩ કપચોખા
  2. ૧ કપઅડદ દાળ
  3. ૨-૩ ચમચી ચણા દાળ
  4. ૧ ચમચીમેથી
  5. ૫-૭ નાના બાફેલા બટાકા
  6. ૨-૩ ડુંગળી લાંબી સુધારેલી
  7. ૨-૩ લીલા મરચા લાંબા સુધારેલા
  8. 1/4 ચમચી હળદર
  9. સ્વાદ મુજબ મીઠું
  10. દાડી મીઠો લીમડો
  11. ૧ ચમચીરાઈ
  12. આદુ નો નાનો કટકા ની પેસ્ટ
  13. નારિયળ ચટણી બનાવવા માટેની સામગ્રી
  14. 1 કપલીલા નારિયેળના કટકા
  15. 1/3 કપદાળીયા
  16. 1-2લીલા મરચા સુધારેલા
  17. 1/2 ચમચીજીરૂ પાઉડર
  18. 1/4 ચમચીમરી પાઉડર
  19. સ્વાદ મુજબ મીઠું
  20. જરૂર મુજબ પાણી
  21. નારિયળ ચટણી વઘારવા માટે ની સામગ્રી
  22. 1-2 ચમચીતેલ
  23. 1 ચમચીરાઈ
  24. 1/2 ચમચીઅડદ દાળ
  25. 1-2સૂકા લાલ મરચા
  26. 8-10મીઠા લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઢોસા નુ ખીરુ બનાવવાની રીત

    મસાલા ઢોસા બનાવવાની રીત મા ઢોસા ની મિશ્રણ બનાવવા માટે સૌ પ્રથમ ચોખા ને સાફ કરી પાણી થી બરોબર ધોઈ લ્યો ને એક તપેલીમાં ૩-૪ ગ્લાસ પાણી નાખી ચોખા ને ૫-૬ કલાક કે આખી રાત પલાડી મૂકો

  2. 2

    હવે બીજી તપેલી માં અડદ દાળ, મેથી લઇ ધોઈ લ્યો ને ૩-૪ ગ્લાસ પાણી નાખી ૫-૬ કલાક કે આખી રાત પલાડી મૂકો, હવે પલાળેલા ચોખા ને મિક્સર જાર માં લઇ જરૂર પ્રમાણે પાણી નાખી પીસી ને ઘટ્ટ પેસ્ટ બનાવી લ્યો લ્યો

  3. 3

    ત્યાર બાદ મિક્સર જાર માં અડદ દાળ ને મેથી નખી જરૂર પ્રમાણે પાણી નાખી પીસી ને ઘટ્ટ પેસ્ટ બનાવી લ્યો, હવે બને પીસેલી દાળ ને ચોખાના મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને ૪-૫ કલાક ઢાંકણ ઢાંકી બંધ કરી ગરમ જગ્યાએ મૂકી દયો જેથી એમાં આથો આવી જાય

  4. 4

    ઢોસા નું શાક બનાવવાની રીત

    હવે ઢોસા સાથે ખવાતા બટાકાનું શાક બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો ત્યાર બાદ એમાં મીઠો લીમડો ને લીલા મરચા નાખી ૧-૨ મિનિટ શેકો ત્યાર બાદ એમાં સુધારેલી ડુંગળી નાખી ૫-૭ મિનિટ સેકી લ્યો.

  5. 5

    ત્યાર બાદ એમાં 1/4 ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ત્યાર બાદ એમાં બાફેલા બટાકા નાખી મિક્સ કરો ને બટાકા નો મસાલો તૈયાર છે

  6. 6

    મસાલા ઢોસા બનાવવાની રીત

    આથો આવેલા મિશ્રણમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો, હવે ગેસ પર એક નોન સ્ટિક પેન ગરમ કરવા મૂકો

  7. 7

    તવી ગરમ થાય એટલે કડછી વડે કે વાટકી વડે તમે જેટલો મોટો ફેલાવી સકો એટલો મોટો ગોળ ગોળ ફેરવી ને ઢોસા બનાવી લ્યો ને બધી બાજુ થી ક્રિસ્પી સેકી લ્યો ને ઢોસો બરોબર શેકાઈ જાય એટલે ઢોસો પોતે તવી ને મૂકી દેશે તૈયાર ઢોસા મા બટાકા નો મસાલો મૂકી ઢોસા ને ગરમ ગરમ પીરસો.

  8. 8

    નારીયલ ની ચટણી બનાવવા રીત

    નારીયલ ની ચટણી બનાવવા સૌપ્રથમ એક જ મિક્સર જાર માં ૧ કપ લીલા નારીયલ ના કટકા,દાળિયા દાળ નાખો એકથી બે લીલા સુધારેલા મરચા,જીરુંનો ભૂકો, મરીનો ભૂકો,સ્વાદ મુજબ મીઠું અને જરૂર મુજબ બે ત્રણ ચમચી પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરો

  9. 9

    ચટણીના વઘાર ની રીત

    સૌ પ્રથમ એક વઘરિયામાં એક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ૧ ચમચી રાઈ,1/2 ચમચી ચણાદાળ,1/2 ચમચી અડદ દાળ નાખી શેકો ત્યારબાદ તેમાં હિંગ સૂકા લાલ મરચા અને મીઠા લીમડાના પાન નાખી વઘાર તૈયાર કરો તૈયાર વઘારને નારીયલ ની ચટણી પર રેડી દો અને ચમચી વડે બરાબર મિક્સ કરી લો

  10. 10

    પછી ઢોસા ને સર્વીગ પ્લેટ મા લઇ સંભાર અને નાળિયેર ની ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna Raval
Vandna Raval @vkr1517
પર

Similar Recipes