એગલેસ પ્લમ કેક (Eggless Plum Cake Recipe In Gujarati)

Isha panera
Isha panera @IshakaZaika

#cookpadgujarati
#cookpadgujarati
#christmas
#cake
આજે ક્રિસમસ છે અને કેક વગર તો ક્રિસમસ અધુરો કહેવાય એટલે આજે હું તમારા સાથે એગલેસ કેક ની રેસિપી શેર કરું છું.જો આ રીતે બનાવશો તો તમારી કેક પણ એકદમ ફુલેલી અને સોફ્ટ બનશે.

એગલેસ પ્લમ કેક (Eggless Plum Cake Recipe In Gujarati)

#cookpadgujarati
#cookpadgujarati
#christmas
#cake
આજે ક્રિસમસ છે અને કેક વગર તો ક્રિસમસ અધુરો કહેવાય એટલે આજે હું તમારા સાથે એગલેસ કેક ની રેસિપી શેર કરું છું.જો આ રીતે બનાવશો તો તમારી કેક પણ એકદમ ફુલેલી અને સોફ્ટ બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
500 થી700 ગ્રામ
  1. 1 કપઓરેન્જ જ્યૂસ
  2. 1 કપમેંદો
  3. 3ટેબલ સ્પૂન. મિલ્ક પાઉડર
  4. 1ટેબલ સ્પૂન. કોકો પાઉડર
  5. 1/2 કપદળેલી ખાંડ
  6. 1/2 કપદૂધ
  7. 1/4 કપતેલ
  8. 1 કપમિક્સ ડ્રાયફ્રુટસ અને બેરીસ
  9. 1 ચમચી તજ પાઉડર
  10. 1 ચમચીલવિંગ પાઉડર
  11. 1 ચમચી બેકીંગ પાઉડર
  12. 1/2 ચમચી બેકીંગ સોડા
  13. 1ટેબલ સ્પૂન. વીનેગર
  14. 1 tspઇલાયચી પાઉડર
  15. ચપટીજાયફળ
  16. ચપટીમીઠું
  17. ગાર્નિશિંગ માટે ટૂટી ફ્રુટી, ડ્રાયફ્રુટ સ

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    સૌ પ્રથમ બધાં ડ્રાયફ્રુટસ અને બેરીઝ ને ઓરેન્જ જ્યૂસ માં 7-8 કલાક પલાળી દો.(જો ટાઈમ ના હોય તો 2 કલાક પણ પલાળી શકો છો.) હવે એક પેન માં 1/3 કપ ખાંડ લઈ 1tbsp. પાણી નાખો.તેને ઘીમાં ગેસ પર હલાવ્યા વગર ઓગાડો.ખાંડ મેલ્ટ થાય પછી હલાવી તેમાં 1/3 કપ પાણી ધીમે ધીમે નાખો.(એકી સાથે ના નાખવું) હવે 2 મિનિટ ઉકાળી કેરેમલ સીરપ બનાવો.

  2. 2

    હવે એક બાઉલમાં દૂધ અને તેલ મિક્સ કરી બીટ કરો.એક ચારણી ઉપર રાખી મેંદો,કોકો પાઉડર,મિલ્ક પાઉડર,દળેલી ખાંડ, મીઠું,અને બધાજ ગરમ મસાલા એડ કરી ચાળી લો.તેમાં પલાળેલી બેરીઝ અને ડ્રાયફ્રુટસ નાખી મિક્સ કરો.તૈયાર કરેલું કરેમલ સીરપ એડ કરો જરૂર લાગે તો દૂધ એડ કરો દૂધ રૂમ ટેમ્પરેચર પર હોવું જોઈએ. કડાઈને પ્રિહિત કરો.છેલ્લે સોડા અને બેકિંગ પાઉડર નાખી વિનેગર એડ કરી મિક્સ કરો.

  3. 3

    બેટર ને કેક ટીનમાં લાઇ 3-4 વાર ટેપ કરી કડાઈમાં મુકો.ઉપર ઈચ્છા મુજબ ગાર્નીશ કરી 50 થી 55 મિનિટ બેક કરો ઠનડું પડે એટલે ડિમોલ્ડ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Isha panera
Isha panera @IshakaZaika
પર

Similar Recipes