તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપમિક્સ શાકભાજી (કોબીજ, ફ્લાવર, રીંગણ,બટાકા,વાલોળ)
  2. 1/2 કપલીલા દાણા(વટાણા,તુવેર, વાલ)
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 2 ટેબલ સ્પૂનધાણાજીરુ
  5. 1/2 ટી સ્પૂનહળદર
  6. 3 ટેબલ સ્પૂનલાલ મરચુ પાઉડર
  7. 1 ટેબલ સ્પૂનગરમ મસાલો
  8. 1 ટેબલ સ્પૂનખાંડ
  9. 2 ટેબલ સ્પૂનલીંબુ નો રસ
  10. વડી માટે:
  11. 1 કપબેસન
  12. 1/2 કપમેથી ની ભાજી
  13. મીઠું સ્વાદ મુજબ
  14. 1/4 ટી સ્પૂનહળદર
  15. 1 ટી સ્પૂનધાણાજીરુ
  16. 1 ટી સ્પૂનલાલ મરચુ પાઉડર
  17. 1 ટી સ્પૂનખાંડ
  18. 1 ટી સ્પૂનલીંબુ નો રસ
  19. 1 ટી સ્પૂનતેલ
  20. ગ્રેવી માટે:
  21. 1ટામેટું
  22. 1ડુંગળી
  23. 4-5કળી લસણ
  24. 1 ટુકડોઆદુ
  25. અન્ય સામગ્રી:
  26. કોથમીર
  27. ચાપડી માટે:
  28. 11/2 કપઘઉં નો લોટ
  29. 1/4 કપરવો
  30. મીઠું સ્વાદ મુજબ
  31. 1 ટી સ્પૂનજીરુ
  32. મુઠી પડતુ મોણ
  33. તળવા માટે તેલ
  34. વધાર માટે ની સામગ્રી
  35. 1/2 કપતેલ
  36. 4-5પાન મીઠો લીમડો
  37. 1 નંગતજ,લવિંગ
  38. 1 ટી સ્પૂનરાઈ
  39. 1 ટી સ્પૂનજીરુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચાપડી ની બધી સામગ્રી મિક્સ કરી ગરમ પાણી થી કઠણ કણક બાંધી લો. એક લુવો લઈ હાથે થી થેપી ને ચાપડી બનાવો.તેલ ગરમ કરી ધીમી આંચે બધી ચાપડી તળી લો.

  2. 2

    ગ્રેવી ની બધી સામગ્રી મિક્સી જાર મા લઈ પીસી લો.

  3. 3

    કઢાઈ મા વધાર માટે તેલ લઈ બધી સામગ્રી એક પછી એક એડ કરો. લીલા દાણા અને સમારેલ શાકભાજી નાખી મીઠું અને હળદર એડ કરી મિક્સ કરો. જરુર મુજબ પાણી નાખી ઢાંકણ ઢાંકી ગેસ ધીમો કરી દો.

  4. 4

    વડી ની બધી સામગ્રી મિક્સ કરી જરુર મુજબ પાણી એડ કરી મિક્સ કરી ગોળ વડી બનાવી શાક મા નાખી મિક્સ કરી ચઢવા દો.

  5. 5

    શાક અને વડી ચઢી જાય એટલે તેમા ગ્રેવી ઉમેરી મિક્સ કરો 11/2 ગ્લાસ જેટલુ પાણી ઉમેરી દો.બધા મસાલા કરી મિક્સ કરી મીડિયમ આંચે થવા દો.

  6. 6

    તાવા ના શાક મા રસો વધારે રાખવાનો હોય છે. ચાપડી ના ટુકડા કરી સર્વિંગ બાઉલ મા લઈ ઉપર ઊંધીયુ નાખી તેવો ચાપડી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes