તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580

શિયાળા નું પૌષ્ટિક ખાણું

શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ લોકો
  1. ૫૦૦ ગ્રામ રીંગણાં
  2. ૧૫૦ ગ્રામ વાલોળ
  3. ૧૫૦ ગ્રામ ગાજર
  4. ૧૦૦ ગ્રામ વટાણા
  5. ૧૦૦ ગ્રામ લીલાં વાલ
  6. ૧૦૦ ગ્રામ લીલાં ચણા
  7. ૨ ચમચીમરચા પાઉડર
  8. ૧ ચમચીધાણજીરૂ
  9. ૧ ચમચીહળદર
  10. 1/2ચમચી હિંગ
  11. 1/4 ચમચી ગરમ મસાલો
  12. તેલ વઘાર માટે
  13. થી ૧૦ કળી ની લસણ ની ચટણી
  14. મીઠું સ્વાદાનુસાર
  15. ચાપડી માટે
  16. ૫૦૦ ગ્રામ ઘઉં નો લોટ
  17. ૫૦ ગ્રામ રવો
  18. ૧ ચમચીસફેદ તલ (તલ ને ગરમ પાણીમાં પલાળીને નાખવા જેથી ખરી ના જાય)
  19. 1/4 ચમચી સાજી ના ફૂલ (ખાવાનો સોડા)
  20. ૨ મોટા ચમચાતેલ(મોણ માટે)

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રીંગણાં,ગાજર,બટેટા.વાલોળ ને ઝીણા સમારવા..૩ મોટા ચમચા તેલ વઘાર માટે મૂકી તેમાં હિંગ,હળદર,લસણ ની ચટણી નાખી તેલ લાલ થાય એટલે બધું જ સમારેલું શાક નાખીને ઉપર મુજબ ના મસાલા નાખી ૫ મિનિટ સુધી હલાવવું....

  2. 2

    એકદમ ભળી જાય એટલે તેમાં શાક ભરપૂર ડૂબે તેટલું પાણી નાખીને બાફવા દેવું...

  3. 3

    લગભગ ૨૦ થી ૨૫ મિનિટ માં તવા ભાજી તૈયાર થઈ જશે...

  4. 4

    ચાપડી નો અધકચરો ભૂકો કરીને તેના પર રસદાર તવાભાજી ગરમ ગરમ પીરસવું...

  5. 5

    ચાપડી બનાવવા માટે સૌ પ્રથમ બધી સામગ્રી મિક્સ કરીને થોડું થોડું પાણી ઉમેરતા જવાનું

  6. 6

    થોડો કઠણ થોડો ઢીલો લગભગ ભાખરી જેવો લોટ બાંધી ને મોટા લુવા કરીને નાના નાના ગોળ જરાક જાડા વણવા

  7. 7

    ફૂલે નહિ તેથી ચાકુ થી કાપા પાડીને ૫ મિનિટ સૂકવીને લાલ રંગના થાય એટલે ઉતારી લેવા....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jo Lly
Jo Lly @cook_27486580
પર

Similar Recipes