તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

#CB10
#Week10
સૌરાષ્ટ્રમાં રાજકોટ સાઈડમાં લોકો ખાવા પીવાની વસ્તુ ઓ માં અવનવી વાનગીઓ બનાવવા નાં શોખીન હોય છે..આ એક ઉંધિયું ( તાવો )અને પૂરી ( ચાપડી ) નેં કંઈક અલગથી બનાવી ને ખાવા ની મજા ઓર જ હોય છે.. આમાં પણ બધા ની રીત અલગ અલગ હોય છે ‌.ઘણા લોકો શાક ટુકડા માં રહેવા દે છે.. હું શાક ની ગ્રેવી તૈયાર કરી લઉં છું.જેથી ખાવા ની મજા ઓર આવી જાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ચાપડી માટે ની સામગ્રી
  2. 2 વાટકીઘઉં નો કરકરો લોટ
  3. 2 ચમચીરવો
  4. 1 ચમચીજીરું
  5. 2 ચમચીઘી
  6. 1 ચમચીઅજમો
  7. 1 ચમચીહિંગ
  8. 2 ચમચીતેલ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. તાવા માટે સામગ્રી
  11. 1બટાકા
  12. 1 કપફલાવર સમારેલી
  13. 1 કપકોબીજ
  14. 1રીંગણ
  15. 1 કપતુવેર દાણા
  16. 1કેપ્સિકમ
  17. 1 કપસુરતી પાપડી
  18. 1 કપવટાણા
  19. 2 ચમચીસમારેલી કોથમીર
  20. 1 કપટામેટા
  21. 1 કપસમારેલી ડુંગળી
  22. 1 ચમચીલસણની પેસ્ટ
  23. 1 ચમચીધાણાજીરૂ
  24. 1/2 ચમચીહળદર
  25. 2 ચમચીલાલ કાશ્મીરી મરચું
  26. 3 ચમચીતેલ
  27. 2લીલાં મરચાં
  28. 1 ટુકડોઆદુ
  29. 1સુકું લાલ મરચું
  30. 1 ચમચીગરમ મસાલો
  31. ્1 લીંબુ નો રસ
  32. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં નો કરકરો લોટ અને રવો મિક્સ કરો અને તેમાં અજમો અને જીરું અને મીઠું, હિંગ નાખી ને અંદર ઘી અને તેલ નું મોણ નાખી કઠણ લોટ બાંધવો.તેના લુઆ બનાવી ને હાથ થી થેપી ને ઘીમે તાપે તળી લો.

  2. 2

    હવે એક કુકરમાં બધા શાકભાજી કાપી લો અને એક ગ્લાસ પાણીમાં મીઠું, હળદર નાખી ને ઢાંકણ ઢાંકી દો અને ત્રણ સીટી પાડી દો.. હવે કુકર ઠંડુ થવા દો અને પછી તેમાં બ્લેન્ડર ફેરવી ક્રશ કરી લો.. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમા ડુંગળી નાખી ને સાંતળો પછી તેમાં લસણની પેસ્ટ નાખો અને પછી ટામેટા ઉમેરી ને બરાબર સાંતળો પછી તેમાં બધો મસાલો નાખીને તાવો નાખી ને ઉકાળો..

  3. 3

    બરાબર તેલ છુટું પડે એટલે ઉતારી તેમાં કોથમીરથી નાખી ને લીંબુ નો રસ મેળવી લો.. હવે ચાપડી ને હાથ થી ટુકડા કરી લો અને ઉપર તાવો રેડી દો ડુંગળી અને ટામેટાની કચુંબર સાથે તળેલા લીલાં મરચાં અને છાશ સાથે પીરસો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

Similar Recipes