આંધ્ર સ્ટાઈલ મરચાં ભજીયા (Mirchi Bajji Recipe In Gujarati)

આંધ્ર શૈલીની મિર્ચી બજ્જી કે મીરાપકાયા બજજી એ લીલા મરચાંને ફ્રાય કરીને અને પછી તેમાં કાપેલી ડુંગળી અને લીંબુના રસના મિશ્રણથી સ્ટફ કરીને બનાવવામાં આવેલું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આને નાસ્તા તરીકે અથવા ભોજનની બાજુમાં પીરસવામાં આવે છે.
#WK1
#mirapakayabajji
#stuffedmirchibajji
#bharelamarchabhajiya
#chillypakoda
#marchabhajiya
#cookpadgujarati
#cookpadindia

રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં લોટ, મીઠું, અજમો, સોડા, હળદર, લાલ મરચું પાવડર અને આદુ લસણની પેસ્ટ સારી રીતે મિક્સ કરો. તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને મિડિયમ ખીરું તૈયાર કરી લો.
- 2
કડાઈમાં તેલ ગરમ કરી મરચાંને બેટરમાં બોળી સારી રીતે કોટ કરીને મધ્યમ આંચ પર સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
- 3
સ્ટફિંગ માટે એક બાઉલમાં ડુંગળી, મરચાં, લાલ મરચાંનો પાવડર, કોથમીર, લીંબુનો રસ અને ધાણાજીરું મિક્સ કરી લો.
- 4
હવે, ભજિયાંમાં વચ્ચે ચીરો કરી ખોલી તૈયાર કરેલ સ્ટફિંગ ભરી લો.
- 5
આ મિર્ચી બજ્જીને ગરમા ગરમ ચા કે કોફી સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (9)