ઓટ્સ ઉપમા(Oats Upma Recipe in Gujarati)

Shruti Hinsu Chaniyara
Shruti Hinsu Chaniyara @shruti_22
Ahmedabad

#GA4
#week5
સરળ રીતે બનતા અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદકારક એવા ઓટ્સ ઉપમા. ડાયટ કરતા હોય તેના માટે તો ઉત્તમ ગણાય.

ઓટ્સ ઉપમા(Oats Upma Recipe in Gujarati)

#GA4
#week5
સરળ રીતે બનતા અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદકારક એવા ઓટ્સ ઉપમા. ડાયટ કરતા હોય તેના માટે તો ઉત્તમ ગણાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
૧ વ્યક્તિ માટે
  1. ૧ વાટકીઓટ્સ
  2. ૧ વાટકીગાજર, બીટ, મકાઈ ના દાણા અથવા તમને જે ગમે તે બધી વસ્તુ
  3. સમારેલી ડુંગળી
  4. ૧ ચમચીઘી
  5. 1/2ચમચી રાઈ
  6. ૫-૬ મીઠા લીમડા ના પાન
  7. ૧ ચમચીલીંબુ
  8. 1/2ચમચી ખાંડ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. પાણી

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    ૧ તપેલી માં ૨ વાટકી પાણી ગરમ મૂકી તેમાં ૧ વાટકી સમારેલું સલાડ નાખી ૫-૭ મીનીટ ઉકાળવા દેવું (મે એમાં બીટ ઉમેર્યું છે એટલે એનો કલર લાલ થઇ ગયો છે)

  2. 2

    હવે એક કડાઈમાં ઓટ્સ નાખી ને અને ૧-૨ મિનિટ સુધી સાંતળો. પછી તેને અલગ વાસણ માં કાઢી ને ઠંડુ થવા એક બાજુ મૂકી દેવું

  3. 3

    હવે એજ કડાઈ માં ૧ ચમચી ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ અને મીઠા લીમડા ના પાન નાખી દેવા, હવે રાઈ ફૂટી જાય એટલે તેમાં ડુંગળી નાખી ને ૨-૪ મિનિટ સુધી સાંતળો. (જો કોઈ સૂકા મેવા નાખવા હોય તો સમારી ને ડુંગળી નાખ્યા પછી ઉમેરી સકો છો, સૂકા મેવા નાખવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને ડાયટ માં પણ ફાયદો થાય છે)

  4. 4

    ડુંગળી ચડી જાય એટલે તેમાં ઓટ્સ નાખી ને બરાબર મિક્સ કરી ૧ મિનીટ ચડવા દેવું ધ્યાન રાખવું કે નીચે ચોંટી ના જાય. હવે તેમાં બાફેલું સલાડ પાણી સાથે જ નાખી દેવું અને ૫ મિનિટ માટે ચડવા દેવું. સ્વાદ અનુસાર મીઠું નાખી દેવું. હવે પાણી બધું બરી ગયા પછી ગેસ નીચે ઉતારી લીંબુ અને ખાંડ નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો. (ખાંડ optional છે)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shruti Hinsu Chaniyara
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes