પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૩૦૦ગ્રામ પનીર
  2. ૩ નંગડુંગળી+ ૧ નંગ ડુંગળી
  3. ૩ નંગટામેટા
  4. કેપ્સિકમ
  5. ૧/૨ કપમોળું દહીં
  6. ૧ ટીસ્પૂનહળદર
  7. ૧ ટીસ્પૂનમીઠું
  8. ૧ ટીસ્પૂનપંજાબી ગરમ મસાલો
  9. કળી લસણ
  10. ૧ ટુકડોઆદુ
  11. ૧ નંગલીલું મરચું
  12. ૨ ટીસ્પૂનબટર
  13. ૩ ટીસ્પૂન તેલ
  14. ૧/૨ ટીસ્પૂનહિંગ
  15. ૨ નંગતજ
  16. ૨ નંગતમાલપત્ર
  17. ૩ નંગલવિંગ
  18. ૩ નંગમરી
  19. ૨ નંગઇલાયચી
  20. ૨ ટીસ્પૂનલીલા ધાણા
  21. શાક નો ખડા મસાલો બનાવવા માટે
  22. ૨ ટીસ્પૂનઆખા ધાણા
  23. ૩ ટીસ્પૂનજીરુ
  24. ૬ નંગમરી
  25. ૫ નંગસુકા લાલ મરચા
  26. તજ નાં ટુકડા
  27. ૧ નંગએલચો
  28. ચક્ર ફુલ
  29. ૧ ટીસ્પૂનલાલ મરચું
  30. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ખડા મસાલા ને ૨ થી ૩ મિનિટ કોરા શેકી લો, ઠંડુ પડે એટલે મીક્ષરમાં કરકરુ ક્રશ કરી લો, ડુંગળી, ટામેટાં, ના મોટા ટુકડા કરી લો, ત્યાર બાદ લસણ, આદુ સાથે ૧ ટીસ્પૂન તેલ મા ૨ થી ૩ મિનિટ સુધી સાંતળો, ઠંડુ પડે એટલે મીક્ષરમાં ક્રશ કરી લો

  2. 2

    પનીર ના ચોરસ ટુકડા કરો, ડુંગળી અને કેપ્સિકમ નાં ચોરસ ટુકડા કરો, એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં ઉમેરો અને સાંતળી લો, પછી પનીર નેં પણ સાંતળી લો તેમાં મીઠું અને ખડા મસાલા ઉમેરી સાઈડ પર મુકો

  3. 3

    એક કઢાઈમાં બટર અને તેલ વઘાર માટે મુકો
    તજ લવિંગ, ઇલાયચી,તજ પત્તા, સુકા મરચા હીંગ, હળદર, મુકી તૈયાર થયેલ ગ્રેવી ને રેડી દો, તેમાં સાંતળેલા ડુંગળી, કેપ્સિકમ, પનીર ને ઉમેરો તેમાં પંજાબી ગરમ મસાલો ખડા મસાલો, લાલ મરચું પાઉડર ઉમેરી, તેલ છુટું પડે ત્યાં સુધી હલાવતા રહો, છેલ્લે મોળું દહીં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો, લીલા ધાણા ભભરાવી દો

  4. 4
  5. 5
  6. 6

    મેં અહીંયા સર્વ કર્યું છે, ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ (10)

Similar Recipes