કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

#CB10
#Week10
છપ્પન ભોગ રેસિપી
શિયાળા ની ઋતુ માં તલ ખાવા થી શરીર ને ઉર્જા મળે છે . કાળા તલ માં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ કેન્સર ની કોશિકાઓ ને વધતી અટકાવે છે .કાળા તલ નું સેવન કરવાથી વાળ ખરતા અટકે છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ કાળા તલ
  2. ૧ બાઉલ દેશી ગોળ
  3. ૧ બાઉલ ખજૂર
  4. ૧ ચમચીખસખસ
  5. ૧ બાઉલ ટોપરા નું છીણ
  6. ૧ ચમચીગંઠોડા પાઉડર
  7. ૧ ચમચીસૂંઠ પાઉડર
  8. ૪ ચમચીતલ નું તેલ
  9. ૪ ચમચીમગજતરી ના બી
  10. /૪ બાઉલ ડ્રાય ફ્રૂટ્સ ના ટુકડા
  11. કાજુ ના ફાડા અને ટોપરા નું છીણ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તલ ને સાફ કરી મિક્સર જાર માં લઈ અધકચરા ક્રશ કરવા.

  2. 2

    પછી તેમાં ગોળ અને ખજૂર નાખી ને ક્રશ કરવું.ત્યારબાદ તેમાં ગંઠોડા પાઉડર, સૂંઠ પાઉડર, તલ નું તેલ, ટોપરા નું છીણ, મગજતરી ના બી અને ડ્રાય ફ્રૂટ્સ ના ટુડા એડ કરી ક્રશ કરવું.

  3. 3

    મિશ્રણ બરાબર રીતે મિક્સ થાય પછી એક બાઉલ માં કાઢી ને મસળવું. પ્લેટ માં લઈ ઉપર કાજુ અને ટોપરા ના છીણ થી ગાર્નિશ કરવું.

  4. 4

    તૈયાર છે કાળા તલ નું કચરિયું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes