બ્રેડ રગડો (Bread Ragdo Recipe In Gujarati)

Bhavana Mankad
Bhavana Mankad @bhavana3001

શિયાળામાં ગરમા ગરમ રગડો ખાવાની મજા આવે છે.

બ્રેડ રગડો (Bread Ragdo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

શિયાળામાં ગરમા ગરમ રગડો ખાવાની મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 મોટું બાઉલલીલા વટાણા
  2. 4બટાકા
  3. 1 પેકેટબ્રેડ ની નાની સ્લાઈસ
  4. 3ચટણી લીલી ચટણી
  5. લસણની ચટણી
  6. ખજૂર આંબલી ની મીઠી ચટણી,
  7. જીણી સમારેલી ડુંગળી
  8. 2 ટામેટાં
  9. સેવ જરૂર મુજબ
  10. બી (શીંગદાણા ) જરૂર મુજબ
  11. કોથમીર જરૂર મુજબ
  12. રૂટિન મસાલા
  13. 2 -3 ચમચી તેલ
  14. 1/2 ચમચી રાઈ
  15. 4 -5 લીમડો
  16. 1 તજ
  17. 2 લવિંગ
  18. 2 આખા મરચા
  19. ચપટી હિંગ
  20. ચપટી હળદર
  21. 1 ચમચી મરચાનો ભૂકો
  22. 1/2 ચમચી ધાણાજીરું
  23. 1/4 ચમચી આમચૂર પાઉડર
  24. 1/2 ચમચી ગરમ મસાલો
  25. સ્વાદ પ્રમાણે મીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કુકરમાં વટાણા અને બટાકા બાફી લેવા

  2. 2

    ચારથી પાંચ સીટીઓ વગાડવી

  3. 3

    ત્યારબાદ કુકર ઠંડુ પડે પછી કડાઈમાં બે-ત્રણ ચમચી તેલ રાઈ, લીમડો, તજ,લવિંગ,આખા મરચા હિંગ નાખી વેટના પાણી સાથે વઘારવું.

  4. 4

    ત્યાર બાદ બટાટાને અધકચરા છૂંદી ને નાખવા

  5. 5

    ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું નાખવું

  6. 6

    પછી હળદર,મરચાનો ભૂકો, ધાણાજીરું,આમચૂર પાઉડર,ગરમ મસાલો વગેરે નાખી ને 10મિનિટ ઉકાળવો

  7. 7

    પછી નીચે ઉતારી લેવું

  8. 8

    એક બાઉલ માં રગડો લઈ તેમાં બ્રેડ ના નાના ટુકડા, ટામેટાં, સેવ,
    જીની સમારેલી ડુંગળી,મસાલા બી,લીલી ચટણી,લાલ ચટણી, ખજૂર આંબલી ની ચટણી અને ખોથમિર નાખવી

  9. 9

    તો તયાર છે ટેસ્ટી બ્રેડ રગડો......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavana Mankad
Bhavana Mankad @bhavana3001
પર

Similar Recipes