ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પ્રેશર કુકર માં સ્ટેન્ડ પર ચારણી મૂકી તેમાં બે વિસલ થી આમળા બાફી લો...પ્રેશર રિલીઝ થાય એટલે આમળા માં થી ઠળિયા કાઢીને સાઈડ પર રાખો.
- 2
ચ્યવનપ્રાશ મસાલા માટે ના પાઉડર સિવાયના બધા જ ખડા મસાલા એક મિક્સર જારમાં ક્રશ કરી લો..પછી તેમાં કેસર સિવાય ના બધા પાઉડર મસાલા ઉમેરી ફરી એક વાર મિક્સર ચલાવી મિક્સ કરી લો.આ મિશ્રણ ને ચાળી લો.હવે એ જ જારમાં બોઈલ આમળા ની પેસ્ટ બનાવો.
- 3
એક પેનમાં 1/2 ઘી મૂકી આમળા ની પેસ્ટ સાંતળો...પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી ચલાવતા રહો.હવે બાકીનું ઘી, ડ્રાયફ્રુટ પાઉડર અને સમારેલો ગોળ ઉમેરી ચલાવતા રહો...ગોળ બરાબર ઓગળીને મિક્સ થાય એટલે મધ ઉમેરો..હવે એકદમ શાઈન આવી જશે..પેનમાં ઘી છૂટું પડે એટલે મસાલા પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો...છેલ્લે કેસર વાળું દૂધ ઉમેરી બે મિનિટ ચલાવો...ગેસ બંધ કરો..તૈયાર છે રોગ પ્રતિકારક, શક્તિવર્ધક ચ્યવનપ્રાશ..ઠંડો થાય એટલે એરટાઈટ કન્ટેનર માં ભરી લો.સવારે નરણા કોઠે એક થી બે ચમચી લઈ શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર ચ્યવનપ્રાશ(Kesar Chyavanprash recipe in Gujarati)
#GA4 #week15#Herbal#Jaggeryપોસ્ટ -22 આ ચ્યવનપ્રાશ શિયાળા માં ખાસ ઔષધિ તરીકે લેવામાં આવે છે...સ્વાદમાં ખાટો-મીઠો-તીખો અને ચટપટો લાગે છે....વિટામિન "C" અને કેલ્શિયમ ફાઇબર્સ થી ભરપૂર છે...શક્તિવર્ધક...રોગપ્રતિકારક અને ઉર્જાયુક્ત છે...સવારમાં એક ચમચી લેવાથી ખૂબ એનર્જી પ્રદાન કરે છે.... Sudha Banjara Vasani -
-
ચ્યવનપ્રાશ(Chyawanprash Recipe in Gujarati)
#Cookpad mid - Week challenge#Immunity recipes#MW1આમળાંના ૧૦૦ ગ્રામ જેટલા રસમાં ૯૨૧ મિ.ગ્રા. તથા ગરમાં ૭૨૦ મિ.ગ્રા. જેટલું વિટામિન સી મળી આવે છે.આ ફળ 'વિટામિન સી'નો સર્વોત્તમ ભંડાર ગણાય છે. આમળાં દાહ, પાંડુરોગ, રક્તપિત્ત, અરુચિ, ત્રિદોષ, દમ, ખાંસી, શ્વાસ રોગ, કબજિયાત, ક્ષય, છાતીના રોગ, હૃદય રોગ, મૂત્ર વિકાર આદિ અનેક રોગોને નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે. શરીરની ચરબી ઘટાડીને મોટાપો દૂર કરે છે. માથા પર આવેલા વાળને કાળા, લાંબા અને જાડા રાખે છે. વિટામિન સી એવું નાજુક તત્વ હોય છે જે ગરમીના પ્રભાવને કારણે નષ્ટ થઇ જાય છે, પરંતુ આમળાંમાં રહેલું વિટામિન 'સી' નષ્ટ થતું નથી. Jigisha Modi -
-
-
ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati)
#Immunityચ્યવનપ્રાશ ઇમ્મયુંનીટી વધારવાની એક આયુર્વેદિક ફોર્મ્યુલા છે આમાં ઘણી બધી જડી બુટી નો ઉપયોગ થાય છે એટ્લે એના સેવન થી ઋતું મા ફેર ફાર થાય તો પણ આપણે બીમાર ના પડીએ સર્દી ઉધરસ કઈ પણ નથી થતું આનાથી તમારા હાડકા પણ મજબૂત બનેછે ને તમારી સ્કિન મા પણ કરચલી નથી પડતી ને બાર કરતા આપનું ઘરે બનાવેલું ખાશો તો બાર નુ ભૂલી જશો તો ચાલો આપણ તેની રેસિપી જોઈએ. Shital Jataniya -
-
ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe in Gujarati)
#GA4#Week11રોગપ્રતિકારક શક્તિ વધારતું વિટામિન સી થી ભરપૂર આમળાનું ચ્યવનપ્રાશ... Ranjan Kacha -
-
ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati)
#FFC1#Week1 આમળા માં વિટામિન સી ભરપૂર માત્રા માં હોય છે .આમળા પોષક તત્વો નું એક પાવર હાઉસ છે .આમળા નું સેવન અથાણું , જ્યુસ , કેન્ડી , મુરબ્બો અને ચ્યવનપ્રાશ ના રૂપ માં કરવામાં આવે છે .આમળા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે . Rekha Ramchandani -
ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati)
મે પેલી જ વાર બનાવ્યું છે, પણ ખૂબ સરસ થયું છે.તમે પણ ટ્રાય કરજો. Anupa Prajapati -
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
આજે ઈન્ટરનેશનલ ચા (ટી) દિવસ છે, તો મસાલા વગર ની ચા તો કોને પસંદ હોય તો મેં મારા હાથ નો સ્પેશિયલ મસાલા ચા નો મસાલા ની રેસિપી લઈને આવી છું તમને જરૂર ગમશે. Minal Rahul Bhakta -
-
-
ચ્યવનપ્રાશ(Chyavanprash recipe in Gujarati)
#GA4#Week11આ શિયાળાનું બેસ્ટ ઔષધ શક્તિ વર્ધન વસાણું છે જે અમે દર શિયાળામાં ઘરે જ બનાવીએ છીએ પરફેક્ટ માપ સાથે મેં આજે આમળાનું ચ્યવનપ્રાશ બનાવેલું છે. Komal Batavia -
ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati)
ફૂડ ફેસ્ટિવલ - 1#FFC1#વિસરાતી વાનગીજો કોઈ વ્યક્તિ શારીરિક રીતે નબળુ હોય અથવા તો તેને ઠંડી વધારે લાગતી હોય તો સૌથી પહેલા તેને ચ્યવનપ્રાશ ખાવાની સલાહ આપવામાં આવે છે. ચ્યવનપ્રાશ શિયાળામાં ખૂબ જ ફાયદાકારક અને લાભદાયી છે. તેને બનાવવા માટે અનેક જડીબુટ્ટીઓનો ઉપયોગ થાય છે જે ખાવાથી શરીરમાં નવી ઉર્જા ઉત્પન્ન થાય છે.શરીરની ઈમ્યુનિટી વધારે છે અને રોગ સામે લડવાની શક્તિ આપે છે. યાદ શક્તિ વધારે છે. ભોજનને પચાવવામાં મદદ કરે છે. ચ્યવનપ્રાશની તાસીર ગરમ હોવાથી તમને ઠંડીથી બચાવે છે. ગળામાં જામેલા કફને દૂર કરે છે. તમે તેને ગરમ દૂધમાં નાંખીને પણ પી શકો છો. વધતા કોલેસ્ટ્રોલથી હેરાન રહેતા લોકોને પણ મદદ કરે છે. રક્તનો પ્રવાહ સુધારે છે અને હ્રદય સાથેની સમસ્યાઓમાં પણ લાભદાયી છે. Juliben Dave -
-
-
-
ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati)
#FFC1#ફૂડ ફેસ્ટિવલ1 શિયાળાની ઋતુમાં આંબળા ભરપૂર પ્રમાણમાં આવતા હોવાથી આપણે ચ્યવનપ્રાશ બનાવી તેનો ઔષધીય ગુણોનો લાભ સારી રીતે લઈ શકીએ છીએ.વડી વતૅમાન કોરોના કાળમાં આપણા પરિવારની તંદુરસ્તી જાળવવા માટે પણ આ ચ્યવનપ્રાશ ખૂબ જ મદદરૂપ બને છે.તેથી ચોક્કસ મારી આ રેશીપી બનાવી પરિવાર ની હેલ્થ જાળવશો.એવો હું વિશ્વાસ રાખું છું. Smitaben R dave -
ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati)
#winter#cookpadgujrati#cookpadindiaશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને આમળા પણ ખૂબ સરસ આવવા લાગ્યા છે.મારુ માનવુ છે કે શિયાળા મા કોઈ પણ રીતે આમળા ખાવા જોઈએ અને તેનો બેસ્ટ ઓપ્શન છે ચયવનપરાશ. આ રેસીપી ચોક્કસ ટ્રાઈ કરજો. Bhavini Kotak -
-
ચ્યવનપ્રાશ (Chyavanprash Recipe in Gujarati)
#૨૦૧૯ આમળાં શરીર માટે અમૃત સમાન છે. ચ્યવનપ્રાશ માં આમળાં મુખ્ય ઘટક છે.જે એક શક્તિશાળી એન્ટી ઓકસીડેન્ટ માનવામાં આવે છે. ચ્યવનપ્રાશ ના નિયમિત સેવન થી ઘણી બધી તકલીફ માંથી છુટકારો આપશે. હું મારા પરીવાર માટે દર વર્ષે બનાવુ છું. મારી રેસીપી પરફેક્ટ છે અને આખું વર્ષ સરસ રહે છે. દરેક ઘટકો હર્બલ છે.૨૦૧૯ ની મારી મનપસંદ વાનગી છે. Bhavna Desai -
-
-
રાજગરાની મસાલા રાબ(Rajgira Masala Raab Recipe In Gujarati)
#Immunityપોસ્ટ - 1 રાજગરો (Amaranth flour) પ્રોટીન થી ભરપૂર છે.ઉત્તમ રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે.ઓક્સિજન લેવલ ને બેલેન્સ કરે છે.વેઈટ લોસ કરે છે...તેમાં મેં ગોળ, સુંઠ, કાળા મરી અને ગંઠોડા પાઉડર, સીતોપલાદિ ચૂર્ણ તેમજ ડ્રાયફ્રુટ પાઉડર જેવા રીચ ઘટકો-મસાલા ઉમેર્યા છે..આ રાબ સવારે અને રાત્રે સૂતી વખતે પીવાથી રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે... Sudha Banjara Vasani -
-
ચા મસાલો (Tea Masala Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiકહેવાય છે ને કે જેની સવારની ચા બગડે એનો આખો દિવસ બગડે.....આમ તો ચા બધા બહુ પ્રકારની હોય છે જેવી કે આદુવાળી ચા, મસાલા ચા, લીંબુ ની ચા, ગ્રીન ટી, તુલસી ફુદીના ચા વગેરે...મેં INSTANT TEA MASALA બનાવ્યો છે જે એકદમ easy છે અને જલ્દી બની જાય એવો છે..Tips :: શિયાળામાં ચા મસાલો થોડો strong જોઈએ એટલે વરિયાળી અને ઈલાયચી થોડી ઓછી નાખવી ..ઉનાળામાં ચા મસાલો બનાવો તો તેમાં વરિયાળીની અને ઈલાયચી ની માત્રા થોડી વધારી લેવી. Khyati's Kitchen -
ચ્યવનપ્રાશ (હર્બલ) (Chywanprash Recipe In Gujarati)
#GA4#Week15#Herbal#Goodforhealth#MorningFreshner Swati Sheth -
ચા નો મસાલો (Cha Masalo Recipe In Gujarati)
#SQ ચા દરેક ને ઘેર લગભગ બનતી હોઈ છે સવાર ની શરૂઆત જ એનાથી થતી હોઈ છે ચા માં સ્વાદ વધારવા આદુ, ઈલાયચી, કે ચાના મસાલાનો ઉપયોગ થઇ છે, એટલે મેં ચા નો મસાલો ઘેર તમારી રીતે બનાવ્યો પણ જાવન્ત્રી ઉમેરી છે Bina Talati
More Recipes
ટિપ્પણીઓ (12)