સુરતી પાપડી નું શાક (Surti papadi nu Shaak recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#WK4
#cookpadindia
#cookpad_gujarati
Winter Kitchen Challenge
શિયાળા ની સિઝનમાં અનેક પ્રકારના લીલા શાકભાજી મળે છે અને અલગ અલગ પ્રકારની પાપડી બજારમાં જોવા મળે છે.તેમાં સુરતી પાપડી નું શાક મને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં ટેસ્ટી લાગે છે. સુરતી પાપડીના શાકમાં બધો લીલા મસાલો એડ કરવાથી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 500 ગ્રામસુરતી પાપડી
  2. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  3. 1 ચમચીલસણ ની પેસ્ટ
  4. 2 ચમચીકોથમીર બારીક સમારેલી
  5. 2 ચમચીલીલુ લસણ બારીક સમારેલું
  6. 2ચમચા તેલ
  7. 1 ચમચીરાઈ
  8. 1 ચમચીઅજમો
  9. 1 ચમચીહળદર
  10. 1 ચમચીલાલ મરચુ પાઉડર
  11. 1 ચમચીધાણાજીરું
  12. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાપડી ને ધોઈને સાફ કરવી દાણાવાળી પાપડી માંથી દાણા કાઢી લેવા અને પાપડીની નસો કરીને આખી રહેવા દેવી

  2. 2

    એક કડાઈમાં તેલ મૂકી ગરમ કરો. તેલ ગરમ થાય એટલે રાઈ એડ કરો પછી તેમાં અજમો અને હિંગ એડ કરો. આદુ-લસણ-મરચાંની પેસ્ટ એડ કરીને બે સેકન્ડ માટે સાંતળો પછી તેમાં હળદર એડ કરો. સુરતી પાપડી અને મીઠું એડ કરી બધું બરાબર હલાવી ઢાંકી ને શાક ને કુક થવા દેવું.

  3. 3

    પાપડી ના શાક ને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી ચોંટી ન જાય. શાક થઈ જાય પછી તેમાં લીલું લસણ, કોથમીર અને લાલ મરચું એડ કરી બરાબર હલાવી લેવું.

  4. 4

    સુરતી પાપડી નું શાક સર્વ કરવા માટે રેડી છે તેને દાળ ભાત અને રોટલી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes