પાલક પત્તા ચાટ (Spinach Leaves Chaat Recipe In Gujarati)

Divya Patel
Divya Patel @chefdivya2808
શેર કરો

ઘટકો

1 કલાક
2 લોકો માટે
  1. ક્રિસ્પી પાલક પત્તા બનાવા માટે
  2. 10-12પાલક ના મોટા પત્તા
  3. 1 કપબેસન
  4. મીઠુ સ્વાદ પ્રમાણે
  5. 1/2 ટી સ્પૂનહળદર
  6. ગળ્યું દહીં બનાવા માટે
  7. 1 કપદહીં
  8. 3 ટી સ્પૂનખાંડ
  9. 1/4 ટી સ્પૂનસંચર
  10. 1/4 ટી સ્પૂનજીરું પાઉડર
  11. 1/4 ટી સ્પૂનમરી પાઉડર
  12. મીઠુ સ્વાદ પ્રમાણે
  13. ખજૂર આંબલી ની ચટણી બનાવા માટે
  14. 200 ગ્રામખજૂર
  15. 20 ગ્રામઆંબલી
  16. 1 કપગોળ
  17. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  18. 1 ટી સ્પૂનજીરું પાઉડર
  19. 1/2 ટી સ્પૂનચાટ મસાલો
  20. 1/2 ટી સ્પૂનસંચર
  21. ધાણા મરચા ની ચટણી બનાવા માટે
  22. 1 કપઝીણા સમારેલા ધાણા
  23. 3 નંગલીલા મરચાં
  24. 1/2લીંબુ નો રસ
  25. મીઠુ સ્વાદ પ્રમાણે
  26. મસાલો બનાવા માટે
  27. 2બાફેલા બટાકા
  28. 1/2 કપબાફેલા કાળા ચણા
  29. 1ઝીણી સમારેલી ડુંગળી
  30. ગાર્નીશિંગ માટે
  31. ઝીણી સેવ
  32. 1/2 કપઝીણા સમારેલા dhana

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ પાલક ના 12 થી 15 મોટા પત્તા ને સારી રીતે ધોઈ ને લૂંછી લેવા. ત્યાર બાદ ઉપર જણાવ્યા પ્રમાણે બેસન લઇ તેનું ખીરુ તૈયાર કરવું. પછી પાલક ના આખા પત્તા ને તેમાં બોળી કુરકુરા થાય ત્યાં સુધી તેલ માં ધીમાં ગેસ પર તળી લેવા.

  2. 2

    ત્યાર બાદ બાફેલા બટાકા, કાળા ચણા અને ડુંગળી ને મિક્સ કરી તેમાં 1 ટી સ્પૂન લાલ મરચું, 1/2 ટી સ્પૂન ચાટ મસાલો અને સંચર ઉમેરી મિશ્રણ તૈયાર કરીશ લેવું.

  3. 3

    તેના પછી ઉપર જણાવ્યા મુજબ ગળ્યું દહીં બનાવા માટે ની સામગ્રી લઇ મિક્સ કરી લેવું અને તેને ઠંડુ થવા માટે ફ્રિજ માં મૂકવું.

  4. 4

    ત્યારબાદ ખજૂર આંબલી ની ચટણી માટે ખજૂર ના બીજ કાઢી ખજૂર અને આંબલી ને બાફી લેવા. બંને વસ્તુ બરાબર પોચી થાય ત્યાં સુધી બાફી લેવા. બફાઈ ગયા બાદ ઉપર મુજબ ની વસ્તુ ઉમેરી તેને હલાવી ને થોડી વાર સુધી ધીમા ગેસ પર ગરમ કરી લેવી. ગરમ કર્યા બાદ થોડી વાર સુધી ઠંડી કરી લેવી.

  5. 5

    એ જ પ્રમાણે ધાણા અને મરચા ની ચટણી તૈયાર કરી લેવી.

  6. 6

    બધું તૈયાર થયાં બાદ પાલક ના પત્તા પર સૌ પ્રથમ મસાલો મૂકી તેના ઉપર લીલી અને ખજૂર અમલી ની ચટણી મૂકી અને એના ઉપર ગળ્યું દહીં મૂકી કોથમીર અને સેવ મૂકી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Divya Patel
Divya Patel @chefdivya2808
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes