વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#FFC5
ફૂડ ફેસ્ટિવલ - 5
Week - 5
#WDC

વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)

#FFC5
ફૂડ ફેસ્ટિવલ - 5
Week - 5
#WDC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કોલ્હાપુરી મસાલો બનાવવા માટે
  2. 1 ટેબલ સ્પૂનસફેદ તલ
  3. 1 ટી સ્પૂનખસખસ
  4. 1 ટી સ્પૂનવરીયાળી
  5. 1 ટી સ્પૂનજીરું
  6. 1 ટી સ્પૂનઆખા સૂકા ધાણા
  7. 3 નંગલાલ સુકા મરચા
  8. 1 ઇંચઆદુનો ટુકડો
  9. 4 નંગલવિંગ
  10. 6આખા કાળા મરી
  11. 2 નંગલીલી ઈલાયચી
  12. 1 નંગકાળો એલચો
  13. 1 નંગસ્ટાર ચક્રફૂલ
  14. 1 નંગતમાલપત્ર
  15. 2 ટેબલ સ્પૂનકોકોનટ પાઉડર
  16. ગ્રેવી બનાવવા માટે
  17. 2 નંગમોટી સાઇઝ ડુંગળી મોટી સમારેલી
  18. 8-9 નંગલસણ ની કળી
  19. 2 ઇંચઆદુ નો ટૂકડો
  20. 3 નંગમોટા સાઇઝ ના ટામેટા મોટા સમારેલા
  21. 1 ટેબલ સ્પૂનકાજુના ટુકડા
  22. 1 ટેબલ સ્પૂનમગજતરી ના બી
  23. 2+ 2 ટેબલ સ્પૂન તેલ
  24. 1/2 કપબટાકા ટ્રાઇએગ્લ ટુકડા માં સમારેલા
  25. 1/2 કપગાજર લાંબા સમારેલા
  26. 1/2 કપફાંસી બે ઇંચ ટુકડા માં સમારેલા
  27. 1/2 કપલીલા વટાણા
  28. 1/2 કપફલાવર ના ટુકડા
  29. 1/2 કપકેપ્સીકમ ચોરસ ટુકડા સમારેલા
  30. 1 ટી સ્પૂનહળદર પાઉડર
  31. 1 ટી સ્પૂનતીખું લાલ મરચું પાઉડર
  32. 1 ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  33. 1 ટી સ્પૂનગરમ મસાલો
  34. 2 ટી સ્પૂનધાણા જીરું પાઉડર
  35. મીઠું સ્વાદ અનુસાર
  36. 150 ગ્રામપનીર ના ટુકડા
  37. 2 ટેબલ સ્પૂનઅમૂલ ફ્રેશ ક્રીમ
  38. 2 ટેબલ સ્પૂનલીલા ધાણા
  39. 2 કપપાણી
  40. વઘાર માટે
  41. 2 ટેબલ સ્પૂનતેલ
  42. 1 ટેબલ સ્પૂનબટર
  43. 1 ઇંચઆદુ નો ટૂકડો
  44. 1 નંગતમાલપત્ર
  45. 1 નંગમોટો કાળો એલચો
  46. ગાર્નિશ માટે :-- લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં કોકોનટ પાઉડર સિવાયના કોલ્હાપુરી મસાલા ના બધા મસાલા ઉમેરીને ધીમા તાપે સરસ સુંગંધ આવે ત્યાં સુધી શેકી લેવા. હવે તેમાં કોકોનટ પાઉડર ઉમેરીને 1/2મિનિટ માટે ધીમા તાપે શેકી ને ગેસ બંધ કરી દેવો અને બધા મસાલાને એકદમ ઠંડા થવા દેવા. ત્યારબાદ મિક્સર જાર માં ઉમેરીને આ મસાલાને વાટીને બારીક પાઉડર બનાવી લેવો.

  2. 2

    કરી માં ઉમેરવાના બધા શાકભાજી ધોઈને કાપીને તૈયાર કરવા.

    એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ થાય એટલે તેમાં કેપ્સિકમ અને વટાણા સિવાયના શાકભાજી બટાકા, ફુલાવર, ફણસી અને ગાજર ઉમેરીને ફાસ્ટ ગેસ પર ૩ થી ૪ મિનીટ માટે સાંતળી લેવા. હવે તેમાં કેપ્સિકમ અને વટાણા ઉમેરીને એક મિનીટ માટે સાંતળી લેવું. સાંતળેલા શાકભાજીને અલગ રાખવા.

  3. 3

    હવે એજ પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ઉમેરીને તેમાં આદુ, લસણ અને કાંદા ઉમેરી ને કાંદા ગુલાબી રંગના થાય ત્યાં સુધી સાંતળવા. હવે તેમાં ટામેટાના ટુકડા, કાજુ, મગજતરી અને 1/2 કપ પાણી ઉમેરી બધું બરાબર મિક્સ કરી ટામેટા એકદમ પોચા થઇ જાય ત્યાં સુધી મીડીયમ તાપ પર પકાવવું. આ મિશ્રણને એકદમ ઠંડુ થવા દેવું.
    હવે ડુંગળી અને ટામેટાં નાં મિશ્રણને અડધા કપ પાણી સાથે મિક્સરમાં ઉમેરીને મુલાયમ પેસ્ટમાં વાટી લેવું.

  4. 4

    એક પેન માં તેલ અને બટર ઉમેરી ને તેમાં તજ, તમાલપત્ર અને એલચો ઉમેરવા. હવે તેમાં હળદર પાઉડર, તીખું લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર,ગરમ મસાલો અને કાશ્મીરી લાલ મરચું પાઉડર ઉમેરી ને મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં તૈયાર કરેલી ડુંગળી ટામેટાની ગ્રેવી ઉમેરવી. બધું બરાબર મિક્સ કરી લઈને ગેસ ની મીડીયમ તાપ પર 5 મિનીટ માટે કૂક કરી લો.

  5. 5

    હવે તેમાં તૈયાર કરેલો કોલ્હાપુરી મસાલો બધો જ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. જરૂરિયાત પ્રમાણે મસાલાનું પ્રમાણ વધારે કે ઓછું રાખી શકાય. ગેસ ની મીડીયમ આંચ પર ત્રણ થી ચાર મિનિટ સુધી પકાવીને તેમાં સાંતળેલા શાકભાજી ઉમેરી દેવા ને મિક્સ કરી લો.

  6. 6

    હવે તેમાં એક કપ પાણી ઉમેરીને ઢાંકીને શાકભાજી લગભગ ચડી જાય ત્યાં સુધી પકાવવું. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે શાકભાજી વધારે બફાઈ ન જાય. શાકભાજી ચડી જવા જોઈએ પરંતુ ક્રન્ચી હોવા જોઈએ. હવે આમાં પનીર ના ટુકડા અને મીઠું ઉમેરી મિક્સ કરી 1 મિનિટ માટે કૂક કરી લો. હવે તેમાં ફ્રેશ ક્રીમ ઉમેરીને બરાબર હલાવીને એક મિનીટ માટે કૂક કરી લો. ત્યારબાદ તેમાં લીલા ધાણા ઉમેરીને મિક્સ કરી ગેસ બંધ કરી દેવો.

  7. 7

    હવે આપણું એકદમ સ્વાદિષ્ટ ને ટેસ્ટી એવી વેજ કોલ્હાપુરી સબ્જી તૈયાર છે સર્વ કરવા માટે...
    આ સબ્જી ને લીલા ધાણાથી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes