જીરા પૂરી (Jeera Puri recipe in Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 mins.
6 servings
  1. 2 વાડકીમેંદો
  2. 1 વાડકીઘઉં નો લોટ
  3. 2 ચમચીજીરું
  4. 1/2 ચમચીઆખા મરી
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 2 tspઘી
  7. તેલ મોણ માટે
  8. તેલ તળવા માટે
  9. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

40 mins.
  1. 1

    સૌ પ્રથમ જીરું શેકી ને તેને અધકચરું પીસી લો. આખા મરી પણ અધકચરા વાટી લો.

  2. 2

    હવે એક પરાત માં મેંદો, ઘઉં નો લોટ, મીઠું, વાટેલું જીરું, મરી અને ઘી તથા તેલ નું મોણ નાખી જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ સેમી સોફ્ટ કણક બાંધો. ઢાંકીને થોડી વાર રેહવા દો.

  3. 3

    હવે કણક માં થી માપસર નાં લુઆ કરી પૂરી વણી એમાં કાંટા ની મદદ થી કાપા લગાવી લેવા જેથી પૂરી ફૂલે નહિ અને ક્રિસ્પી બને.

  4. 4

    તેલ ગરમ કરો અને એમાં જીરા પૂરી ધીમા તાપે તળી લો. એર ટાઈટ કન્ટેનર માં સ્ટોર કરી લો.
    ચા / કોફી સાથે જીરા પૂરી ખૂબ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

ટિપ્પણીઓ (6)

Wie
Wie @cook_16398321
Looks good. If don’t mind, can you write the recipe in English language please..? I would love to try it..😊
(સંપાદિત)

Similar Recipes