કસ્ટર્ડ પાયસમ (Custard Payasam Recipe In Gujarati)

કસ્ટર્ડ પાયસમ (Custard Payasam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં ઘી મૂકી ને તેમાં સેવ નાખી ને ધીમા તાપે ૩/૪ મીનીટ સુધી સેકી લેવી.
- 2
બીજી બાજુ ગેસ ઉપર એક તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકવું તેમાં કેસર નાખી દેવું. અને સરસ રીતે ૧/૨ ઊભરા આવે ત્યાં સુધી ઉકાળી લેવું.
- 3
1/2 વાટકી ઠંડા દૂધમાં ૨ ચમચી કસ્ટર્ડ પાઉડર નાખી ને મિક્સ કરી લેવો. સેકેલી સેવ માં કેસર વાળું ગરમ દૂધ નાખી ને મિક્સ કરી લેવું. અને ૩/૪ મીનીટ સુધી સેવ ને ચડવા દેવી. સેવ ચડી જાય પછી પછી તેમાં ખાંડ નાખી દેવી. અને સરસ રીતે મિક્સ કરી લેવું .(ખાંડ જેટલી જોઈતી હોય એ પ્રમાણે ઓછી વધારે લઈ શકાય)
- 4
અને છેલ્લે તેમાં કસ્ટર્ડ વાળું દૂધ નાખી ને હલાવતા રહેવું જેથી કરીને ગઠ્ઠા ન પડે. બધું જ કસ્ટર્ડ નાખી દેવું અને મીક્સ કરી લેવું. ત્યારબાદ તેમાં ઇલાયચી જાયફળ નો પાઉડર નાખી દેવો અને મિક્સ કરી લેવું.
- 5
થોડા ડ્રાય ફ્રુટ ના ટુકડા નાખી હલાવી લો.અને થોડીવાર ઠંડું થવા દેવું.પછી ફ્રીઝ માં મૂકી દેવું. સર્વીંગ બાઉલમાં કાઢી ઉપર કાજુ બદામ પિસ્તા ની કતરણ નાખી ગાર્નિશ કરીને સર્વ કરવું.
તો તૈયાર છે :
#ST કસ્ટર્ડ પાયસમ
આને ઠંડું અને warm પણ સર્વ કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલ પાયસમ(Paal Payasam recipe in Gujarati)
#સાઉથ#પોસ્ટ ૨તમિલનાડુ, કેરેલા ની ફેમસ સાઉથ ઈન્ડિયન ખીર છે. ત્યારે ૫ પ્રકારની પાયસમ માની એક સ્વીટ ડીશ છે. બહુ જ હેલ્ધી અને સ્વાદીષ્ટ છે. Avani Suba -
સેવૈયા કસ્ટર્ડ પુડિંગ (Sevaiya Custard Pudding Recipe In Gujarati)
#RB8 : સેવૈયા કસ્ટર્ડ puddingમીઠી સેવ દૂધ વાળી સેવ એ તો આપણે બનાવતા જ હોઈએ તો આજે મેં એમાં થોડું વેરિએશન કરી ને સેવૈયા કસ્ટર્ડ pudding બનાવ્યું. Sonal Modha -
પાયસમ(payasam recipe in gujarati
#ફટાફટ #સપ્ટેમ્બર #બીજું શ્રાદ્વ#ઈન્સટન્ટ # ઝટપટ રેસિપી નાના મોટા સૌ ને ભાવે તેવી સૈવયા ખીર /પાયસમ Anupa Thakkar -
સેવૈયા પાયસમ (Sevaiya Payasam Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસેવૈયા પાયસમ Ketki Dave -
પાયસમ (Payasam Recipe In Gujarati)
#SR#south Indian rice recipeપાયસમ એટલે ખીર. દક્ષિણ માં લોકો ચોખાની ખીરને પાયસમ કહે. બનાવવા ની રીત પણ આપણી ખીર જેવી જ. ચોખાને ધોઈ દૂધમાંધીમા તાપે પકાવાની પછી ડ્રાય ફ્રુટસ અને ઈલાયચી પાઉડર નાંખી ઠંડી સર્વ કરાય.પારંપરિક રેસીપીમાં ગોળ માંથી માટીનાં વાસણમાં ચૂલા પર ધીમા તાપે પાયસમ બનતી. પરંતુ સમયાંતરે રેસીપી બવાવવાની રીત, વાસણ અને સર્વિંગ - બધામાં પરિવર્તન આવ્યું છે.ખૂબ જ ટેસ્ટી પાયસમ જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
વર્મિસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
મારી 500 રેસિપી કમ્પલીટ થઈ ગઈ છે . તેની ખુશીમાં મને સ્વીટ ડિશ બનાવવાનું મન થયું . મારા ફેમિલીમાં બધા ને વર્મીસેલી ખીર બહુ ફેવરીટ છે . આ ખીર ખૂબ ઝડપથી બની જાય છે. આ એક એવી ખીર છે જેમાં દૂધ , સેવૈયા , ખાંડ , જાયફળ , કેસર , ઈલાયચી , અને ડ્રાયફ્રુટ એડ કરીએ તો ખીર નો સ્વાદ અનેક ગણો વધારી દે છે . તેથી અહીં મેં સેવૈયા ખીર બનાવી ને તેની રેસિપી પોસ્ટ કરી છે . સાઉથ ઇન્ડિયામાં આ મીઠાઈ ને પાયસમ કહેવામાં આવે છે.#cookpadindia#cookpad_guj#cookpad#traditional#kheer#dessert Parul Patel -
રજવાડી સેવૈયા ખીર (Rajwadi Sevaiya Kheer Recipe In Gujarati)
#WDC : રજવાડી સેવૈયા ખીરખીર ઘણી ટાઈપ ની બની શકે છે સાબુદાણા, ચોખા 🍚, ગાજર , રતાળુ ,સામા , શક્કરિયા તો આજે મેં વર્મિસલી સેવ માંથી રજવાડી સેવૈયા ખીર બનાવી. મને દૂધ ની મીઠાઈ અને ઠંડી વસ્તુ ખૂબ જ પસંદ છે. Sonal Modha -
ગરમાળુ (Garmaru Recipe In Gujarati)
અખાત્રીજ સ્પેશિયલ..ઘણી રીતે બનાવી શકાય છે અને અલગ અલગનામ થી ઓળખાય છે..આજે જે ગરમાળુ બનાવ્યું છે એ સ્પેશિયલઅખાત્રીજ ના દિવસે બનાવી ને ભગવાન ને ધરાવાનુંહોય છે.. Sangita Vyas -
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
આજે lynch માં sweet ખાવા ની ઈચ્છા થઈ તો મીઠી સેવ ( સેવૈયા ) બનાવી દીધી.મને તો મીઠાઈ બહું જ ભાવે.જમીને કશુંક જોઈએ. Sonal Modha -
પિસ્તા ખીર (pista Kheer recipe in gujarati)
#mrPost3ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહયા છે. આપણા પૂર્વજો ને અર્પણ કરવા માટે ખીર અને દૂધપાક બનાવીએ છીએ. ખીર અને દૂધપાક માં દૂધ, ખાંડ અને ચોખા નો ઉપયોગ થાય છે. અહીં મે પિસ્તા ખીર ની રેસિપી શેર કરી છે. જેમાં કેસર ઇલાયચી પાવડર, જાયફળ પાવડર અને ડ્રાયફ્રુટ ની કતરણ નો ઉપયોગ કર્યો છે. પિસ્તા ની ખીર માં નેચરલ લીલો કલર લાવવા માટે પિસ્તા ના પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ગીલ એ ફીરદોસ (Gil-e-firdaus recipe in gujarati)
ગીલ એ ફીરદોસ ખીર નો એક પ્રકાર છે જે હૈદરાબાદ ની છે. Original ખીર એમ તો ફક્ત ચોખા ની બને છે પરંતુ આમાં ચોખા સાથે સાબુદાણા અને દૂધી નો ઉપયોગ કરીને ખીર બનાવવામાં આવે છે. #superchef4 #સુપરશેફ4 Nidhi Desai -
રજવાડી ખીર (Royal Kheer recipe in Gujarati)
#RB1#ebook#Post_1#Kheer#Jain#sweet#desert#rice#milk#dryfruits#Cookpadindia#Cookpadgujrati આજે હું મારી બીજી ઇ-બુક ની પ્રથમ રેસીપી લખવા જઈ રહી છું એટલે મને થયું કે લાવને પરિવારમાં બધાને જ મનપસંદ હોય તેવી મીઠી વાનગી જ બનાવું. ખીર એ અમારા ઘરમાં ના દરેક સભ્યોને ખૂબ જ પસંદ છે. તે ગરમ તથા ઠંડી બંને પ્રકારે બધાને ખૂબ જ પસંદ છે. ખીર માટેનું એક મીઠું સંભારણું અમારા જીવન માં યાદગાર બની રહેવાનું છે. 4 વર્ષ પહેલા મારી તબિયત સારી ન હતી ત્યારે મેં કહ્યું તે મુજબ મારી સાત(7) વર્ષની દીકરીએ સરસ મજાની ખીર બનાવીને અમને બધાને ખવડાવી હતી. અને મીઠી વાનગી માં તેને શીખેલી આ પ્રથમ વાનગી છે. અને તેના નાના નાના પ્રેમાળ હાથ નાં જાદુ થી ખીર વધુ મીઠી લાગી હતી. પરિવારજનોનો ની મનપસંદ, મીઠી યાદ વાળી, મીઠી વાનગી એટલે કે ખીર હું મારા પરિવારજનોને ડેડિકેટ કરી રહી છું. આ ખીર માં ઘણા બધા ડ્રાયફ્રુટ્સ ઉમેરીને રજવાડી ખીર મેં તૈયાર કરેલ છે. જો ઠંડીની ઋતુ હોય તો તે ગરમાગરમ સરસ લાગે છે અને જો ગરમીની ઋતુ હોય તો તેને ફ્રીઝમાં ઠંડી કરીને સર્વ કરવાથી પણ તે ખૂબ જ સરસ લાગે છે. એટલે આ વાનગી એવી છે કે તે ગરમ કે ઠંડી આપણી પસંદગી મુજબ આપણે ખાઈ શકીએ છીએ. Shweta Shah -
પરૂપ્પુ પાયસમ (Paruppu payasam recipe in Gujarati)
જેમ આપણા ઉત્તર ભારતમાં ખીર ખૂબ જ લોકપ્રિય છે એ જ રીતે દક્ષિણ ભારતમાં પાયસમ ખૂબ જ લોકપ્રિય છે. અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરીને પાયસમ બનાવવામાં આવે છે. પરૂપ્પુ પાયસમ મગની દાળ, ગોળ અને નાળિયેરના દૂધ માંથી બનાવવામાં આવતું પાયસમ છે. એમાં સુકામેવા પણ ઉમેરવામાં આવે છે. આ એક ખૂબ જ હેલ્ધી સ્વીટ ડીશ છે. સ્વાસ્થ્ય માટે ગુણકારી એવી આ સ્વીટ ડિશ બનાવવામાં પણ ખૂબ જ આસાન છે.#સાઉથ#પોસ્ટ1 spicequeen -
કેરલા પાલ પાયસમ
#સાઉથકેરલા ની ફેમસ સ્વિટ એટલે પાયસમ.જાડા ચોખા માંથી બનતી આ ખીર ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.જેમ ચોખા માંથી આ ખીર બને છે એજ રીતે પલાડા પાયસમ મગની મોગર દાળ માંથી બનાવવામાં આવે છે અને ખાંડ ના બદલે ગોળ વપરાય છે.એ પાયસમ પણ સ્વાદિષ્ટ લાગે છે. Bhumika Parmar -
રાઈસ કસ્ટર્ડ પુડિંગ (Rice custard pudding recipe in Gujarati)
રાઈસ કસ્ટર્ડ પુડિંગ એ બીજું કંઈ નહીં પણ આપણી ચોખાની ખીર છે પણ એક ટ્વીસ્ટ સાથે. બાળકોને ખીર કરતા ફ્રુટસલાડ વધારે ભાવે છે તો ખીર માં જ કસ્ટર્ડ પાઉડર ઉમેરીને બનાવવામાં આવે તો બાળકો એ પણ હોંશે હોંશે ખાઇ લે છે. આ પુડિંગ મેં પ્રેશરકુકરમાં બનાવ્યું છે જે 30 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. આ એક ખૂબ જ ઝડપથી બની જતું અને સ્વાદિષ્ટ ડિસર્ટ છે જે હૂંફાળું અથવા તો ઠંડુ સર્વ કરી શકાય. spicequeen -
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#mrકોઈ પણ સારા પ્રસંગે મીઠું (સ્વીટ) બનાવવાની પરંપરા હોય છે..એમાં ગુજરાતીઓ માં તો ખાસ. દૂધપાક પૂરી અથવા ખીર રોટલી..આજે મે ખીર બનાવી છે તો ચાલો મારી ખીર ની રેસિપી જોવા.. Sangita Vyas -
કેરેમલ પાયસમ ઈન કૂકર (Caramel Payasam In Cooker Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujarati#sweet#dessertપાયસમ એ સાઉથ ઇન્ડીયા ની પરંપરાગત મીઠાઈ છે .જે નાના મોટા પ્રસંગો અને તહેવારો માં ત્યાં બને છે . પયસમ ઘણી રીતે બને છે . સેવિયાં ,મગની દાળ ,તુવેરદાળ ,કે ચોખા ની ખીર એટલે પાયસમ .જે જમવા માં સાથે કે પછી પીરસવા માં આવે છે .મે તેમાં વેરીએસન માટે કેરેમલપાયસમ બનાવ્યું છે એ પણ કુકર મા જે ઝડપ થી બની જાય છે. Keshma Raichura -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
ઈન્ડિયા મહારાષ્ટ્રની બાસુંદી ખૂબ જ પ્રખ્યાત છે. અમારા ઘરમાં બધાને બાસુંદી ખૂબ જ ભાવે છે તો મેં આજે બાસુંદી બનાવી છે .#mr બાસુંદી Sonal Modha -
બીરંજ સેવ વીથ કસ્ટર્ડ (Biranj sev with Custard Recipe In Gujarati)
#30mins#SSR#cookpadgujarati#cookpadindia#cookpad તહેવારોના સમયમાં, કોઈ પ્રસંગ હોય ત્યારે કે પછી અચાનક કોઈ મહેમાન જમવા આવી જાય ત્યારે બીરંજ સેવ બનાવવી ખૂબ જ સરળ રહે છે. મેં આજે બીરંજ સેવને કસ્ટર્ડ વાળા દૂધમાં કુક કરીને બીરંજ સેવ વીથ કસ્ટર્ડ બનાવ્યું છે. કસ્ટર્ડ વાળા દૂધમાં પાતળી બીરંજ સેવ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ વાનગી બનાવવામાં 25 થી 30 મિનિટ જેટલો જ સમય લાગે છે. એટલા માટે જ્યારે કોઈ વખત અચાનક જ ગળ્યું ખાવાનું મન થાય અને ઓછા સમયમાં એક હેલ્ધી અને સ્વાદિષ્ટ ડીશ બનાવવી હોય ત્યારે બીરંજ સેવ વીથ કસ્ટર્ડ એક સારું ઓપ્શન છે. Asmita Rupani -
કેસર બદામ પિસ્તા મિલ્ક (Kesar Badma Pista Milk Recipe In Gujarati)
#mr કેસર બદામ પિસ્તા મિલ્ક આ મિલ્ક ને તમે ગરમ અને ઠંડુ બેઉં રીતે સર્વ કરી શકો મને ઠંડુ વધારે ભાવે છે.અમારા ઘરમાં એકાદશી ના દિવસે હું આ મિલ્ક બનાવું છું. આ દૂધ ફરાળી પૂરી સાથે પણ ખાઈ શકાય છે. એકાદશી સ્પેશિયલ Sonal Modha -
રજવાડી કેસર ખીર (Rajwadi Kesar Kheer Recipe In Gujarati)
રજવાડી કેસર દૂધપાક - ખીર#શ્રાધ્ધ_સ્પેશિયલ_દૂધપાક_ખીર#SSR #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujrati #Cooksnapchallangeમારા વ્હાલા ઠાકોરજી ને પણ અતિ પ્રિય છે.શ્રાધ્ધ ના મહિનામાં પિતૃઓનાં તર્પણ અને શાંતિ માટે, તેમને યાદ કરી ને , તેમની પુણ્યતિથિ પ્રમાણે ભૂદેવ ને જમાડવાની ભારતીય હિન્દુ ધર્મ ની શાસ્ત્રીય પ્રણાલિકા છે. તેમાં ખાસ દૂધ અને ચોખા માંથી બનતો દૂધપાક - ખીર બનાવી ને ખવડાવાય છે. દૂધપાક ને પૂરી નું બ્રહ્મભોજન માં આગવું સ્થાન છે. Manisha Sampat -
સ્ટ્રોબેરી એપલ ફ્રુટ કસ્ટર્ડ(Strawberry apple fruit custard recipe in Gujarati)
#CookpadTurns4 Chhaya Gandhi Jaradi -
પનીર ખીર (વ્રત સ્પેશ્યલ)
#FDS#SJR#RB18આ પ્રોટીન રીચ ખીર બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. નવરાત્રિ ,દિવાળી અને હોળી માં આ ખીર ખાસ કરીને બનાવમાં આવે છે. પનીર ખીર , પ્રસાદ માં પણ ધરાવાય છે. આ ખીર બહુ જ ઝડપ થી બની જાય છે એટલે તહેવાર માટે ખાસ કરીને બનાવાય છે.આ પનીર ખીર , હું મારી ફ્રેંડ પિનલ પટેલ ને dedicate કરું છું. એમપણ પિનલ ગલ્કુડી છે.એને ગળયું બહુ જ ભાવે છે તો ચોક્કસ એને આ ખીર ગમશે જ.પિનલ , તારા માટે જ મેં આ રેસીપી મુકી છે , તો ચોક્કસ ટ્રાય કરજે.એ વ્રત કરતી જ હોય છે, તો ઉપવાસ માં એને આ રેસિપી કામ માં આવશે.Cooksnap @dollopsbydipa Bina Samir Telivala -
સામા ની ખીર (Sama Kheer Recipe In Gujarati)
ફરાળી વાનગીમાં પણ કોઈ એક sweet dish. હોય તો જમવાની મજા આવે છે.તો આજે મેં ઠંડી ઠંડી સામા ની ખીર બનાવી. Sonal Modha -
કસ્ટર્ડ પૂરી (Custard Poori Recipe In Gujarati)
#DTR#Cookpadgujarati#Cookpadindia#Diwali treatsઅમારા ઘરે દિવાળી માં આ પૂરી બને જ છે બધા ને બહુ ભાવે છે.મેં આ રેસિપી fb live માં પણ બનાવી છે.મને આશા છે કે બધા ને ગમી હશે અને બનાવી પણ હશે. Alpa Pandya -
-
ટેન્ડર કોકોનટ પાયસમ (Tender Coconut Payasam Recipe in Gujarati)
#KER#ChooseToCookપાયસમ એ કેરલા ની ટ્રેડિશનલ વાનગી છે. મને ટેન્ડર કોકોનટ ખૂબ જ પસંદ છે એટલે મેં આ બનાવવા ની ટ્રાય કરી અને ખુબ જ સ્વાદિષ્ટ બની. Harita Mendha -
પાઈનેપલ કેસરી (Pineapple Kesari Recipe In Gujarati)
#ST કેરાલા ની પ્રસિદ્ધ વાનગી છે મિષ્ટાન તરીકે પીરસાય છે Bhavna C. Desai -
મિક્સ ફ્રુટ કસ્ટર્ડ (Mix Fruit Custard Recipe In Gujarati)
#કુક ક્લીક એન્ડ કુકસસ્નેપગરમીમાં શ્રીખંડ, કેરી નો રસ મીઠાઇ માં લઇ એ છીએ, પરંતુ ઠંડાં ઠંડા ફૃટ કસ્ટર્ડ ની તો વાત જ નીરાળી છે, નાનાં મોટાં સૌની પહેલી પહેલી પસંદ હોય છે Pinal Patel -
સેવૈયા ખીર/સેમીયા પાયાસમ (Seviyan Kheer OR Semiya Payasam Recipe
#mr#kheer#post1#cookpadgujarati આ ખીર એક જટપટ અને વધારે મેહનત વિના બની શકે એવી sweet dish છે . બનાવવા માં પણ એકદમ સરળ . આ મીઠાઈ મૂળ ૩ સામગ્રી થી બને છે – દૂધ , સેવૈયા અને ખાંડ . બસ. આપણે જે કેસર , ઈલાયચી અને મિક્સ ડ્રાય ફ્રુટ ઉમેરીશું એ સ્વાદ ને boost કરનાર છે . આ મીઠાઈ ગરમ કે ઠંડી પીરસી શકાય. બંને રીતે સ્વાદ ઉત્તમ જ લાગશે . સાઉથ ઇન્ડિયા માં આ મીઠાઈ ને ‘પાયાસમ’ પણ કહે છે. આપ હોટેલ માં જમશો તો જરૂર આ મીઠાઈ તો હશે જ. આ ખીર ને સેમિયા પાયસમ પણ કહે છે. સામાન્ય રીતે સેવૈયા ખીર કોઈ ખાસ પ્રસંગે જ બનાવીએ છીએ. ક્યારેક ઘરમાં કોઈની ઈચ્છા થઇ ગઈ હોય કે પછી કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે બનાવીએ છીએ. તો લોકો હોળી ના તહેવાર પર પણ સેવૈયા ખીર બનાવી જ શકાય અને એ પણ એકદમ સરળ રીતથી. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ