પાલ પાયસમ(Paal Payasam recipe in Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

#સાઉથ
#પોસ્ટ ૨
તમિલનાડુ, કેરેલા ની ફેમસ સાઉથ ઈન્ડિયન ખીર છે. ત્યારે ૫ પ્રકારની પાયસમ માની એક સ્વીટ ડીશ છે. બહુ જ હેલ્ધી અને સ્વાદીષ્ટ છે.

પાલ પાયસમ(Paal Payasam recipe in Gujarati)

#સાઉથ
#પોસ્ટ ૨
તમિલનાડુ, કેરેલા ની ફેમસ સાઉથ ઈન્ડિયન ખીર છે. ત્યારે ૫ પ્રકારની પાયસમ માની એક સ્વીટ ડીશ છે. બહુ જ હેલ્ધી અને સ્વાદીષ્ટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  1. ૫૦ ગ્રામ ચોખા
  2. ૧૦૦ ગ્રામગોળ
  3. ૫૦૦ મિલીઅમુલ દુધ
  4. ૨ ટે સ્પૂનઘી
  5. ૧ ટી સ્પૂનઇલાયચી પાઉડર
  6. ૬ નંગકેસર તાંતણા
  7. ૫ નંગપીસ્તા
  8. ૫ નંગબદામ
  9. ૫ નંગકાજુ
  10. ૧૦ નંગકીસમીસ
  11. ૩ નંગઅખરોટ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી વસ્તુઓ તૈયાર કરી ચોખા ને ધોઈ ૨૦ મિનિટ સુધી પાણી નાખી પલાળી રાખો.

  2. 2

    પછી તેને નીતારી ૫ મિનિટ કોરા કરો. હવે ગેસ પર એક લોયા મા ૧ ટે ચમચી ઘી નાખી ધીમે તાપે તેમા ચોખા ને સાંતળી લો. ૨ મિનિટ સુધી એટલે સરસ સુગંધ આવશે.

  3. 3

    પછી તેમા દુધ ઉમેરી હલાવતા રહો. હવે ૧૦ મિનિટ પછી ચોખા ચડી જાય પછી ગોળ ઉમેરી હલાવતા રહો.

  4. 4

    પછી ઇલાયચી પાઉડર, કેસર નાખી મિક્સ કરો.ધીમે તાપે ઉકળવા દો. હવે બીજા લોયા મા ૧ ચમચી ઘી મુકી બધા ડ્રાયફ્રૂટ ના કટકા ને સાંતળી લો. પછી અડધા તે પાયસમ મા મિક્સ કરો.

  5. 5

    પછી તેને સતત હલાવતા રહો જ્યારે દુધ બબલીંગ થાય અને બધુ બળી જાય પછી ગેસ બંધ કરી દો.

  6. 6

    રેડી છે પાલ પાયસમ જેને બાકીના અડધા ડ્રાયફ્રૂટ થી ગાર્નિશ કરો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes