કસ્ટર્ડ પૂરી (Custard Poori Recipe In Gujarati)

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#DTR
#Cookpadgujarati
#Cookpadindia
#Diwali treats
અમારા ઘરે દિવાળી માં આ પૂરી બને જ છે બધા ને બહુ ભાવે છે.મેં આ રેસિપી fb live માં પણ બનાવી છે.મને આશા છે કે બધા ને ગમી હશે અને બનાવી પણ હશે.

કસ્ટર્ડ પૂરી (Custard Poori Recipe In Gujarati)

#DTR
#Cookpadgujarati
#Cookpadindia
#Diwali treats
અમારા ઘરે દિવાળી માં આ પૂરી બને જ છે બધા ને બહુ ભાવે છે.મેં આ રેસિપી fb live માં પણ બનાવી છે.મને આશા છે કે બધા ને ગમી હશે અને બનાવી પણ હશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-મિનિટ
૩૦ નંગ
  1. ૧ કપમેંદો
  2. ૧ ટી. સ્પૂન ઘી મૉણ માટે
  3. પાણી જરૂર મુજબ
  4. ૧+૧/૨ ટે. સ્પૂન વેનીલા કસ્ટર્ડ પાઉડર
  5. ૧/૨ ટે. સ્પૂન ઘી ચોપડવા માટે
  6. ચાસણી માટે
  7. ૧/૨ કપખાંડ
  8. ૧/૨ કપપાણી
  9. મીક્સ ડ્રાયફ્રુટ નો ભૂકો/પાઉડર
  10. ઈલાયચી પાઉડર
  11. ઘી તળવા માટે
  12. ગાર્નિશીંગ માટે
  13. બદામ,પિસ્તા ની કતરણ
  14. કેસર ના તાંતણા

રાંધવાની સૂચનાઓ

૩૦-મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કથરોટ માં મેંદો લઈ તેમાં મોણ નું ઘી ઉમેરી મીક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી ને ૫ મિનિટ રેસ્ટ આપી તેને મસળી તેમાં થી ૩ મોટા લુવા બનાવી મોટા રોટલા વણી ઉપર ઘી લગાવી કસ્ટર્ડ પાઉડર ભભરાવી હાથ થી ચોપડી તેનો રોલ વાળી તેના નાના નાના ટુકડા કરી લેવા.

  2. 2

    હવે તે ટુકડા ને વચ્ચે થી થોડા દબાવી બે વેલણ મારી વણી લેવા.એક પેનમાં ખાંડ અને પાણી લઈ ગેસ ચાલુ કરી ઉકળવા મૂકવું અને ૧ ૧/૨ તારી ચાસણી થવા દેવી.

  3. 3

    કડાઈ માં ઘી ગરમ મૂકી તેમાં તૈયાર પૂરી ને મીડીયમ તાપે ગુલાબી તળી લેવી બહાર એક થાળી માં કાઢી ઉપર ઈલાયચી નો પાઉડર,મીક્સ ડ્રાયફ્રુટ નો ભૂકો ભભરાવી દરેક પૂરી પર ગરમ ચાસણી ચમચી થી રેડવી અને ઉપર કેસર ના તાંતણા અને બદામ પિસ્તા ની કતરણ ભભરાવવી. તો તૈયાર છે કસ્ટર્ડ પૂરી જે દિવાળી ના નાસ્તા માં કઈક અલગ જ લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

Similar Recipes