અપરાજિતા ના ફુલનું શરબત

Juliben Dave
Juliben Dave @julidave

#SM
શરબત & મિલ્ક શેક ચેલેન્જ

અપરાજિતા ના ફુલનું શરબત

#SM
શરબત & મિલ્ક શેક ચેલેન્જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 15-20અપરાજિતા ના ફુલ
  2. 1 વાટકીખાંડ અથવા સાકર
  3. પાણી જરૂર મુજબ
  4. 7-8આઈસ કયુબ
  5. 2-3 ચમચીલીંબુનો રસ
  6. પ્લેન સોડા જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આ ફૂલને ધોઈ લો હવે એક બાઉલમાં થોડું ગરમ પાણી કરી તેમાં આ ફુલને ૧૦થી ૧૫ મિનિટ સુધી એમાં જ રહેવા દો

  2. 2

    હવે આમાંથી આ ફુલને બહાર કાઢી લો અને પાણીને ગરણી વડે ગાળી લો
    હવે એક તપેલીમાં ખાંડ લઈ તેમાં આ તૈયાર કરેલું ફૂલ નું પાણી ઉમેરી ગેસ ઉપર ગરમ કરવા મૂકો
    પાંચ મિનિટ સુધી એકદમ ઉકાળી ને સીરપ તૈયાર કરી લો
    આ સીરપ ને પછી તમે બોટલમાં ભરીને ફ્રીજમાં પણ રાખી શકો છો અને જ્યારે પણ તમારે શરબત બનાવવું હોય ત્યારે તમે બનાવી શકો છો

  3. 3

    શરબત બનાવવા માટે એક ગ્લાસમાં ચાર-પાંચ બરફના ટુકડા નાખી અને દો પછી તેમાં તૈયાર કરેલી સીરપ ૩ચમચી જેટલી ઉમેરો અને તેમાં લીંબુનો રસ પણ ઉમેરી દો
    હવે એમાં તમે તમારી ચોઇસ મુજબ પ્લેન સોડા અથવા તો પાણી ઉમેરી શકો છો તૈયાર છે એકદમ નેચરલ શરબત આ શરબત બાળકો ના મગજ ના વિકાસ માટે ખુબ જ ગુણકારી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes