દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani

#MDC
આજે આ હલવો મેં મારી મમ્મી ની સ્ટાઈલબનાવ્યો છે .દુધીનો હલવો બનાવતા મારા મમ્મીએ શીખવાડ્યું છે .જેમાં ઘી ની જરૂર પડતી નથી ઘી નાખ્યા વગર પણ ખુબ જ સરસ અને ટેસ્ટી બને છે.

દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

#MDC
આજે આ હલવો મેં મારી મમ્મી ની સ્ટાઈલબનાવ્યો છે .દુધીનો હલવો બનાવતા મારા મમ્મીએ શીખવાડ્યું છે .જેમાં ઘી ની જરૂર પડતી નથી ઘી નાખ્યા વગર પણ ખુબ જ સરસ અને ટેસ્ટી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 થી 45 મિનિટ
4થી 5 વ્યક્તિ
  1. 500 ગ્રામદુધી
  2. 300 ગ્રામખાંડ
  3. 500 મિલીદૂધ
  4. 50 ગ્રામમિલ્ક પાઉડર
  5. 1/4 ચમચીઇલાયચી પાઉડર
  6. ગુલાબની પાંદડીઓ સજાવટ માટે
  7. કાજુ બદામ પિસ્તા સજાવટ માટે
  8. 2-3 ચમચીતાજી મલાઈ

રાંધવાની સૂચનાઓ

40 થી 45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધીને ધોઈને તેની છાલ કાઢી લો પછી તેને ખમણી લો અથવા છીણી લો. હવે દૂધીને છીણને દૂધમાં ઉમેરો જેથી તે કાળી ન પડી જાય.

  2. 2

    હવે એક કડાઈમાં દૂધ અને દુધીની છીણ મિશ્રણ ઉમેરો અને તેને મધ્યમ તાપે સતત હલાવતા રહો.10 થી 15 મિનિટ પછી દૂધ ઓછું થઈ જશે. હવે તેમાં મિલ્ક ઉમેરો અને તેને ફરીથી સતત હલાવતા રહો.જ્યાં સુધી દૂધ સુકાઈ જાય ત્યાં સુધી.

  3. 3

    દૂધીના હલવા નું દૂધ બળીને સુકાઈ ગયું છે. હવે તેમાં ખાંડ ઉમેરો અને ફરીથી તેને હલાવીને ધીમા તાપે પકાવો. દુધીનો હલવો 30થી 40 મિનિટ સુધી સતત હલાવતા અને પકાવ્યા બાદ બનીને તૈયાર થઇ ગયો છે. હવે તેમાં ઇલાયચી પાઉડર નાખીને બરાબર હલાવી નાખો.

  4. 4

    દુધીનો હલવો બનીને તૈયાર છે. તેને કાજુ બદામ પિસ્તાની કતરણ અને ગુલાબની પાંદડીઓ થી સજાવી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
પર
I like to cooking food and experiment on new recipe challenge and task..
વધુ વાંચો

Similar Recipes