શાહી ડ્રાયફ્રુટ સેવૈયા દૂધપાક (Shahi Dryfruit Sevaiya Doodhpak Recipe In Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#MDC
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
# મધર ડે ચેલેન્જ
માની અમુક યાદો જીવનભર જોડાયેલી હોય છે" મા તે મા બીજા વગડાના વા" એ કહેવત મુજબ આપણા જીવનમાં માનું અનેરું સ્થાન છે મા ની અનોખી યાદમાં આજે મેં તેને ભાવતી મીઠી વાનગી" શાહી ડ્રાયફ્રુટ સેવૈયા દૂધપાક "ની વાનગી બનાવી છે

શાહી ડ્રાયફ્રુટ સેવૈયા દૂધપાક (Shahi Dryfruit Sevaiya Doodhpak Recipe In Gujarati)

#MDC
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
# મધર ડે ચેલેન્જ
માની અમુક યાદો જીવનભર જોડાયેલી હોય છે" મા તે મા બીજા વગડાના વા" એ કહેવત મુજબ આપણા જીવનમાં માનું અનેરું સ્થાન છે મા ની અનોખી યાદમાં આજે મેં તેને ભાવતી મીઠી વાનગી" શાહી ડ્રાયફ્રુટ સેવૈયા દૂધપાક "ની વાનગી બનાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 1 લિટરફુલ ફેટવાળું દૂધ
  2. 1 વાટકીબીરંજ સેવ
  3. 1 વાટકીખાંડ
  4. 2 ચમચીમિલ્ક પાઉડર
  5. 1 ચમચીકસ્ટર પાઉડર
  6. 3 ચમચીઘી
  7. 10 નંગબદામની કતરણ
  8. 10 નંગકાજુની કતરણ
  9. 5 નંગપીસ્તા ની કતરણ
  10. 15 નંગકિસમિસ
  11. 1 ચમચીઇલાયચી પાઉડર
  12. 1 ચમચીજાયફળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક લીટર ફુલ ફેટવાળું દૂધ લેવું એક વાટકી બિરંજ સેવ લેવી અને એક વાટકી ખાંડ આ બધી વસ્તુઓ અલગ ભરીને તૈયાર રાખવી ત્યારબાદ એક લોયામાં એક ચમચી ઘી લેવું તેમાં સમારેલી બદામ કાજુ ને ઘીમાં સાંતળવા ત્યારબાદ તેને અલગ કાઢી લેવા

  2. 2

    ત્યારબાદ ગેસ પર ૧ લીટર દૂધ ઊકળવા મૂકવું દૂધ ઉકળવા માંડે પછી જાય પછી તેમાં ઘીમાં સાંતળી સેવ નાખવી અને તેને ચડવા દેવી ત્યારબાદ તેમાં દૂધમાં ઓગાળેલો બે ચમચી મિલ્ક પાઉડર નાખવો ચમચી ઓગાળેલ કસ્ટર પાઉડર નાખવો આ આ બધાને થોડીવાર માટે ઉકાળવા અને સેવ દૂધમાં બફાઇ ગઇ છે કે નહીં તે જોઈ લેવું ત્યારબાદ દૂધ ઘટ્ટ થાય પછી તેમાં એક વાટકી ખાંડ નાખવી અને થોડીવાર માટે ઉકાળવું

  3. 3

    ત્યારબાદ તેમાં સાંતળેલા ડ્રાય ફુટ નાખવા અને દૂધ ઉકાળવું આમ આપણો શાહી ડ્રાયફ્રુટ સેવૈયા દૂધ પાક તૈયાર થશે તેમાં એક ચમચી ઇલાયચી પાઉડર નાખવો એક ચમચી જાયફળ પાઉડર નાખો આ દૂધપાક ખૂબ જ સ્વાદિષ્ટ અને મનભાવન લાગે છે ત્યારબાદ તેને સર્વિંગ બાઉલમાં કાઢીને ઉપરથી ડ્રાયફ્રુટ થી ડેકોરેટ કરી ઇલાયચી પાઉડર છાંટી શાહી દૂધપાક સર્વ કરવો આજે મધર ડે ચેલેન્જ ને દિવસે મેં મારી માનો મનભાવન શાહી ડ્રાયફ્રુટ સેવૈયા દુધપાક બનાવ્યો છે જે તેને હું સમર્પિત કરું છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર

Similar Recipes