પાલક અને મગની દાળનું હેલ્ધી શાક

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#RB6
#Week6
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
આજે મેં મગની દાળ અને પાલક નુ શાક શરીરની તંદુરસ્તી ટકાવવા માટે વજન ઘટાડવા માટે ખાસ બનાવેલું છે આ શાક મેં મારી મિત્ર ઈશાનીને ડેડી કેટ કરવા તેની પસંદનું શાક બનાવ્યું છે આ શાક આરોગ્ય માટે ખૂબ જ ઉપકારક છે

પાલક અને મગની દાળનું હેલ્ધી શાક

#RB6
#Week6
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
આજે મેં મગની દાળ અને પાલક નુ શાક શરીરની તંદુરસ્તી ટકાવવા માટે વજન ઘટાડવા માટે ખાસ બનાવેલું છે આ શાક મેં મારી મિત્ર ઈશાનીને ડેડી કેટ કરવા તેની પસંદનું શાક બનાવ્યું છે આ શાક આરોગ્ય માટે ખૂબ જ ઉપકારક છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 2ઝૂડી પાલક
  2. 1 કપમગની દાળ
  3. 1 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  4. 1સમારેલી ડુંગળી
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીકાશ્મીરી મરચું
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. 3 ચમચીતેલ
  9. 1 ચમચીધાણાજીરૂ
  10. 1તમાલપત્ર
  11. 2તજના ટુકડા
  12. 1એલચી
  13. 1 ચમચીમીઠું
  14. 1 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ૧ કપ મગની દાળ માં પાણી નાખીને એક કલાક પલાળવી ત્યારબાદ પાલક ને ઝીણી સમારી એક લોયામાં પાણી નાખી તેમાં સમારેલી પાલક નાખીને મીઠું નાખી થોડીવાર માટે બાફવાની પછી પાણી કાઢીને પાલક ઉપર ઠંડુ પાણી નાખવું

  2. 2

    ત્યારબાદ એક લોયામાં ૩ ચમચી તેલ મૂકી તેમાં તમાલપત્ર નાખવાનું 2 લવિંગ નાખવા બે ટુકડા તજ ના નાખવા અને અડધી ચમચી જીરૂ નાંખી સાંતળવા પછી તેમાં સમારેલી ડુંગળી નાખી 1 ચમચી મીઠું નાખવું આ બધાને એક મિનિટ માટે સાંતળવા ત્યારબાદ તેમાં એક ચમચી કાશ્મીરી મરચું નાખો અડધી ચમચી હળદરના નાખવી એક ચમચી ધાણાજીરું નાંખવું આ બધાને બરાબર સાંતળવા

  3. 3

    સાંતળેલા મસાલામા પાલક નાખવી પલાળેલી મગની દાળ નાખવી અને તેને બે મિનિટ માટે સાંતળવા ત્યારબાદ તેમાં અડધો કપ પાણી નાખવું અને તેને પણ એક મિનિટ માટે સાંતળવા ત્યારબાદ મગની દાળ અને પાલક બરાબર ચડી ને તૈયાર થશે તેમાં એક ચમચી ગરમ મસાલો નાખી બધું મિક્સ કરી અને હલાવો આમ પાલક અને મગની દાળનું તંદુરસ્તી જાળવવા માટે હેલ્ધી શાક તૈયાર થશે આ શાક સર્વિંગ બાઉલમાં કાઢી મરચાથી ડેકોરેટ કરી સર્વ કરવું આ શાક આરોગ્ય માટે ઉપકારક છે તે શરીરના વજનમાં ઘટાડો કરે છે તે તંદુરસ્તી જાળવવા માટે ખૂબ જ ઉપકારક છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર

ટિપ્પણીઓ

Similar Recipes