ચીકુ આઇસ્ક્રીમ (Chikoo icecream recipe in Gujarati)

ચીકુ આઈસ્ક્રીમમાં ચીકુની પેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ આઇસક્રીમમાં કોઈપણ પ્રકારના કૃત્રિમ રંગ કે ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ચીકુ ના નાના ટુકડા ના લીધે આઈસ્ક્રીમ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ આઈસ્ક્રીમ એકદમ ક્રિમી બને છે.
ચીકુ આઇસ્ક્રીમ (Chikoo icecream recipe in Gujarati)
ચીકુ આઈસ્ક્રીમમાં ચીકુની પેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ આઇસક્રીમમાં કોઈપણ પ્રકારના કૃત્રિમ રંગ કે ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ચીકુ ના નાના ટુકડા ના લીધે આઈસ્ક્રીમ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ આઈસ્ક્રીમ એકદમ ક્રિમી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચીકુને ધોઇને છોલી લેવા. હવે તેને નાના ટુકડામાં કાપી લઈ ને એક પેનમાં ખાંડ ની સાથે ઉમેરીને ગરમ થવા દેવું. મીડિયમ તાપ પર ૮ થી ૧૦ મિનીટ માટે પકાવવું. આ દરમિયાન હલાવતા રહેવું અને ચીકુના ટુકડાને ચમચાની મદદથી દબાવીને તોડતા રહેવું. એકદમ એક રસ કરવું નહીં. થોડા ચીકુના ટુકડા આઈસ્ક્રીમ માં આવવાથી આઇસ્ક્રીમ ખાવાની ખૂબ મજા આવે છે. એકદમ ઠંડુ થવા દેવું. આમાંથી એક કપ જેટલી પેસ્ટ બને છે. જો પેસ્ટ બનાવેલી તૈયાર હોય તો આ રેસિપીમાં 1 કપ ઉપયોગ કરવો.
- 2
ક્રીમ ને સોફ્ટ પીક આવે ત્યાં સુધી બીટ કરવું. હવે તેમાં દૂધ અને કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરીને હલકા હાથે મિક્સ કરી લેવું. હવે તેમાં ચીકુ પેસ્ટ ઉમેરીને મિક્સ કરવું.
- 3
આ મિશ્રણને એક કન્ટેનરમાં ઉમેરીને આઠ કલાક માટે ફ્રીઝર માં સેટ થવા દેવું.
- 4
ચીકુ આઈસ્ક્રીમ ને ડિઝર્ટ તરીકે સર્વ કરવું.
Similar Recipes
-
બ્લેક કરંટ આઈસ્ક્રીમ (Black current icecream recipe in Gujarati)
આઇસ્ક્રીમ નાના-મોટા બધાની પ્રિય વસ્તુ છે. અલગ અલગ ઘણા પ્રકારના આઈસ્ક્રીમ માર્કેટમાં મળે છે પણ ફ્રેશ ફ્રૂટ આઈસ્ક્રીમ મારો મોસ્ટ ફેવરીટ છે કેમકે એમાં ફ્રુટ ના લીધે જે થોડી ખટાશ આવે છે એ મીઠાશને બેલેન્સ કરે છે, જેના લીધે આઈસ્ક્રીમ ખુબ જ રિફ્રેશિંગ લાગે છે. મેં અહીંયા સીઝનલ કાળી દ્રાક્ષનો ઉપયોગ કરીને આ આઈસ્ક્રીમ બનાવ્યો છે જેમાં કાળી દ્રાક્ષનો પલ્પ અને વ્હિપ્ડ ક્રીમ નો ઉપયોગ કર્યો છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ રેસીપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ટેન્ડર કોકોનટ આઈસક્રીમ (Tender coconut icecream recipe Gujarati)
ટેન્ડર કોકોનટ આઈસક્રીમ ખૂબ જ ફ્રેશ અને સ્વાદિષ્ટ લાગે છે. નાળિયેર નાં એકદમ નાના ટુકડા આઈસક્રીમ ને રિફ્રેશિંગ બનાવે છે. એના લીધે આઈસક્રીમ ને સરસ ફ્લેવર અને ટેક્ષચર મળે છે. આ એક જરૂર થી ટ્રાય કરવા જેવી રેસિપી છે.#RB3#cookpadindia#cookpad_gu spicequeen -
ચીકુ ચોકલેટ હલવો (Chikoo Chocalate Halwa Recipe In Gujarati)
ચીકુ ચોકલેટ હલવો#Cooksnapઆ વાનગી મેં મનીષાબેનની રેસિપી લઈને થોડા ફેરફાર સાથે બનાવી છે. ઘણી વાર એવું હોય છે કે મોટા નાના સૌને ચીકુ ખાવા નથી ભાવતા. મોટા ભાગે ચીકુમાથી મિલ્ક શેક બનાવીએ છીએપણ આજ મેં અહીં ચીકુ સાથે ચોકલેટ ઉમેરી હલવો બનાવ્યો છે .ચોકલેટ તો બધા ને જ ભાવતી હોય છે એટલે ચીકુ ચોકલેટ હલવો બનાવશો તો બાળકો અને મોટા ને પણ સરસ લાગશે. ચીકુ માં ૧૪.૭ મિલિગ્રામ વિટામિન સી છે ,વિટામિન B2, વિટામિન B5, વિટામિન A, વિટામિન E જેવા વિટામિન રહેલા છેચીકુ ના ફાયદા:રોજ એક કે બે ચીકુ ના સેવન થી થતાં ફાયદા➡️રોજ ચીકુ ખાવાથી આંખો ની રોશની સારી થાય છે.➡️ચીકુ ખાવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.➡️ચીકુ ના સેવન થી વાઇરસ અને બેક્ટેરિયા સામે રક્ષણ મળે છે.➡️ચીકુ ની અંદર રહેલા વિટામિન E ત્વચા ને સુંદર બનાવે છે. ➡️રોજ ચીકુ ખાવાથી કબજીયાત નો પ્રોબ્લેમ દૂર થાય છે.➡️ચીકુ ખાવાથી આપણા હાડકા મજબૂત થાય છે.➡️ ચીકુ ખાવાથી આપણી પાચનશકિત પણ સુધી છે. Urmi Desai -
અમેરિકન ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ(American Dryfruit Icecream Recipe In Gujarati)
આઈસ્ક્રીમ નાના મોટા બધા ની ભાવતી વસ્તુ છે. ઉનાળા ની ઋતુ માં રોજ આઈસ્ક્રીમ ખાવાનું મન થઇ જતું હોય છે. બહાર થી ખરીદવામાં આવતા આઈસ્ક્રીમ કરતા ઘરનો આઈસ્ક્રીમ મને વધારે ભાવે કેમકે એમાં આપણે આપણી પસંદગી પ્રમાણે ની વસ્તુઓ ઉમેરી શકીયે તેમજ ખાંડ નું પ્રમાણ પણ માપ નું રાખી શકીયે. મને ફ્રેશ ફ્રુટ અને નટ્સ વાળા આઈસ્ક્રીમ વધારે ગમે.અમેરિકન ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ બનાવવા માં એક્દમ સરળ અને ખાવામાં એટલો જ સ્વાદિષ્ટ લાગે છે. આ આઈસ્ક્રીમ પર ચોકલેટ સૉસ ઉમેરી સર્વ કરવા થી એનો સ્વાદ ઘણો વધી જાય છે. આ એક જરૂર થી ટ્રાય કરવા જેવી સમર રેસિપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ (Strawberry Ice Cream Recipe In Gujarati)
આઈસક્રીમ સૌને ભાવતી વસ્તુ છે. ફ્રેશ ફ્રૂટ્સ અને નટ્સ માંથી બનાવવામાં આવતો આઈસ્ક્રીમ ફ્લેવર્ડ આઈસ્ક્રીમ કરતા સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં ફ્રેશ સ્ટ્રોબેરી વાપરીને આઈસ્ક્રીમ બનાવ્યો છે જેમાં કોઈ પણ પ્રકારના આર્ટિફિશિયલ કલર અથવા તો ફ્લેવરનો ઉપયોગ કર્યો નથી જેથી આ આઈસ્ક્રીમ એકદમ નેચરલ અને હેલ્ધી છે. spicequeen -
-
ચીકુ આઇસ્ક્રીમ (Chickoo Icecream Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
ચીકુ મિલ્કશેક.(Chikoo Milkshake Recipe in Gujarati.)
ચીકુ મિલ્કશેક વિટામિન B2 યુક્ત રેસીપી છે. ચીકુ મિલ્કશેક એક શક્તિદાયક અને પ્રોટીનયુક્ત પીણું છે. આ શક્તિદાયક પીણાં માં દૂધ,કાજુ,ચીકુ નું સંયોજન છે.જે શરીર ને તંદુરસ્ત અને મગજના કોષોને શક્તિ પૂરી પાડે છે. Bhavna Desai -
મેંગો આઇસ્ક્રીમ વિથ ચોકલેટ મેંગો
#ફ્રૂટ્સઆ એક ડેઝર્ટ છે જે ઘર ના નાના બાળકો થી લઈ ને મોટા લોકો ને પણ ભાવશે. મેંગો આઈસ-ક્રીમ સેટ કરતી વખતે એમાં કેરીના નાના ટુકડા પણ ઉમેરિયા છે. ફ્રેશ ક્રીમ બીટ કરી એમાં તાજો કેરી નો રસ ઉમેરીને બીટ કરીયું છે. આ ડીશ માં કેરીમાં કાપા પડી પછી એની ઉપર પીગળેલી ચોકલેટ નાખી સેટ કર્યું છે.આશા રાખું છું કે આ રેસિપી આપ સૌ ને પસંદ પડશે કારણકે આમાં કોઈ કૃત્રિમ રંગ અથવા ફ્લેવર ઉમેરી નથી, એકદમ natural છે બધું! Krupa Kapadia Shah -
ચોકલેટ ચીકુ મિલ્કશેક વિથ આઇસ્ક્રીમ (chocolate chiku milkshake with icecream in gujarati recipe)
#chocolate#milkshake બધા જ બાળકો ને ચોકલેટ ખુબજ પસંદ હોય છે અને તે ચોકલેટ નું નામ પડતા જ કંઈ ખાવા કે પીવા રેડી થઈ જતા હોય છે.તો ચીકુ મિલ્કશેક એમ તો બાળકો પીવે ના પણ પીવે આટલા માટે મેં ચીકુ મિલ્કશેક ને ચોકલેટ ફ્લેવર આપી ને કાઈ અલગ નવી રીતે બનાવ્યું છે આશા છે તમને બધા ને ગમશે અને તમારા બાળકને પણ બનાવી ને આપશો. Shivani Bhatt -
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#SMઆવા ધોમધખતા તડકામાં દરેક માણસને એમજ થતું હોય છે કે જમવું કશુ જ નથી બસ પાણી જ પિતા રહીએ. તો ગરમી ભગાડનાર મિલ્ક શેક માં ચીકુ મિલ્ક શેક. Bhavna Lodhiya -
ચીકુ શેક ચીકુ પ્રીમિક્સ માંથી (Chikoo Shake Use with Chikoo Premix Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઆજે ચીકુ પ્રિમિક્સ નો યુઝ કરીને ચીકૂ શેક બનાવ્યું છે. Unnati Desai -
કોફી આઈસ્ક્રીમ (Coffee Icecream Recipe In Gujarati)
#CD#coffeeday#mr#milkrecipe#cookpadgujarati#cookpadindia Sneha Patel -
વેનીલા ચોકલેટ આઈસ્ક્રીમ (Vanilla Chocolate Ice Cream Recipe In Gujarati)
#APRગરમી માં તરોતાજા રાખે એવો સૌનો ફેવરિટઠંડો ઠંડો વનિલા ચોકલેટ આઈસ્ક્રીમ.. Sangita Vyas -
ચીકુ નો હલવો
આ મીઠાઈ ખૂબ લોકપ્રિય છે દિવાળી પર દરેક મીઠાઈ ની દુકાનો માં મળતી જ હોય છે આમ ચીકુ નો ઉપયોગ કરી ને મેં ચીકુ નો હલવો બનાવ્યો છે..સાથે દૂધ મિલ્ક પાવડર અને મોળો માવા નો ઉપયોગ કર્યો છે.#મીઠાઈ Naina Bhojak -
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#GA4 #Week4ચીકુ માં થી બહુ સારા પ્રમાણ માં વિટામીન્સ મળી રહે છે. મારા ઘર માં બધાં ને ચીકુ શેક ભાવે છે. ગરમી માં આવા ઠંડા શેક પીવા ની મજા કંઇક અલગ જ છે. Urvee Sodha -
-
ચોકલેટ ચિપ્સ આઈસક્રીમ (ChocolateChips Icecream recipe in Gujarati)
#GA4#Week13#chocolatechips#cookpadindia#cookpadgujaratiનાના મોટા દરેકને ભાવતો ચોકલેટ ચિપ્સ આઇસક્રીમ... માત્ર ચાર વસ્તુ ના ઉપયોગથી બનતો આ આઈસ્ક્રીમ ખૂબ જ ઓછા સમયમાં અને સરળતાથી રેડી થાય છે. ચોકલેટ ચિપ્સ આઇસ્ક્રીમ ખાવાની મજા તો અલગ જ છે.. પરંતુ તેને બીજી ઘણી બધી રેસિપીસ માં ઉપયોગમાં લેવાથી રેસિપી ના ટેસ્ટમાં પણ ચાર ચાંદ લાગી જાય છે. જેમકે ચોકલેટ થીક શેઈકમાં, કોલ્ડ કોફીમાં, કોલ્ડ કોકોમાં, આઇસ્ક્રીમ સેન્ડવીચ માં પ્લેન વેનીલા આઈસ્ક્રીમ ના બદલે ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ ઉમેરવાથી ખુબ જ સરસ ટેસ્ટ આવશે. Payal Mehta -
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#Chiku Milk Shakeમારા ઘરમાં બધાને chikoo milkshake ખૂબ જ ભાવે છે ને રાત્રે જમવામાં શું બનાવવું તેવું થાય છે તો આ ચીકુ મિલ્ક શેક બનાવીએ તેની સાથે ભાખરી પૂરી ઢેબરા વડા ખુબ જ સરસ લાગે છે ને શાકની જરૂર પડતી નથી Jayshree Doshi -
સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
મિલ્ક કેક ટ્રેસ લેચેસ તરીકે પણ જાણીતી છે કેમકે એમાં ત્રણ પ્રકારના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રણ પ્રકારના દૂધ ભેગા કરીને એને કેક ની ઉપર રેડવામાં આવે છે. ફુલ ફેટ મિલ્ક, કન્ડેન્સ્ડ મિલ્ક અને હેવી ક્રીમ એવા ત્રણ જાતના દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કેક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સ્પોન્જ કેક અને એના ઉપર રેડવા માં આવતા દૂધને પસંદગી પ્રમાણે ફ્લેવર આપી શકાય. મેં અહીંયા કેસર સ્પોન્જ કેક બનાવી છે અને એની સાથે કેસર અને ઈલાયચી વાળું દૂધ બનાવ્યું છે. મોઢામાં મુકતા ની સાથે જ ઓગળી જતી આ કેક ભારતીય મીઠાઈ નો અહેસાસ કરાવે છે. આ કેક ને રસ મલાઈ ટ્રેસ લેચેસ પણ કહી શકાય. આ એક જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે.#mr#cookpadindia#cookpad_gu spicequeen -
ચીકુ નો હલવો
#SSM અત્યારે ચીકુ સરસ મજા ના બજારમાં મળે છે. ચીકુ ઠંડા છે એટલે ગરમી માં રાહત મળે છે. આજે મેં ચીકુ નો હલવો બનાવ્યો છે ખૂબ સરસ બન્યો છે. તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
આઈસક્રીમ અથવા કુલ્ફી એ લોકપ્રિય ડિઝર્ટ નો પ્રકાર છે. આપણે અલગ-અલગ પ્રકારના આઇસક્રીમ અથવા કુલ્ફી ફ્રૂટ પલ્પ અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવી શકીએ. મેંગો કુલ્ફી એ ખૂબ જ સ્વાદિષ્ટ ડિઝર્ટ છે જે ઉનાળાની ઋતુ દરમિયાન બનાવી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
ચીકુ હલવા (chikoo halva recipe in Gujarati)
#વિકમીલ૨#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ8ચીકુ એ ફાઇબર થી ભરપૂર મીઠું મધુરું ફળ છે જે પાચનતંત્ર ને સહાયક બને જ છે સાથે સાથે તેમાં કેલરી પણ વધારે હોય છે જેને લીધે તે શક્તિ વર્ધક પણ છે. વળી ચીકુ સ્વયં જ મધુરું હોવા થી તેમાં થી બનાવતી વાનગી માં ખાંડ નો પ્રયોગ ઓછો થાય છે.આજે તેમાંથી હલવો બનાવ્યો છે જેનો ઉત્તર ભારત માં પ્રયોગ વધારે થાય છે. Deepa Rupani -
-
મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
મે આ આઈસ્ક્રીમ @Nidhi1989 ની રેસિપી મુજબ બનાવેલ છે જે ખૂબ જ સરસ બન્યો છે. Zoom વર્કશોપ અંતર્ગત ખૂબ જ સરસ માહિતી આપી અને કોઈ પણ કેમિકલ નો ઉપયોગ કર્યા વગર જ રેસિપી શેર કરેલ.#APR Ishita Rindani Mankad
More Recipes
ટિપ્પણીઓ (9)