માઇક્રોવેવ માં ગોળકેરી નું અથાણું (Microwave Golkeri Athanu Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#APR
આ બહુજ ફેમસ ગુજરાતી અથાણું છે જે બધા ને ત્યાં બનતું હોય છે.માઇક્રોવેવ માં આ અથાણું બહુજ જલ્દી બની જાય છે અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.

માઇક્રોવેવ માં ગોળકેરી નું અથાણું (Microwave Golkeri Athanu Recipe In Gujarati)

#APR
આ બહુજ ફેમસ ગુજરાતી અથાણું છે જે બધા ને ત્યાં બનતું હોય છે.માઇક્રોવેવ માં આ અથાણું બહુજ જલ્દી બની જાય છે અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4-5  મિનિટ
300 ગ્રામ નો જાર બનશે
  1. 4-5 ટે સ્પૂનઅથાણાં નો મસાલો
  2. 300 ગ્રામદેશી કેરી
  3. 50 ગ્રામસમારેલી ખારેેક
  4. 1/2 ટી સ્પૂનહળદર
  5. 1/2 ટી સ્પૂન⅙11મીઠું
  6. 300 ગ્રામછીણલો ગોળ
  7. 1 ટી સ્પૂનઆખા મરી
  8. 1 ટી સ્પૂનઆખી વરિયાળ
  9. 2 ટે સ્પૂનમસ્ટર્ડ ઓઇલ

રાંધવાની સૂચનાઓ

4-5  મિનિટ
  1. 1

    કેરી ને ધોઈ ને, લૂછીને સાફ કરવી. પછી છાલ કાઢી,કટકા કરવા. હળદર અને મીઠું ચઢાવી, કેરી ને ચોળી લેવી.આવીજ રીતે ખારેક ની પણ પ્રોસેસ્સ કરવી.

  2. 2

    પછી કેરી અને ખારેક ને એક માઇક્રોવેવ સેફ બાઉલમાં લઈને 1 મિનિટ ઢાંકી ને કુક કરવું જેથી કેરી અને ખારેક નરમ થશે.વધારે કૂક નથી કરવાનું.

  3. 3

    મિક્ષણ ને બહાર કાઢી, અંદર ખમણેલો ગોળ નાંખી મીકસ કરવું. પાછું 3 મીનીટ માઇક્રોવેવ કરવું. વચ્ચે 1 વાર હલાવવું એટલે ગોળ બરાબર મીકસ થઈ જશે.

  4. 4

    માઇક્રોવેવ માં થી બાઊલ ને બહાર કાઢી, મિક્ષણ ને ઍક્દમ ઠંડુ કરવું. અથાણાં નો મસાલો નાંખી મીકસ કરવું. અંદર મરી અને વરિયાળી નાંખી મીકસ કરવું

  5. 5

    ગરમ કરી ને ઠંડુ કરેલું તેલ નાંખી મીકસ કરવું.તરતજ સર્વ કરવું અને વધેલા અથાણાં ને એરટાઈટ ગ્લાસ જાર માં ભરી, એક વર્ષ સ્ટોર કરવું. ગોળ કેરી નું અથાણું બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Similar Recipes