શક્કરટેટીનું જ્યૂસ (Muskmelon Juice Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#RB6
#week6
#cookpadgujarati

આપણે ત્યાં દરેક ઋતુની અનેક વિશેષતાઓ હોય છે. પ્રત્યેક ઋતુમાં વિવિધ ફળોની પણ વિશેષતાઓ હોય છે. મોસમી ફળોનો આસ્વાદ ની લિજ્જતની સાથે આરોગ્યની લહેજત પણ લઇને આવે છે. ઉનાળામાં કેરી, તડબૂચ(કલિંગર), સક્કર ટેટી, લીચી, ચીકુ વગેરે ફળો નો ઉપયોગ થતો હોય છે. શરીર અને મનને ઠંડક આપતાં આ ફળો-શરબતોમાં સક્કર ટેટીનું સ્થાન અનોખું છે. મૂળે તો આ ફળ ટેટી કહેવાય છે, પણ એમાં સાકર જેવી મીઠાશ હોવાને કારણે તેને સક્કર ટેટી કહે છે.તે માત્ર સ્વાદ ખાતર જ ખાવાને બદલે શારીરિક ફાયદાઓને કારણે પણ ખાસ તો ઉનાળામાં તેનું સેવન કરવું જોઇએ. બ્લડ પ્રેસર, આંખોની તકલીફ, અસ્થમા, શરીરના સોજા વગેરે અનેક માટે તે ઉપયોગી છે. ગરમીની સિઝનમાં રોજ એક ડિશ શક્કરટેટી ખાવાથી સ્વાસ્થ્યને અદભુત લાભ મળે છે.
ગરમીની મોસમમાં આપણાં શરીરમાં પાણીની ઉણપને દૂર કરવા માટે ટેટીનું સેવન એક ઉત્તમ વિકલ્પ છે.
ટેટીમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે. સાથે જ તેમાં વિટામિન સી, આયર્ન, વિટામિન બી6, પોટેશિયમસ કોપર, ફાયબર, વિટામિન કે અને મેગ્નેશિયમ પણ મળી રહે છે. ટેટીમાં રહેલી પાણીની માત્રાથી થતા ફાયદાઓમાં શરીરને ઠંડક મળે છે, સાથે સાથે હૃદયમાં થતી બળતરાની પરેશાનીમાં પણ આરામ મળે છે, આ સિવાય તે પેટને સાફ રાખવામાં મદદ કરે છે.

4 કમેન્ટ્સ કરેલ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 વ્યક્તિ
  1. 500 ગ્રામશક્કરટેટી
  2. 2 tspખાંડ
  3. 3-4આઈસ ક્યૂબસ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ શક્કરટેટીને બે ભાગમાં કાપો અને બીજ કાઢી લો... પછી તેના ટુકડા કરો.

  2. 2

    શક્કરતેટી ના ટુકડા ને બ્લેન્ડરમાં મૂકો અને ખાંડ ઉમેરો. પછી તેને પહેલા બ્લેન્ડ કરી લો. પછી આઈસક્યુબ ઉમેરો અને ફરીથી બ્લેન્ડ કરો.

  3. 3

    હવે એક ગ્લાસમાં બરફના ટુકડા નાખીને જ્યુસ રેડો અને ઠંડુ કરીને સર્વ કરો.

  4. 4

    હવે આપણું ફ્રેશ શકકરટેટી નું જ્યુસ સર્વ કરવા માટે તૈયાર છે.

  5. 5
  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes