ચણા મેથીનું અથાણું

Sonal Karia
Sonal Karia @Sonal

#APR
#RB4
આ અથાણું આ વખતે મેં નવી સ્ટાઈલથી બનાવ્યું છે જે અમારા યોગ ક્લાસ માં આવતા પ્રીતિબેન પાસેથી શીખ્યું છે અને થોડું મનિષાબેન પાસેથી પણ શીખીને બનાવ્યું છે તો એ બંને બહેનો નો ખુબ ખુબ આભાર અથાણું બહુ જ સરસ બન્યું છે અને સાથે અથાણાનો મસાલો પણ એને જામનગર થી મંગાવી ને આપેલો એટલે એ અથાણાનો મસાલો પણ બહુ જ સરસ છે તો થેંક્યુ થેંક્યુ થેંક્યુ અને મિત્રો બહુ જ ઇઝી પણ છે તો તને જરૂરથી બનાવજો

ચણા મેથીનું અથાણું

#APR
#RB4
આ અથાણું આ વખતે મેં નવી સ્ટાઈલથી બનાવ્યું છે જે અમારા યોગ ક્લાસ માં આવતા પ્રીતિબેન પાસેથી શીખ્યું છે અને થોડું મનિષાબેન પાસેથી પણ શીખીને બનાવ્યું છે તો એ બંને બહેનો નો ખુબ ખુબ આભાર અથાણું બહુ જ સરસ બન્યું છે અને સાથે અથાણાનો મસાલો પણ એને જામનગર થી મંગાવી ને આપેલો એટલે એ અથાણાનો મસાલો પણ બહુ જ સરસ છે તો થેંક્યુ થેંક્યુ થેંક્યુ અને મિત્રો બહુ જ ઇઝી પણ છે તો તને જરૂરથી બનાવજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગ મીડીયમ વાટકી સૂકી મેથી
  2. 1 નંગસાવ નાની વાટકી ચણા જો તમને ચણા ભાવતા હોય તો સરખા પણ લઈ શકો
  3. 3 નંગ મીડિયમ વાટકી કેરી નું ખમણ છાલ ઉતારીને કરવું
  4. 1મોટો બાઉલ તેલ ગરમ કરીને ઠંડુ કરીને રાખવું
  5. 4-5 ચમચા ખાટા અથાણાનો મસાલો
  6. 2 ચમચા કાશ્મીરી મરચું અથવા તો તમને ગમે તેટલું ઉમેરી શકો
  7. 1 ચમચીકાશ્મીરી મરચું તેલ માં ઉમેરવા માટે
  8. 1 ચમચીમીઠું અથવા તો જરૂર મુજબ લેવું
  9. 1/4 ચમચીહળદર
  10. 1/8 ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તો કેરીના ખમણમાં હળદર અને મીઠું ઉમેરી મિક્ષ કરી લેવું ત્યારબાદ તેમાં ચણા અને મેથી ઉમેરી મિક્સ કરી એક તપેલામાં રાખવું દિવસમાં બેથી ત્રણ વખત હલાવતા રહેવું

  2. 2

    ત્રીજે દિવસે એ મિશ્રણમાં ખાટા અથાણાનો મસાલો ઉમેરો જરૂર મુજબ મરચું પાઉડર અને હિંગ ઉમેરો અને સરસ મિક્સ કરી લેવું

  3. 3

    આ પ્રોસેસ આપણે કરીએ ત્યારે તેલ પણ ગરમ કરી લેવું અને ઠંડું પડે પછી તે માં એક ચમચી મરચું પાઉડર ઉમેરી અને મિક્સ કરી લેવું રાત્રે આ તેલ મેથી માં ઉમેરી દેવું

  4. 4

    મેથી ડુબાડૂબ રહે તે રીતે તેમાં તેલ નાખવું તમને જરૂર પડે તો વધારે પણ તેલ ઉમેરી શકો છો

  5. 5

    આ રીતે મેથી બનાવવાથી મેથીને જે અલગ-અલગ પલાળવાની અને પછી ખાટા પાણીમાં પલાળવા ની અને સુકવવાની એ બધી કડાકૂટમાંથી આપણે બચી શકીએ છીએ

  6. 6

    અને ટેસ્ટમાં તો ખુબ જ સરસ થાય છે ચણા મેથી ખાવાથી એમાં પણ ખટાશનો સરસ ટેસ્ટ આવે છે

  7. 7

    જેટલી મેથી કે ચણા લીધા હોય તેનાથી ડબલ કેરીનું ખમણ લેવું પણ તમને કેવું ખાટુ જોઈએ છે એ પ્રમાણે તમે ઓછું વધતું કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Similar Recipes