કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#cooksnapchallenge
#KRC
#cookpad gujarati
કચ્છી / રાજસ્થાની રેસીપી
કચ્છ ની પરંપરાગત વાનગી. ટ્રેડિશનલી આ વાનગી કાંદા બટાકા અને ખડા મસાલા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. મસાલા થી ભરપુર આ એક વન પોટ મીલ છે. દહીં, પાપડ અને અથાણાં સાથે સર્વ કરવામાં આવે છે.

કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)

#cooksnapchallenge
#KRC
#cookpad gujarati
કચ્છી / રાજસ્થાની રેસીપી
કચ્છ ની પરંપરાગત વાનગી. ટ્રેડિશનલી આ વાનગી કાંદા બટાકા અને ખડા મસાલા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. મસાલા થી ભરપુર આ એક વન પોટ મીલ છે. દહીં, પાપડ અને અથાણાં સાથે સર્વ કરવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કપબાસમતી ચોખા
  2. ૪ મોટી ચમચીતેલ
  3. ૧ નાની ચમચીરાઈ + ૧ નાની ચમચી જીરૂ
  4. ખડા મસાલા****
  5. લવિંગ
  6. ૧ તજ
  7. ૧ તમાલ પત્ર
  8. ૧ ચક્રી ફુલ
  9. ૧૦ કાળામરી
  10. સૂકા લાલ મરચા
  11. મસાલા****
  12. ૧/૪ નાની ચમચીહળદર
  13. ૧ નાની ચમચીકાશ્મીરી લાલ મરચુ
  14. ૧ નાની ચમચીધાણાજીરું
  15. ૧ નાની ચમચીગરમ મસાલો
  16. ૨+ ૧/૨ નાની ચમચી મીઠું
  17. ૩ નંગ લીલા મરચા+૧"આદુ+૪ કળી લસણ ક્રશ કરેલું
  18. ૨ નંગ મોટા બટાકા છોલી ને સમારેલા
  19. ૨ નંગ કાંદા લાંબા સમારેલા

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    ચોખા ને ધોઈ ને ૨૦ મિનિટ પલાળી રાખો. બીજી સામગ્રી તૈયાર કરી લો.

  2. 2
  3. 3

    કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. એમાં રાઈ, જીરૂ અને ખડા મસાલા નાખી ૧ મિનિટ સાંતળી લો.

  4. 4

    હવે લીલા મરચા આદુ અને લસણ ક્રશ કરેલું ઉમેરી ૧ મિનિટ સાંતળો.

  5. 5

    હવે કાંદા બટાકા ઉમેરી ૨ - ૩ મિનિટ સાંતળી લો.

  6. 6

    હવે બાકીના મસાલા ઉમેરી ૧ મિનિટ સાંતળી લો.

  7. 7

    હવે પલાળેલા ચોખા નું પાણી કાઢી ચોખા ઉમેરો. ૨ - ૩ મિનિટ હળવા હાથે ચલાવતા રહો.

  8. 8

    હવે ૨ & ૧/૨ કપ પાણી ઉમેરી, ઢાંકી ને ચોખા ચઢે અને પાણી સુકાય ત્યાં સુધી થવા દો.

  9. 9

    ગરમ ગરમ ખારી ભાત સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

Similar Recipes