પેર સાલસા (Pear Salsa Recipe In Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#MVF
#RB14
#week14
#cookpadgujarati

પેર એક ખાટું- મીઠું અને ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે. આ ફળ ની છાલનો ક્લર આછો લીલો હોય છે અને અંદરથી તે આછા ક્રીમ કલરનું હોય છે. પેર સૌથી વધારે ચોમાસાની ઋતુમાં આવે છે. આ પેરનો ઉપયોગ કરીને ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે. મેં આજે પેર નો ઉપયોગ કરીને સાલસા બનાવ્યું છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્પાઈસી બન્યું છે. આ સાલસા નો ઉપયોગ topping તરીકે કોઈપણ વેજ રેસિપી માં કરી સકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 2નંગ પેર
  2. 1/2કપ દાડમ ના દાણા
  3. 1/4કપ જીની સમારેલી ડુંગળી
  4. 2 tbspસમારેલા લીલા મરચાં
  5. 2 tbspજીના સમારેલા ફૂદીના ના પાન
  6. 1/2કપ સમારેલા લીલા ધાણા
  7. 1 tspકાળા મરી પાવડર
  8. 1/2 Tspસંચળ પાવડર
  9. 1/4 tspમિક્સ હર્બ
  10. નમક સ્વાદ અનુસાર
  11. 1 tspલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પેરને ચોખ્ખા પાણીથી ધોઈ તેના મીડિયમ સાઇઝના ટુકડા કરી લો. દાડમના દાણા અને સમારેલી ડુંગળી તૈયાર કરો. ફુદીનાના પાન, લીલી કોથમીર ના પાન અને લીલા મરચા પણ ઝીણા સમારીને તૈયાર કરી લો.

  2. 2

    એક મોટા બાઉલમાં ડુંગળી ઉમેરી તેમાં દાડમના દાણા અને જીની સમારેલી કોથમીર ના પાન અને ફુદીના પાન ઉમેરી હાથ વડે થોડું મેશ કરો. ત્યારબાદ તેમાં પેર ના ટુકડા અને સમારેલા લીલા મરચા ઉમેરો.

  3. 3

    હવે આમાં કાળા મરી પાવડર, સંચળ પાવડર, મિક્સ હર્બ, સ્વાદ અનુસાર નમક અને લીંબુનો રસ ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી લો. જેથી સ્પાઈસી પેર સાલસા સર્વ કરવા માટે તૈયાર થઈ જશે.

  4. 4

    આ સાલસા ને નાચોસ ચિપ્સ સાથે કે પોટેટો ચિપ્સ સાથે પણ સર્વ કરી શકાય છે.

  5. 5
  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes