ખારેક નો હલવો (Kharek Halwa Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#KRC
કચ્છમાં ખારેકની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે.ખારેક બે પ્રકારની મળે છે - પીળી અને લાલ. ખારેક સ્વાદમાં મીઠી હોય છે. તેમજ તેમાંથી સારા પ્રમાણમાં વિટામીન ફાઇબર્સ મળી આવે છે. ગળેલી ખારેક ખૂબ જ મીઠી લાગે છે.ખારેક કાચી પણ ખાઈ શકાય છે અને તેની મીઠાઈ બનાવીને પણ ખાઈ શકાય છે.મેં આજે એકતા મેમની રેસિપી ફોલો કરીને પીળી ખારેકનો હલવો બનાવ્યો છે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦- ૨૫ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ ખારેક
  2. ૫ ચમચીખાંડ
  3. ૧ કપદૂધ
  4. ૧/૨ કપમિલ્ક પાઉડર
  5. ૨ ચમચીડ્રાયફ્રુટ
  6. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  7. ૨ ચમચીઘી
  8. ગાર્નિશ માટે
  9. ડ્રાયફ્રુટની કતરણ

રાંધવાની સૂચનાઓ

૨૦- ૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ખારેકને ધોઈ, બીયા કાઢી અને કટ કરી લેવી. પછી તેને મિક્સર જારમાં લઈ ક્રશ કરી લેવી.

  2. 2

    હવે એક પેનમાં ઘી મૂકી ક્રશ કરેલ ખારેક ૨-૩ મિનિટ સુધી શેકવી.

  3. 3

    ત્યારબાદ તેમાં દૂધ નાખી હલાવતા જઈ પકાવવુ. દૂધ બળી જાય એટલે મિલ્ક પાઉડર અને ખાંડ નાખી હલાવતા રહેવું.

  4. 4

    ઘી છૂટું પડે એટલે ડ્રાયફ્રુટ, ઇલાયચી પાઉડર નાખી બરાબર મિક્સ કરી લેવું.

  5. 5

    સર્વિંગ પ્લેટમાં કાઢી ડ્રાયફ્રુટ થી ગાર્નીશ કરી ગરમ ગરમ સર્વ કરો. આ હલવાને ઠંડો પણ સર્વ કરી શકાય છે. ઠંડો હલવો પણ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes