સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)

soneji banshri
soneji banshri @banshri

#SJR
#શ્રાવણમાસનિમિત્તેફરાળીવાનગી
#વ્રતમાટે
#પરંપરાગતમિઠાઈ

સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)

#SJR
#શ્રાવણમાસનિમિત્તેફરાળીવાનગી
#વ્રતમાટે
#પરંપરાગતમિઠાઈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧ વાટકીસાબુદાણા
  2. ૫૦૦ મિલી દૂધ
  3. ૮ ચમચીખાંડ
  4. ૨ ચમચીબદામ ની કતરણ
  5. ૨ ચમચીપિસ્તા ની કતરણ
  6. ૨ ચમચીચારોળી
  7. ૪ નંગઇલાયચી નો પાઉડર
  8. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ સાબુદાણા ને ૨-૩ વખત પાણી થી ધોઈ ડૂબાડૂબ પાણી નાખીને ૪-૫ કલાક માટે પાણીમાં પલાળી રાખો.

  2. 2

    ૪-૫ કલાક બાદ સાબુદાણા ને કાણા વાળા વાસણ માં લઇ બધું જ પાણી નીતારી લો.

  3. 3

    છાપું પાથરી તેના પર જાડું નેપકીન પાથરી તેના પર પાણી નીતારેલા સાબુદાણા છૂટા પાથરી દો. ૧૫-૨૦ મિનિટ સૂકવવા દો

  4. 4

    હવે જાડા તળિયા વાળા તપેલા માં દૂધ લઈ ખાંડ નાખી ઉકળવા દો, ઊભરો આવે એટલે ગેસ ધીમો કરી ૧૦ મિનિટ માટે ઉકાળો, હવે તેમાં સાબુદાણા, બદામ પિસ્તા ની કતરણ, ચારોળી, ઇલાયચી પાઉડર ઉમેરી ફરી ૧૦-૧૫ મિનિટ સુધી ધીમા તાપે ઉકાળવું. તેને વચ્ચે વચ્ચે તળીયા સુધી હલાવતા રહેવું.

  5. 5

    સાબુદાણા પારદર્શક થઈ જશે એટલે ખીર તૈયાર છે. પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
soneji banshri
soneji banshri @banshri
પર

ટિપ્પણીઓ

Similar Recipes