સાબુદાણા ની ખીર (Sago Kheer Recipe In Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#FR
ભારત એક ઘણાં રાજ્યો થી બનેલો એક વિશાળ દેશ છે. વિવિધતા માં એકતા નું એક જાગતું ઉદાહરણ એ આપણો ભારત દેશ છે. વિવિધ રાજ્યો ના અનેક પ્રકાર ના તહેવારો ખૂબ જ હર્ષ અને ઉત્સાહ થી ઉજવાય છે. ધાર્મિક તહેવારો ની ઉજવણી પૂજા- પાઠ, ઉપવાસ વગેરે સાથે થાય છે. ઉપવાસ માં ફળ , દૂધ સિવાય ફરાળી વાનગીઓ પણ ખવાય છે. આજકાલ ફરાળી વાનગીઓ પણ અવનવી બનવા લાગી છે. પણ પહેલા ની પારંપરિક ફરાળી વાનગી નો દબદબો એવો જ છે. એવી એક પારંપરિક ફરાળી વ્યંજન એટલે સાબુદાણા ની ખીર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 1/2 કપસાબુદાણા
  2. 4 કપદૂધ
  3. 1/4 ચમચીકેસર
  4. 1/4 ચમચીઇલાયચી પાઉડર
  5. 1ચમચો બદામ ની કતરણ
  6. 1ચમચો પિસ્તા ની કતરણ
  7. 1/4 કપખાંડ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સાબુદાણા ની સરખા ધોઈ ને એક કપ પાણી માં 30 મિનિટ માટે પલાળી દો.

  2. 2

    દૂધ ને જાડા તળિયા વાળા માં ઉમેરી ઉકળવા મુકો. તાપ ધીમો રાખવો અને હલાવતા રહેવું. 3-4 મિનિટ પછી સાબુદાણા પાણી નિતારી ને તેમાં ઉમેરો.

  3. 3

    3-4 મિનિટ પછી ખાંડ અને દુડ માં પલાળેલું કેસર ઉમેરો અને થોડી વાર રાંધો.

  4. 4

    છેલ્લે ઇલાયચી પાઉડર ઉમેરી એક મિનિટ પછી આંચ બંધ કરો.

  5. 5

    બદામ પિસ્તા ની કતરણ થી સજાવી ઠંડુ અથવા ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes