સુરણ નું ફરાળી શાક (Suran Farali Sabji Recipe In Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ સુરણ
  2. ૩ ચમચીતેલ
  3. ૧ ચમચીજીરૂ
  4. ઝીણા સમારેલા મરચાં
  5. ૧ ચમચીઆદુની પેસ્ટ
  6. ૬-૭ મીઠા લીમડાનાં પાન
  7. ૧/૪ ચમચીલીંબુનાં ફૂલ
  8. ૧/૨ ચમચીમરી પાઉડર
  9. ૧ ચમચીખાંડ
  10. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ સૂરણને સાફ કરી પછી તેને એકસરખા ટુકડામાં સમારી લો. પછી તેને બે થી ત્રણ વાર પાણીથી ધોઈ લો.

  2. 2

    પછી કૂકરમાં સુરણ અને પાણી ઉમેરી ૨ સીટી વગાડીને બાફી ચારણીમાં નિતારી લો.

  3. 3

    હવે પેનમાં તેલ ગરમ કરી તેમા જીરૂ, આદુની પેસ્ટ, મરચાં અને લીમડો ઉમેરીને સાંતળી લો.

  4. 4

    પછી તેમાં બાફેલું સુરણ, લીંબુના ફૂલ, ખાંડ, મરી પાઉડર અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લો.

  5. 5

    હવે તૈયાર સૂરણનાં શાક ને દહીંનાં રાયતા સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes