પંચામૃત (Panchamrit Recipe In Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#SFR
#SJR
#Janmashtami_Special
#cookpadgujarati

પાંચ પ્રકારની વિષેશ વસ્તુઓને મિશ્રિત કરીને પંચામૃત બનાવવામાં આવે છે. આ વસ્તુઓ છે-દૂધ, દહીં, સાકર, ઘી અને મધ. પાંચ પ્રકારના પંચામૃત દેવી-દેવતાઓને અર્પિત કરવા અને નિર્માણ કરવાની પરંપરા છે પરંતુ મુખ્ય રૂપે શ્રી હરિની પૂજામાં તેનો વિષેશ પ્રયોગ થાય છે. તેના વિના શ્રી હરિના કોઇ અવતારની પૂજા નથી થતી. પંચામૃત પહેલા દેવી -દેવતાઓને અર્પણ કરવામાં આવે છે અને પછી પ્રસાદ સ્વરૂપે લોકોમાં વહેંચવામાં આવે છે. મહાભારત મુજબ, સમુદ્રમંથન દરમિયાન થયેલા તત્વોમાં પંચામૃત એક હતું.
પંચામૃત શબ્દ બે શબ્દોથી બનેલું છે. પંચ એટલે કે પાંચ અને અમૃત એટલે અમરત્વ પ્રાપ્ત કરવા માટે. તેથી જ તેને પંચામૃત કહેવામાં આવે છે કારણ કે, તે દેવતાઓ માટેનું જળ કહેવાય છે. અભિષેક દરમિયાન પંચામૃત નો ઉપયોગ થાય છે. આ પવિત્ર જળના મિશ્રણનો ઉપયોગ દેવી -દેવતાઓની મૂર્તિઓને સ્નાન કરવા માટે થાય છે. દર વર્ષે જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ આ દિવસે થયો હતો. દૂધ, ઘી, દહીં, માખણ વગેરે વસ્તુઓ કૃષ્ણને અર્પણ કરવામાં આવે છે. આ ખાસ પ્રસંગે પંચામૃતથી વધુ સારું શું હોઈ શકે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
3 થી 4 વ્યક્તિ
  1. 1/2 કપકાચું દૂધ
  2. 1/2 કપમોળું દહીં
  3. 2 tbspમધ
  4. 2 tspમેલ્ટેડ ઘી
  5. 3 tbspખડી સાકર
  6. 👉 અન્ય સામગ્રી :--
  7. 3-4 નંગતુલસીના પાન
  8. 1/4 કપરોસ્ટેડ મખાના
  9. 4-5 નંગકાજુ ના ટુકડા
  10. 4-5 નંગબદામ ના ટુકડા
  11. 4-5 નંગપીસ્તા ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં કાચું દૂધ ઉમેરી તેમાં મોળું દહીં અને મધ ઉમેરો.

  2. 2

    ત્યારબાદ આમાં ખડી સાકર, મેલ્ટેડ ઘી, કાજુ, બદામ, પીસ્તા ના ટુકડા, સમારેલા તુલસી ના પાન અને મખાના ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3
  4. 4

    હવે આપણું પવિત્ર ભગવાન શ્રી કૃષ્ણ ને પ્રસાદ ધરાવવા માટે પંચામૃત તૈયાર છે. આ પંચામૃત ને તુલસીનું પાન મૂકી શ્રી કૃષ્ણ ભગવાન ને પ્રસાદ ધરાવો.

  5. 5
  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes