સૂકી ચોળીનું જૈન શાક (Lobia Curry Jain Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#SJR
#paryushanspecial
#jainrecipe
#cookpadgujarati
#cookpadindia
#cookpad
જૈન લોકો પર્યુષણ પર્વ દરમિયાન લીલોતરીનો સંપૂર્ણપણે ત્યાગ કરતા હોય છે. આ આઠ દિવસ દરમિયાન જૈન લોકો શાકભાજી કે કંદમૂળનો ઉપયોગ કરતા નથી હોતા. પર્યુષણ પર્વ દરમિયાન વાપરી શકાય તેવું સુકી ચોળીનું જૈન શાક ખૂબ જ સરસ બને છે. કઠોળની ચોળીને એટલે કે સૂકી ચોળીને ગરમ પાણીમાં બે ત્રણ કલાક પલાળી, કુકરમાં બાફી, ટમેટાની ગ્રેવીમાં વધારી આ શાક બનાવવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2 સર્વીંગ માટે
  1. 250 ગ્રામસૂકી ચોળી
  2. 2 Tbspતેલ
  3. 1 Tspજીરુ
  4. 2 નંગલવીંગ
  5. 2 નંગનાના ટુકડા તજ
  6. 1 નંગતમાલપત્ર
  7. 1 નંગસૂકુ લાલ મરચું
  8. 1/2 કપટમેટાની પ્યુરી
  9. 1 Tbspલાલ મરચું પાઉડર
  10. 2 Tbspધાણાજીરૂ
  11. 1/2 Tspહળદર
  12. 1/2 Tspગરમ મસાલો
  13. સ્વાદ અનુસારમીઠું
  14. 1 Tbspખાંડ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સુકી ચોળીને બે ત્રણ કલાક ગરમ પાણીમાં પલાળી રાખી કુકરમાં વીસલ વગાડી બાફી લેવાની છે. ચોળી બરાબર બફાઈ જવી જોઈએ.

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં તજ, લવિંગ અને જીરું ઉમેરવાનું છે. તમાલપત્ર અને સૂકું લાલ મરચું ઉમેરી વઘાર તૈયાર કરવાનો છે.

  3. 3

    ટમેટાની પ્યુરી ઉમેરી બરાબર રીતે મિક્સ કરી બે થી ત્રણ મિનિટ માટે કુક કરવાની છે. ત્યારબાદ તેમાં બધા જ મસાલા ઉમેરવાના છે.

  4. 4

    હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ ઉમેરી બાફીને તૈયાર કરેલી ચોળી ઉમેરવાની છે.

  5. 5

    બરાબર રીતે મિક્સ કરી બે મિનિટ માટે કુક થવા દેવાનું છે. જેથી આપણું સૂકી ચોળીનું જૈન શાક સર્વ કરવા માટે તૈયાર થઈ જશે.

  6. 6

    મેં સૂકી ચોળીના જૈન શાકને સર્વ કર્યું છે.

  7. 7
  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes