ભરેલાં બટાટા નું શાક (Stuffed Potato Sabji recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#FFC2
#week2
#cookpadgujarati
#cookpadindia
#cookpad
ભરેલાં બટાટા નું શાક બટાટામાં ટેસ્ટી મસાલો ભરીને બનાવવામાં આવે છે. આ શાક ગ્રેવીવાળું અને ગ્રેવીવગરનું એમ બંને પ્રકારે બનાવી શકાય છે. રેસ્ટોરન્ટમાં આ શાક કાઠીયાવાડી સબ્જી તરીકે ખૂબ પ્રખ્યાત છે. ગુજરાતી લોકો આ શાકને વધુ પસંદ કરતા હોય છે. બપોરના જમવામાં કે સાંજના ડિનરમાં બંને સમયે આ શાક સર્વ કરી શકાય છે. આ શાક માટે સીંગદાણાનો ભૂકો, ચણાનો લોટ અને તેમાં મસાલા ભેળવી નાની સાઇઝના બટાટામાં ભરવામાં આવે છે. આ શાક થોડી તીખાશવાળું વધુ સારું લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
2 લોકો માટે
  1. 8મીડીયમ સાઇઝ બટાટા
  2. 3મિડિયમ સાઈઝના ટમેટાની પ્યુરી
  3. 6કળી લસણ
  4. 1/4 કપસીંગદાણાનો ભૂકો
  5. 1/4 કપદાળિયાની દાળ નો ભૂકો
  6. 1 Tbspલાલ મરચું પાવડર
  7. 1/2 Tspહળદર
  8. 1 Tbspધાણાજીરૂ
  9. 1 Tbspખાંડ
  10. 1 Tspગરમ મસાલા
  11. 1 Tspલીંબુનો રસ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. 2 Tbspબેસન
  14. 2 Tbspસમારેલી કોથમીર
  15. 3 Tbspતેલ
  16. 1 Tspરાઈ
  17. 1 Tspજીરુ
  18. 1/2 Tspહિંગ
  19. સ્વાદ અનુસારમીઠું અને મરચું
  20. ગાર્નિશીંગ માટે સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    બટાટા ની છાલ કાઢી ઉપરની અને નીચેની બાજુએ થી હાફ બટાટા સુધી કટ લગાવવાના છે.

  2. 2

    એક બાઉલમાં સિંગદાણાનો ભૂકો અને દાળિયા ની દાળ નો ભૂકો લેવાનો છે. તેમાં બધા જ મસાલા અને લીંબુનો રસ ઉમેરવાનો છે.

  3. 3

    હવે તેમાં બેસન અને સમારેલી કોથમીર ઉમેરવાની છે અને બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. જેથી બટાટામાં ભરવા માટેનો મસાલો તૈયાર થઈ જશે.

  4. 4

    આ મસાલાને કટ કરીને તૈયાર કરેલા બટાટામાં ભરવાનો છે. આ બટાટાને કુકર માં સીટી વગાડીને કુક કરી લેવાના છે.

  5. 5

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ, જીરુ અને હીંગ સાતળવાના છે. તેમાં તૈયાર કરેલી ટમેટાની પ્યુરી ઉમેરી બરાબર રીતે મિક્સ કરી બે મિનિટ માટે કુક થવા દેવાની છે. તેમાં સ્વાદ અનુસાર મીઠું અને મરચું ઉમેરવાના છે.

  6. 6

    ગ્રેવી કુક થઈ જાય એટલે તેમાં સ્ટફિંગ માટે તૈયાર કરેલો બચેલો મસાલો ઉમેરવાનો છે.

  7. 7

    હવે તેમાં કુક કરેલા બટાટા ઉમેરવાના છે અને બરાબર રીતે મિક્સ કરી ફરી એક મિનિટ માટે કુક કરવાનું છે.

  8. 8

    જેથી ભરેલાં બટાટાનું શાક સર્વ કરવા માટે તૈયાર થઇ જશે.

  9. 9

    સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી બટાટાનું શાક સર્વ કરી શકાય.

  10. 10
  11. 11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes