શેર કરો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. 1 લિટરફૂલ ફેટ દૂધ
  2. 4 નંગસીતાફળ
  3. 1/2 કપખાંડ
  4. 2 ચમચીમિલ્ક પાઉડર (3 ચમચી દૂધ માં મિક્સ કરવું)
  5. 1/4 ટી સ્પૂનકેસર (દૂધ માં પલાળેલી)
  6. 1/4 ચમચીઇલાયચી પાઉડર
  7. 2 ચમચીડ્રાયફ્રુટ ની કતરણ
  8. ગાર્નિશ કરવા માટે - ડ્રાયફ્રૂટ ની કતરણ અને કેસર તાંતણા

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ દૂધ ને નોનસ્ટિક પેન અથવા જાડા તળિયા વાળા વાસણ માં ઉકળવા મૂકો.વચ્ચે હલાવતા રહેવું.દૂધ ઉકળી ને 1/2 થઈ જાય એટલે ખાંડ ઉમેરી દેવી.

  2. 2

    પછી મિલ્ક પાઉડર ને દૂધ માં ઘોળી ને ઉમેરી દો.કેસર ને ગરમ દૂધ માં પલાળી રાખવું.

  3. 3

    સીતાફળ નો અંદર નો ભાગ કાઢી મિક્સર જાર માં પલ્સ મોડ પર 1 -1 સેકન્ડ માટે 2 વાર ચર્ન કરી પલ્પ ને ગરણી માં ગાળી લો.લગભગ દોઢ થી 2 કપ પલ્પ નીકળશે.આ પલ્પ ને ઉકળતા દૂધ માં ઉમેરી દો.

  4. 4

    ત્યારબાદ ઇલાયચી,કેસર અને ડ્રાયફ્રુટ ઉમેરી 5 મિનિટ ધીમી આંચ પર ઉકાળી ઉતારી લેવું.

  5. 5

    આ બાસુંદી ને ઉતારી બીજા વાસણ માં ટ્રાન્સફર કરી રૂમ ટેમ્પ્રેચર પર આવે એટલે ફ્રીઝ માં 2-3 કલાક ઠંડી થવા દો. સર્વ કરતી વખતે ડ્રાય ફ્રૂટ ને કેસર થી ગાર્નિશ કરો.તૈયાર છે સીતાફળ બાસુંદી..તેને સર્વ કરી શકાય.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes