ચોખા ની રોટલી / પથીરી (Chawal ki Roti / Pathiri Recipe In Gujarati)

#SSR
#30mins
#cookpad_guj
#cookpadindia
ચોખા ના લોટ ની રોટલી એકદમ નરમ અને ગ્લુટેન ફ્રી હોય છે જે લગભગ આખા ભારત માં ખવાય છે પરંતુ અલગ અલગ નામ થી ઓળખાય છે. ગુજરાત માં દક્ષિણ ગુજરાત માં વધુ પ્રચલિત છે અને ચોખા ની રોટલી થી ઓળખાય છે. બિહાર અને ઉત્તર ભારત માં ચાવલ કી રોટી થી ઓળખાય છે તો દક્ષિણ ભારત માં કેરળ રાજ્ય ના મલબાર પ્રાંત માં પથીરી થી ઓળખાય છે. બેંગ્લોર અને મૈસુર માં વધુ પ્રખ્યાત એવી અક્કી રોટી પણ ચોખા ના લોટ થી જ બને છે પરંતુ તેમાં શાકભાજી ઉમેરાય છે.
ચોખા ની રોટલી / પથીરી (Chawal ki Roti / Pathiri Recipe In Gujarati)
#SSR
#30mins
#cookpad_guj
#cookpadindia
ચોખા ના લોટ ની રોટલી એકદમ નરમ અને ગ્લુટેન ફ્રી હોય છે જે લગભગ આખા ભારત માં ખવાય છે પરંતુ અલગ અલગ નામ થી ઓળખાય છે. ગુજરાત માં દક્ષિણ ગુજરાત માં વધુ પ્રચલિત છે અને ચોખા ની રોટલી થી ઓળખાય છે. બિહાર અને ઉત્તર ભારત માં ચાવલ કી રોટી થી ઓળખાય છે તો દક્ષિણ ભારત માં કેરળ રાજ્ય ના મલબાર પ્રાંત માં પથીરી થી ઓળખાય છે. બેંગ્લોર અને મૈસુર માં વધુ પ્રખ્યાત એવી અક્કી રોટી પણ ચોખા ના લોટ થી જ બને છે પરંતુ તેમાં શાકભાજી ઉમેરાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક જાડા તળિયા ના વાસણ માં પાણી ઉમેરી આંચ ચાલુ કરી ઉકળવા મુકો. ઘી અને મીઠું પણ ઉમેરી દો.
- 2
ઉકળવા નું ચાલુ થાય એટલે ધીમે ધીમે કરી લોટ ઉમેરો અને ઝડપ થી સરખો ભેળવી લો. ગઠ્ઠા ના થાય તે માટે ઝડપ થી ભેળવવું. પછી આંચ બંધ કરી 10 મિનિટ ઢાંકી રાખો.
- 3
10 મિનિટ પછી લોટ ને પરાત માં કાઢી લો અને તેલ વાળા હાથ કરી સરસ રીતે મસળી લો. અને લીંબુ જેવડા લુઆ તૈયાર કરી લો.
- 4
લોઢી ને ગરમ મૂકી દો. ચોખા ના લોટ ની મદદ થી રોટલી વણી લો. ગ્લુટેન ફ્રી હોવાને લીધે વણવા માં થોડી સાવધાની રાખવી. કિનારી ને દબાવી ને સરખી કરતા જવી.
- 5
લોઢી પર વણેલી રોટલી નાખી, પહેલા બન્ને બાજુ થોડી પકાવી લો અને પછી લોઢી ઉપાડી સીધી ગેસ ની ફ્લેમ માં ફુલાવી ને સેકી લો.
- 6
ઘી લગાવી ગરમ ગરમ રોટલી ને ભોજન સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોખા ની રોટલી(Rice flour Roti Recipe in Gujarati)
#SSRખુબ જ ઓછી સામગ્રી થી બનતી, સોફ્ટ ચોખા ની રોટલી ખાવા માં ઘઉં ની રોટલી કરતાં એકદમ અલગ જ લાગે છે Pinal Patel -
ચોખાનાં લોટ ની રોટલી(Rice Flour Roti Recipe In Gujarati)
#GA4#Week25#Rotiચોખા ની રોટલી પચવામાં સરળ હોય છે.. મહારાષ્ટ્ર અને કોંકણ માં આ રોટલી વધારે બને છે.. આમા તેલ નો ઉપયોગ નથી થતો.. એટલે ડાયેટ માં પણ ઉપયોગી છે.. Sunita Vaghela -
રોટી (Roti Recipe in Gujarati)
#GA4#Week 25 ઘઉં ના લોટ ની ફુલ્કા રોટલી જે ગુજરાતી ઓ દરરોજસવારે જમવામાં ઉપયોગ કરેછે. Bina Talati -
રાજસ્થાની ખોબા રોટી(Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#GA4#Week25ભારત માં અલગ અલગ પ્રાંત માં અલગ અલગ રોટી બનતી જોવા મળે છે. અહીં રાજસ્થાન ની ખૂબ પ્રખ્યાત એવી ખોબા રોટી બનાવેલ છે. આ રોટી પંચમેલ દાળ કે કોઈ શાક સાથે પણ સરસ લાગે છે. Shraddha Patel -
બાજરી ની રોટલી (Bajri Rotli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiમિત્રો ,તમને થશે કે બાજરી ના રોટલા ની બદલે રોટલી કેવી રીતે .તો આ રેસિપી થી તમે બાજરી ના લોટ ની આસાની થી વણી ને બનાવી શકાય એવી રોટલી શીખી શકો .ખાસ કરી ને બીગીનર માટે અને જેમને રોટલા ભાવતા નથી ,એ લોકો ને જરૂર પસંદ આવશે અને ઉપયોગી થશે . ખરેખર એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ રોટલી લાગે છે . Keshma Raichura -
લાલ જુવાર ના લોટ ની રોટલી
#SSMવ્હાઇટ જુવાર ની રોટલી ખાધી હોય..આજે મને લાલ જુવાર નો લોટ મળ્યો તો એમાંથીરોટલી બનાવી અને સોફ્ટ પણ થઈ. Sangita Vyas -
બે પડ વાળી રોટલી (Do Padi Rotli Recipe In Gujarati)
#GA4#Week25બે પડી રોટલી ઊનાળામાં ૨ વસ્તુ મને ખૂબજ ગમે... ૧ રસ..... & બીજી મારી માઁ ના હાથ ની બેપડી રોટલી..... મારી માઁ એ એની Secret Tricks મને આંગળીઓના હાડકા ઉપર વેલણ મારી ને શિખવાડી છે જે હું તમારી સાથે share કરૂં છું..... આ રીતે કરેલી રોટલી એકદમ સોફ્ટ - મોંમાં મૂકતાં ઓગળી જાય એવી થાય છે.... અને લાંબા સમય સુધી Fresh રહે છે... બીજું પાતળી વણશો તો પ્રિન્ટેડ ડીશ ની પ્રીન્ટ રોટલી માં થી દેખાશે... Ketki Dave -
રાગી ની રોટલી (Ragi Rotli Recipe In Gujarati)
#GA4#Week20#રાગીઆ રીતે આ રોટલી બનાવશો તો વગર મોણ ની પણ એકદમ સોફ્ટ બને છે. જે ઠંડી થાય પછી પણ તમે આરામ થી ખાઈ શકો છો. એક આયર્ન થી ભરપૂર ગ્લુટેન ફ્રી પૌષ્ટિક ધાન્ય છે.એને અલગ અલગ નામ થી ઓળખવા માં આવે છે.અમારા સાઉથ ગુજરાત ના ડાંગ જિલ્લા ના આદિવાસી ઓનું આ સ્ટેપલ ફૂડ છે..ત્યાં આ ધાન ' નાગલી ' ના નામે ઓળખાય છે..હવે તો લોકો એ એને પોતાના રોજિંદા ખોરાક માં એને અલગ અલગ વેરાયટી થી અપનાવી લીધું છે..રાગી ના લોટ માં થી બિસ્કીટ, ખીચા પાપડી, કેક,બ્રેડ, લાડુું,રાબ,શીરો, થેપલા જેવી વિવિધ વાનગી ઓ પણ બનવા માંડી છે. Kunti Naik -
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#AM4રોટી -પરાઠારોટલી તો ફૂલેલી અને સોફ્ટ હોય ત્યારે જ તેને ખાવાની મજા આવે છે. એટલે જમોટાભાગના પુરૂષોને તેમના મમ્મીના હાથની રોટલી ખાવાનો ક્રેઝ હોય છે. રોટલીસારી બનાવવા માટે તેને વણવાની અને ચોડવવાની પ્રક્રિયા જેટલી મહત્વની છેતેટલી જ અગત્યની પ્રક્રિયા લોટ બાંધવાની છે. જો લોટ બરાબર નહિં બંધાય તો તમારી રોટલી પણ સોફ્ટ નહિં બને. આથી લોટ બાંધતી વખતે આટલી ટિપ્સ ધ્યાનમાં રાખશો તો સોફ્ટ અને ફૂલેલી રોટલી બનાવવામાં તકલીફ નહિં પડે.સોફ્ટ રોટલી બનાવતી વખતે સહેજ ઢીલો લોટ બાંધવો. જો લોટ કડક હશે તોતમારી રોટલી ફૂલશે નહિં.રોટલી સોફ્ટ બનાવવા માટે લોટ બાંધતી વખતે પાણીસાથે 1/2 કપ દૂધ મિક્સ કરી લેવુ. લોટમાં દૂધ ઉમેરવાથી રોટલીમાં વધારેસોફ્ટનેસ આવે છે.લોટ ત્યાં સુધી મસળવો જોઈએ જ્યાં સુધી તે તમારા હાથનેચોંટવાનું બંધ ન કરે. જો આથી વહેલો લોટ મસળવાનું બંધ કરી દેશો તો લોટવધારે ઢીલો બંધાઈ જશે અને રોટલી વણવામાં મજા નહિં આવે.ઘણા લોકોનેલોટ બાંધીને તરત જ રોટલી બનાવવાની ટેવ હોય છે. પરંતુ સારી રોટલી બનાવવામાટે લોટ બાંધ્યા પછી લોટ પર સહેજ ભીનો હાથ દહીં તેને ભીના કપડાથી ઢાંકીને1/2 કલાક મૂકી રાખવી જોઈએ.રોટલી સોફ્ટ બનાવવા માટે લોટ બાંધતી વખતેતેમાં દેશી ઘી કે તેલનું મોણ નાંખવુ જોઈએ. આમ કરવાથી રોટલી સોફ્ટ અને ફૂલેલી બને છે. Juliben Dave -
ચોખા ની રોટલી(Rice flour Roti Recipe in Gujarati)
#SSR#CJM#Cookpadindiaમહારાષ્ટ્ર બાજુ ચોખા ની રોટલી અને રોટલા નું ચલણ વધારે છે ત્યાં ચટણી સાથે વધારે પડતી ખવાય છે.અને પચવા માં પણ હલકી હોય છે. Rekha Vora -
ચોખા નાં લોટની રોટલી (Chokha Flour Rotli Recipe In Gujarati)
#ChooseToCook મારી ફેમિલી માં ચોખા નાં લોટની રોટલી બધાને ખૂબ ભાવે છે. આ રોટલી મહારાષ્ટ્ર માં જુદી જુદી રીતે બનાવવામાં આવે છે. ચટણી અને કઠોળ સાથે પીરસવામાં આવે છે. મે આજે લોટ ને બાફી ને રોટલી બનાવી છે Dipika Bhalla -
અકકી મસાલા રોટી (akki masala roti recipe in Gujarati)
#સુપરશેફ4 ચોખા ના લોટ માંથી આ રોટી બેગલુર અને મૈસુર માં વધારે ખવાઈ છે. રોટી પર દેશી ઘી અથવા બટર લગાવી ને ખાવા ની મજા જ કંઇક અલગ છે. Bina Mithani -
મલ્ટીગ્નેન રોટલી
#MLગુજરાતી ઘરોમાં દરરોજ ફુલકા બનતા હોય છે. ફુલકા ધઉં ના લોટ માં થી જ બનતા હોય છે.આ વરસ 2023 ને આપણા વડાપ્રધાન શ્રી . નરેન્દ્રભાઈ મોદી એ ઈયર ઓફ ધ મીલેટ્સ ડીકલેર કર્યુ છે. મીલેટ્સ બહુજ હેલ્થી અને ફુલ ઓફ ન્યુટ્ઈસ છે અને ધણા બધા રોગ સામે રક્ષણ આપે છે , જેમકે બ્લ્ડ પ્રેશર , ડાયાબીટીસ , કૈંસર અને શરીર ને એકંદરે હેલ્થી રાખવામાં મદદ કરે છે.આજે મેં મલ્ટીગ્રેન રોટલી બનાવી છે જે દરરોજ ઘઉંની રોટલી ને બદલે ખાઈ શકાય છે.Cooksnap@Mad234 Bina Samir Telivala -
રોટી (Roti Recipe In Gujarati)
#AM4રોજીંદા જીવનમાં શાક રોટી ને મહત્વ નું સ્થાન મળેલું છે. શાક સાથે કોઈ પણ અલગ અલગ રોટી પીરસવા માં આવે છે. તે પછી બપોર નું લંચ હોય કે રાત નું ડિનર. અહીં ઘઉં ના લોટ માંથી રોટી બનાવેલ છે. જે સામાન્ય રીતે સૌ કોઈ ના ઘર માં રોજ બનતી જ હોય છે. Shraddha Patel -
મલ્ટી ગ્રેન લોટ ની રોટલી
#MLઅહી મે બાજરી જુવાર અને મકાઈ ના લોટ નો ઉપયોગકરી ને સોફ્ટ રોટલી બનાવી છે.ખાવા માં પણ બહુ ટેસ્ટી લાગે છે. Sangita Vyas -
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
#AM4ગુજરાતી ઘરોમાં રોટલી નાની અને ફુલાવી ને બને.. જેથી એકદમ શોફટ થાય.. ગરમાગરમ ફુલકા ઉતરતા જાય અને સાથે જ થાળીમાં પીરસાતા જાય.. Sunita Vaghela -
પડ વાળી રોટલી
#RB6ઉનાળા ની સીઝન માં રસ અને પડ વાળી રોટલી ખાવા ની મઝા આવે. ઘર માં બધા ની ફેવરીટ Smruti Shah -
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
રોટલી ખાવા થી પેટ ભરાય એ વાત એકદમ સાચી છે .રોટલી માં B1, B2 ,B3, B6, B9 વગેરે ખનીજ તત્વો હોય છે .આ સિવાય રોટલી માં ઘણા પોષક તત્વો હોય છે જે આપણા શરીર ની ઉર્જા ને બનાવી રાખે છે અને સ્વસ્થ રાખે છે .ઘઉં ની રોટલી ખાવા થી લોહી ની ઉણપ પૂરી થાય છે કારણકે ઘઉં માં આયર્ન હોય છે .#AM4 Rekha Ramchandani -
ચોખાના લોટ ની રોટલી (Rice flour Roti Recipe in Gujarati)
#SSRસુપર સપ્ટેમ્બર 20 ચોખા ના લોટ ની રોટલી આજે બનાવી...સોફ્ટ અને ટેસ્ટી લાગે છે. Sushma vyas -
મલ્ટી ગ્રેન રોટલી
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : મલ્ટી ગ્રેન રોટલીઆજકાલ બધા હેલ્થ કોન્સેસ થઈ ગયા છે . તો ઘઉં ની રોટલી અવોઈડ કરે છે . અને મલ્ટીગ્રેન લોટ વાપરી અને રોટલી બનાવતા હોય છે . તો આજે મેં મલ્ટીગ્રેન લોટની રોટલી બનાવી .જે હેલ્થ માટે પણ સારી છે. Sonal Modha -
પિન્ક રોટી (Pink Roti Recipe In Gujarati)
#NRCનાન એન્ડ રોટી રેસિપી ચેલેન્જRagi flourFinger Millet દક્ષિણ ગુજરાત માં આ ધાન્ય નો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થાય છે.. ત્યાં નાગલી તરીકે ઓળખાય છે.સમયના અભાવે વનબંધુ ઓ રાગી નું પેજવું બનાવીને પીવે છે... એ જ નાસ્તો ગણો કે ભોજન...ઉકળતા પાણીમાં મીઠું અને આદુમરચા તેમજ રાગી નો લોટ ડોઈ ઉમેરી ને પીવાના ઉપયોગ માં લેવાય છે અને રાગીની રોટલી તેમજ રોટલા પાથરીને(પૂડા) બનાવવામાં આવે છે.મહારાષ્ટ્ર માં પણ નાચણી તરીકે પ્રખ્યાત છે. Sudha Banjara Vasani -
#ચોખા...ચોખા ના પુડા...દક્ષિણ ગુજરાત ના ફેમસ..
ઉત્તર ગુજરાત માં ઘઉં ની રોટલી ભાખરી બાજરા ના રોટલા બને છે ત્યારે દક્ષિણ ગુજરાત માં ચોખા ના પુડા જુવાર ચોખા ના રોટલા વધારે બનાવેછે.આજ ની મારી વાનગી ખુબજ સરસ છે.ચોખા ના કરકરા લોટ થી પુડાબનશે. એની એક ખાશીયત એ છે કે એલ્યુમિનીયમ ગરમ તવા પર હાથ થી બનાવવા માં આવેછે. એમા પ્રેકટીશ હોવું ખુબજ જરુરી છે..વિડીયો બનાવવા ની હતી પણ ગેસ્ટ આવી ગયા..તો ન બનાવી શકી..મારી આ વાનગી ખુબજ સ્પે ..છે . Rina Mahyavanshi -
મલ્ટી ગ્રેઈન ફુલકા રોટલી (Multi Grain Fulka Rotli Recipe In Gujarati)
દરરોજ ના જમવાના માં ઘઉં કરતાં મિક્સ લોટ એટલે કે મલ્ટી ગ્રેઈન લોટ ખાવો હેલ્થ માટે ફાયદાકારક છે તો આજે મેં મલ્ટી ગ્રેઈન લોટ ની ફુલકા રોટલી બનાવી. Sonal Modha -
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
આપણા ઘર માં દરરોજ બનતી જ હોય..કોઈ કપડાં થી દબાવી ને ફૂલાવે..પણ હું ડાયરેક્ટ ફ્લેમ્ પર જ રોટલી ફુલાવું છુ. Sangita Vyas -
પડવાળી રોટલી (Layer Roti Recipe In Gujarati)
#GA4#WEEK4Gujaratiઆખી દુનિયામાં ફરો પણ રોટલીનું નામ પડે એટલે ગુજરાતી રોટલી જ યાદ આવી જાય ,આપણી રોટલી જેવી દુનિયામાં ક્યાંય રોટલી બનતી નહીં હોય ,અને ગુજરાતી ગૃહિણી જેવીરોટલી કદાચ કોઈ ભાગ્યે જ બનાવી શકે ,એક સાથે પૂરું ફેમિલી ,નવ થી દસ વ્યક્તિજમવા બેઠી હોય અને દરેકના ભાણામાં એક -એક ગરમાગરમ ફુલ્કા પીરસવા એ ખુબમોટી વાત છે ,ગુજરાતી રોટલીમાં પણ કેટલીયે પ્રકારની બને છે ,ફુલ્કા રોટી ,લેચી રોટી ,સ્વામી નારાયણની રોટી ,વાળીને બનાવતી રોટલી ,સાતપડી રોટલી અને ખાસ તો નાનાબાળકો માટે જે ચાંદરડું-નાની નાની રોટલી ,,,રોટલી ભોજનશાસ્ત્રની દ્રષ્ટિ એ પણપચવામાં ખુબ જ હલકી છે ,,અબાલ-વૃદ્ધ સૌ કોઈ વિના સંકોચે ખાઈ શકે છે ,,ખાસ કરીને ઘઉંમાં જે ગ્લુટન નું પ્રમાણ છે તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ પોષક છે ,,ભર ઉનાળો હોય ,,,તપેલુંભરીને કેરીનો રસ કાઢ્યો હોય અને સાથે ભરેલા શાક ,ત્યારેપડવાળી રોટલી જ બનાવવામાં આવે છે ,રસ સાથે ઘી થી નીતરતી પડવાળી રોટલીખાવાની મજા એટલી આવે છે કે ના પૂછો વાત ,મારા ઘરે બધાને પડવાળી રોટલીવધુ ભાવે છે ,,પડવાળી રોટલી વણવી ,શેકવી ,તે પણ કલા છે ,,રોટલી વણીનેતમે તાવડી કે લોઢીમાં નાખો અને જેમ જેમ રોટલી શેકાતી જાય તેમ તેના પડ પણ ખુલતાજાય ,,,અને છેલ્લે જયારે તમે લોઢીમાં થી રોટલી લઇ થાળીમાં મુકો ત્યારે તેની મેળે જબન્ને પડ છુટ્ટા પડી જાય છે ,,,પડ બનાવવાની આ પણ કલા છે ,,આ રોટલી ખુબ જમીઠી લાગે છે ,,,આ રોટલીમાં ઘી હાથ વડે કે વાટકી વડે જ લગાવાય છે ,અને ઘીનુંપ્રમાણ પણ વધુ હોય છે ,,ગુજરાતીમાં તો લગ્નગીત પણ છે ,,,"કાંઠા તે ઘઉંની રોટલીમારી માતા પિરસણે હોય,",,,,, Juliben Dave -
જુવાર અને રાગીની રોટલી
#ML : જુવાર અને રાગી ની રોટલીહમણાં આપણે કુકપેડમાં મિલેટ રેસીપી ચેલેન્જ ચાલી રહી છે . તો એમાં આપણે મીલેટસ્ માથી બનતી અલગ અલગ રેસીપીસ બનાવી શકીએ છીએ. તો આજે મે જુવાર અને રાગીના લોટ નો ઉપયોગ કરી મેં આજે રોટલી બનાવી છે . જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . Sonal Modha -
બે પડવાળી રોટલી
આ રોટલી ની વિશેષતા એ છે કે આ ને કેરીના રસ સાથે જ ખાવા માં આવે છે માટે ઉનાળા માં જ્યારે કેરી ની સીઝન અસવે ત્યારે આમરસ સાથે આ 'બે પડી રોટલી બનાવવા માં આવે છે આપણા વડીલો બે પડી રોટલી ને અપભ્રંશ કરીને "બપડી રોટલી કહેતા એટલે કે બે સરખા લુઆ લઇ ને વચ્ચે તેલ લગાવી બે ભેગા કરીને બેય બાજુ એક સરખી વણેલી રોટલી..આની ખાસિયત પણ એટલીજ છે જો સરખા પદ ના જોફાય હોય અને સરખી વની ના હોય તો બેય રોટલી નેની મોટી થાય અથવા તો બેપડ ખુલે નહિ..આ રોટલી ની ખાસ વાત છે ...તો જોઈએ રીત. Naina Bhojak -
બાજરા ની રોટી (Bajra Roti Recipe In Gujarati)
#GA4#Week25#rotiબાજરી ગ્લુતન ફ્રી હોય છે ઉપરાંત બાજરી માંથી આપણને કેલ્શિયમ ,મેગ્નેશિયમ, આયન મળે છે તેમજ ડાયટમાં ઘઉંની રોટલી ની જગ્યાએ બાજરીની રોટલી વાપરી શકાય Prerita Shah -
-
ચોખા ની રોટલી (Rice flour Roti Recipe in Gujarati)
એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ રોટલી બને છે. સાથે કોઈ મસાલેદાર સબ્જી હોય તો પરફેક્ટ કોમ્બો બને છે. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ (9)