બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

કુક વીથ તવા
#CWT : બાજરા ના રોટલા
શિયાળા દરમિયાન બધાના ઘરમા બાજરા નો ઉપયોગ વધારે થાય. બાજરો ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મે પણ બાજરા ના રોટલા બનાવ્યા.

બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)

કુક વીથ તવા
#CWT : બાજરા ના રોટલા
શિયાળા દરમિયાન બધાના ઘરમા બાજરા નો ઉપયોગ વધારે થાય. બાજરો ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મે પણ બાજરા ના રોટલા બનાવ્યા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

વીસ મિનિટ
બે વ્યક્તિ
  1. 1બાઉલ બાજરીનો લોટ
  2. 1/2ટીસ્પૂન મીઠું
  3. જરૂર મુજબ પાણી
  4. રોટલા ઉપર ચોપડવા માટે જરૂર મુજબ ઘી

રાંધવાની સૂચનાઓ

વીસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મોટા બાઉલમાં બાજરાના લોટને ચાળી તેમાં મીઠું નાખી દેવું

  2. 2

    હવે તેમાં જરૂર મુજબ પાણી નાખતા જઈ લોટ તૈયાર કરી લોટને હથેળીથી સરસ રીતે મસળી લેવો ત્યારબાદ તેમાંથી એક મોટો લુવો કરી બોલ બનાવી હાથેથી રોટલો ઘડી લેવો.

  3. 3

    નોનસ્ટીક પેન ગરમ કરવા મૂકવું તેમાં રોટલાને નાખી દેવો થોડીવાર પછી સાઈડ ચેન્જ કરવી.

  4. 4

    અમારા ઘરમાં બધાને રોટલા થોડા ક્રિસ્પી ભાવે એટલે હું રોટલા નુ
    છેલ્લું પડ ડાયરેક્ટ ફ્લેેમમાં શેકી અને બનાવવું છું. રોટલા ને બન્ને બાજુ સરસ રીતે ચોળવી લેવો. એ રીતે બધા જ રોટલા બનાવી લેવા. ગરમ ગરમ રોટલા ની ઉપર ઘી લગાવી દેવુ.

  5. 5

    સર્વિંગ પ્લેટમાં લઈ ગરમ ગરમ રોટલા સર્વ કરવા.
    તો તૈયાર છે બાજરાના રોટલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes