ડબલ તડકા લસુની પંજાબી કઢી (Double Tadka Lasuni Punjabi Kadhi Recipe In Gujarati)

#ROK
#north_india
#cookpadindia
#cookpadgujarati
પંજાબી કઢી બે થી ત્રણ રીતે બને છે ,અને અલગ અલગ રીતે બને છે ,આ કઢી માં ડુંગળી ની સાથે બટાકા નો પણ ઉપયોગ કરવામાં આવે છે ,પણ મે નથી કર્યો .આ કઢી ને ખુબજ ઉકાળવા ની હોય છે જેથી મે માટી ની કડાઈ નો ઉપયોગ કર્યો છે. જેમાં ખૂબ જ સરસ બની છે .
ડબલ તડકા લસુની પંજાબી કઢી (Double Tadka Lasuni Punjabi Kadhi Recipe In Gujarati)
#ROK
#north_india
#cookpadindia
#cookpadgujarati
પંજાબી કઢી બે થી ત્રણ રીતે બને છે ,અને અલગ અલગ રીતે બને છે ,આ કઢી માં ડુંગળી ની સાથે બટાકા નો પણ ઉપયોગ કરવામાં આવે છે ,પણ મે નથી કર્યો .આ કઢી ને ખુબજ ઉકાળવા ની હોય છે જેથી મે માટી ની કડાઈ નો ઉપયોગ કર્યો છે. જેમાં ખૂબ જ સરસ બની છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં ને વલોવી ને તેમાં બેસન અને પાણી ઉમેરી ફરી વલોવી લેવું. આ મિશ્રણ માં હળદર,મરચું,મીઠું અને ¼ ચમચી વાટેલા સૂકા ધાણા ઉમેરવા. અને મિક્સ કરી લેવું.
- 2
હવે કઢી ના વઘાર માટે બધા સૂકા અને લીલા ઘટકો તૈયાર કરી લેવા.ધાણા ને વાટી લેવા આદુ,મરચા સાથે 4 કળી લસણ ની લઇ અધકચરા ક્રશ કરી લેવા.
- 3
હવે કડાઈ માં ઘી તેલ ગરમ કરી તેમાં રાઈ,જીરું તતડે એટલે હિંગ ઉમેરી દો.હવે તજ,લવિંગ,સૂકા મરચાં, તમાલપત્ર,મરી ઉમેરી બધું સાંતળી લેવું.હવે ડુંગળી અને આદુમરચા,લસણ ને ઉમેરી સાંતળી લો.
- 4
ત્યારબાદ લીમડો અને વાટેલા ધાણા,મીઠું ઉમેરી દેવા.પંજાબી કઢી માં વાટેલા ધાણા નો સ્વાદ ખૂબ જ સરસ આવે છે.હવે એમાં દહીં,બેસન નું મિશ્રણ ઉમેરી દો.
- 5
એક ઉભરો આવે એટલે કસુરી મેથી અને કિચન કિંગ મસાલો ઉમેરી દેવો.ત્યારબાદ કઢી ને ધીમે તાપે 20 મિનીટ ઉકળવા દેવી. વચ્ચે હલાવતા રહેવું.પંજાબી કઢી જેમ ઉકળી ને ઘટ્ટ થાય તેમ સ્વાદિષ્ટ લાગે છે.
- 6
હવે તેમાં કોથમીર ઉમેરી ને મિક્સ કરી લો.બીજા વઘાર માટે તેલ ગરમ કરી તેમાં મેથી દાણા અને બારીક કટ કરેલું લસણ ઉમેરી 1 મિનિટ સાંતળવું.તેમાં મરચું પાઉડર ઉમેરી ને વઘાર ને કઢી માં ઉપર સ્પ્રેડ કરી દો.
- 7
તો આ રીતે આપણી ડબલ તડકા લસુની પંજાબી કઢી તૈયાર છે.
Similar Recipes
-
-
પંજાબી ડબલ તડકા દાલ (Punjabi Double Tadka Dal Recipe In Gujarati)
દાલ ફ્રાય તુવેરની દાળ અને મગની દાળ મિક્સ કરીને બનાવાય છે પણ આજે મેં મગની દાળ અને ફોતરાવાળી દાળ મિક્સ કરીને દાળ ફ્રાય બનાવી છે આ દાલ ફ્રાયમાં સૂકા ધાણા અને વસંતના મસાલાથી ટેસ્ટ ખુબ જ સરસ આવ્યો છે#SN2#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
ડબલ તડકા લસૂની અડદ દાળ (Double Tadka Lasuni Urad Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
લસુની ડબલ તડકા કઢી (Lasuni Double Tadka Kadhi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM1 #Hathimasala#week6 #MBR6 Sneha Patel -
પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati)
મોમ્બાસા મા અત્યારે વરસાદ ચાલુ છે વરસાદ ની સિઝનમાં ગરમ ગરમ ભજીયા અને ગરમ ગરમ પંજાબી પકોડા કઢી ખાવા ની મજા આવે. Sonal Modha -
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
ટ્રેડિંગ રેસીપી ઓફ ઓક્ટોબર #TRO : પંજાબી કઢીપંજાબી રેસીપી માં લસણ ડુંગળી અને આદુ-મરચાનો ભરપૂર માત્રામાં ઉપયોગ થતો હોય છે અને થોડું સ્પાઈસી હોય છે. તો આજે મે એમાની એક રેસીપી પંજાબી કઢી બનાવી. Sonal Modha -
પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati)
#SN2#Week2#Vasantmasala#aaynacookeryclub hetal shah -
કાંદા-પાલક ડબલ તડકા કઢી(Kanda Palak Double Tadka Kadhi Recipe In Gujarati)
#AM1 કઢી જે મુખ્ય દહીં અને બેસન માંથી બને છે. જે પ્રોટિન નું મુખ્ય સ્ત્રોત છે. જેમાં પાલક ઉમેરવાથી અલગ સ્વાદ સાથે હેલ્ધી બનાવે છે. નોર્થ ઈન્ડિયા ની ડબ્બલ તડકા વાળી દાળ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. સામાન્ય રીતે કઢી ને સાત વખત ઉભરો લાવવામાં આવે પછી કઢી પાકી ગણાય. Bina Mithani -
કચ્છી ડબલ તડકા કઢી (Kutchi Double Tadka Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadindia#cookpadgujarati Ketki Dave -
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
#TRO આજે મે પંજાબી કઢી બનાવી છે આમ તો બધા ના ઘરે અલગ અલગ કઢી તો બનતી જ હોય છે ગુજરાતી કઢી ,બટાકા ની કાઢી,ભીંડા ની કઢી એવી જ રીતે આ પંજાબી કઢી છે જે ટેસ્ટી બને છે અમારા ઘરે બધા ને બહુ જ ભાવે છે hetal shah -
ડબલ તડકા લસુની પંજાબી કઢી (Double Tadka Lasuni Punjabi Kadhi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
ડબલ તડકા કઢી (Double Tadka Kadhi Recipe in Gujarati)
#AM1#Cookpad_Guj#Cookpadindiaમે આજે ડબલ તડકા વાળી કઢી બનાવી છે જે દહીં અને બેસન થી બને છે કઢી ને તમે સાદી ખીચડી ,રાઈસ ,પુલાવ કે મસાલા ખીચડી સાથે સર્વ કરી શકો છો.પણ આ કળી ને મસાલા ખીચડી સાથે સર્વ કરશો તો પેટ ભરાઈ જશે પણ મન નહિ એટલી સરસ લાગે છે કળી એન્ડ મસાલા ખીચડી .એક વાર જરૂર ટ્રાય કરજો . Payal Sachanandani (payal's kitchen) -
પંચરત્ન લસુની ડબલ તડકા દાળ (Panchratna Lasuni Double Tadka Dal Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : પંચરત્ન લસૂની ડબલ તડકા દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે .જેથી દરરોજના જમવાના માં દાળનો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં પાંચ દાળ મિક્સ કરી અને પંચરત્ન લસુની ડબલ તડકા દાળ બનાવી . અમારા ઘરમાં લગભગ દરરોજ દાળ ભાત ,મગ ભાત ,કઢી ભાત , કઢી ખીચડી કાંઈ ને કાંઈ હોય જ. કેમકે મને જમવાના મા દાળ ભાત તો જોઈએ જ .ઘરમાં નાના-મોટા બધાને આ દાળ બહુ જ ભાવે છે. Sonal Modha -
ડબલ તડકા મસાલા મગ (Double Tadka Masala Moong Recipe In Gujarati)
#DRઆજે મગને મેં અલગ રીતે બનાવ્યા છે કે જેને તમે શાક અને દાળ બંને ની જેમ ઉપયોગ માં લઈ શકો. રોટલી અને ભાતમાં ખાઈ શકાય અને કુકરમાં ડાયરેક્ટ બનાવવાથી સમયની પણ બચત થાય. Working કે bachelors માટે બહુ સરળ પડે એવી રેસીપી બનાવી છે. Dr. Pushpa Dixit -
પંજાબી કઢી પકોડા (Punjabi Kadhi Pakora Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#TRO Amita Soni -
ડબલ તડકા દાલ મખની (Double Tadka Dal Makhani Recipe In Gujarati)
#LSR#લગ્નસ્ટાઇલરેસીપીલગ્ન માં પંજાબી મેનુ હોય તો દાલ મખની અવશ્ય બને જ..સાથે હોય જીરા રાઈસ.. Sangita Vyas -
પંજાબી કઢી પકોડા(Punjabi Kadhi Pakoda Recipe in Gujarati)
#AM1પંજાબી કઢી પકોડાઆ પંજાબી કઢી પકોડા બધાની બનાવવાની રીત અલગ - અલગ હોય છે.મે આમાં થોડા શાક ઉમેરીને વધુ સ્વાદિષ્ટ બનાવી છે.આ કઢી ઘટ્ટ હોય છે. Mital Bhavsar -
પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe in Gujarati)
#RC1કઢી ભારતીય ભોજન થાલી ના એક ભાગ છે . વિવિધ રાજયો મા કઢી ની વિવિધતા જોવા મળે છે. ખાટી,મીઠી,તીખી ,કઢી ખિચડી,ભાત અથવા રોટલી સાથે પીરસાય છે. લોકો પોતાના સ્વાદ મુજબ કઢી બનાવાની રીત ને અપનાવી લીધા છે મે ખાટી કઢી મા ડબલ ડમરુ શેપ ના પકોડા નાખી ને બનાવયા છે નૉર્થ મા આ કઢી ને કઢી ફુલોરી કહે છે. ડબકા કઢી,ભજિયા વાલી કઢી, પકોડા કઢી, સિન્ધી કઢી,ગુજરાતી ખાટી મીઠી કઢી, કઢી ફુલોરી જેવા નામો થી પ્રચલિત પંજાબી પકોડા કઢી ની રીત જોઈયે Saroj Shah -
ડબલ તડકા દાલ પાલક (Double Tadka Dal Palak Recipe In Gujarati)
લીલી ભાજી ની રેસીપીસ#BR : ડબલ તડકા દાલ પાલકશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને તાજી તાજી લીલી ભાજીઓ પણ માર્કેટ મા આવવા લાગી છે . તો આજે મે દાલ પાલક બનાવ્યુ. એની સાથે રાઈસ હોય એટલે બીજા કશા ની જરૂર ના પડે. Sonal Modha -
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#Week2#Cookpadgujarati રાજસ્થાની કઢીનો જે લોકોએ એક વાર સ્વાદ ચાખ્યો છે એ હંમેશ માટે યાદ રહી જાય છે. રાજસ્થાની કઢી અને પરાઠાં ખાવાની બહુ જ મજા આવે છે. આ કઢી ગુજરાતીઓના ટેસ્ટ કરતા એકદમ અલગ હોય છે. રાજસ્થાની કઢી એ રાજસ્થાન રાજ્યના મારવાડી ઘરોમાં ખૂબ જ લોકપ્રિય વાનગી છે. આ કઢી મારવાડી લગ્નપ્રસંગ માં ખાસ બનાવવામા આવે છે. સામાન્ય રીતે તેને રોટલા અથવા ભાત સાથે સર્વ કરવા માટે સાઇડ ડિશ સાથે બનાવવામાં આવે છે. તે મસાલેદાર છે અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે. આ કઢીમાં કેટલાક સ્વાદિષ્ટ સ્વાદ છે જે વાનગીમાં વપરાતા મસાલેદાર મસાલામાંથી આવે છે. રાજસ્થાનની કઢી તમે પ્રોપર બનાવવા ઇચ્છો છો તો આ રેસિપી તમારા માટે સૌથી બેસ્ટ છે. રાજસ્થાની કઢી ભાત તેમજ પરાઠાં સાથે પીરસવામાં આવતી હોય છે. આ કઢી તમે લંચ કે ડિનરમાં બનાવી શકો છો અને એની મજા માણી શકો છો. આ કઢી તમે ઘરે આવતા મહેમાનોંને પણ પીરસો છો તો સ્વાદ મોંમા રહી જાય છે. Daxa Parmar -
ડુબકી કઢી (Dubki Kadhi Recipe In Gujarati)
#CRCછત્તીસગઢ ની સુપ્રસિદ્ધ ડુબકી કઢી , જે પંજાબી ડબકા કઢી થી બહુજ અલગ છે.આમાં બેસન નો ઉપયોગ નથી થતો પણ અડદ ની દાળ નો વપરાશ થાય છે.ડુબકી કઢી ને અડદ ની ડુબકી પણ કહેવાય છે અને વન પોટ મીલ તરીકે સર્વ થાય છે. Bina Samir Telivala -
લહસૂની ટમાટો કઢી (Lahsuni Tomato Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : લહસૂની ટમાટો કઢીકઢી પણ અલગ અલગ ઘણી ટાઈપ ની બનતી હોય છે. દરરોજ દાળ ભાત મગ ભાત ખાઈ ને પણ કંટાળો આવે તો આ રીતે અલગ અલગ વેરીએશન કરી ને જો કઢી બનાવવામા આવે તો નાના મોટા બધા આંગળા ચાટતા રહી જશે. Sonal Modha -
કચ્છી કઢી (Kutchi Kadhi Recipe In Gujarati)
#ROKઅલગ અલગ પ્રાંત ની જુદી જુદી કઢી હોય છે .જેમ બાર ગામે બોલી બદલાય એમ રસોઈ માં પણ ફેરફાર જોવા મળે છે..વસ્તુ સરખી જ હોય પણ થોડા ઘણા અનેવધતા ઓછા ingridients ઉમેરી ને પોતાની નવીરીત બનાવવામાં આવે છે..આજે હું ગૂજરાત કચ્છ ની પ્રખ્યાત કઢી ની રેસિપી બનાવવા જઈ રહી છું..આખું ભાણું બનાવ્યું છે, પણ ફક્ત કઢી ની જ recipeશેર કરીશ...તો આવો જોઈએ કચ્છી કઢી.. Sangita Vyas -
સતુ પકોડા કઢી (Satu Pakoda Kadhi Recipe In Gujarati)
#AM1#cookpadgujarati#cookpadindiaપકોડા કઢી અથવા પંજાબી કઢી પકોડા થી જાણીતું એવું આ પ્રખ્યાત ઉત્તર ભારતીય વ્યંજન છે, જે ચણા ના લોટ ના પકોડા અને દહીં-બેસન થી બનતી કઢી ના સમન્વય થી બને છે. જે ભાત સાથે વધારે ખવાય છે, જો કે રોટલી સાથે પણ એટલી જ સ્વાદિષ્ટ લાગે છે.આજે મેં આ સ્વાદિષ્ટ કઢી ને સ્વાસ્થ્યપ્રદ બનાવી છે ,બે ફેરફાર સાથે. એક તો મેં ચણા ના લોટ ની બદલે સતુ ( શેકેલા ચણા નો લોટ ) અને પકોડા ને તળવા ની બદલે એપે પાન માં બનાવ્યા છે. Deepa Rupani -
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
#TROઘણી બધી વેરાઇટી ની કઢી બને છે, જેમ કે ભીંડા ની કઢી, ગુજરાતી કઢી, ફરાળી કઢી, તાંદળીયા ની ભાજીની કઢી આવી અઢળગ વેરાઇટી છે જેનુ લિસ્ટ એન્ડલેસ છે.એમાં ની જ એક બહુજ ફેમસ અને હેલ્થી પંજાબી કઢી છે.Cooksnapoftheweek Bina Samir Telivala -
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadindia#cookpadgujaratiઆમ તો મારા ઘરે વિક માં એક વખત કઢી બને છે પણ આ વીક ની કઢી ચેલેન્જ માં બીજીવાર બનાવી .એ પણ પહેલી જ વખત સિંધી કઢી બનાવી .ખરેખર ખૂબ જ સરસ બની છે .હવે અવાર નવાર બનાવીશ(all thanks to cookpad) .કેમકે એમાં મિક્સ શાકભાજી વપરાતા હોવાથી શાક ની ગરજ પણ સારે છે .ખૂબ જ મજા આવી, આ દહીં વગર ની કઢી ખાવાની . Keshma Raichura -
પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati)
#AM1આ કઢી ટેસ્ટ માં બહુ જ સરસ છે. દરરોજ એકલી કઢી ખાવી નથી ગમતી આવી રીતે બનાવી ને ખાવા થી ટેસ્ટી લાગે છે. તેને પરાઠા સાથે સર્વ કર્યું છે. Arpita Shah -
લસુની તડકા દાળ (Lasuni Dal Tadka Recipe In Gujarati)
#DRઆજે મે મગ ની દાળ માં લસણ નો ડબલ તડકો કરવ્યો છે જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે hetal shah -
ઓનિયન કઢી (Onion Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપી#ROK ઓનિયન કઢીકઢીને ભાત સાથે અથવા તો ખીચડી સાથે સર્વ કરી શકાય છે અને થોડી ઘાટી કઢી કરીએ તો એ રોટલા સાથે પણ ખાઈ શકાય છે ખાટી મીઠી અને થોડી સ્પાઈસી કઢી હોય તો શાક ની પણ જરૂર નથી પડતી.તો આજે મેં ઓનિયન કઢી બનાવી. Sonal Modha -
ડબલ તડકા બાજરાની ખીચડી (Double Tadka Bajra khichdi recipe in Gujarati) (Jain)
#winter_kitchen_challenge#week1#Bajarakhichadi#bajara#khichadi#rajsthani#masaledar#spicy#dinner#cookpadindia#COOKPADGUJRATI જુદા જુદા પ્રદેશોમાં ઉગતા ધાન્ય પ્રમાણે જુદા જુદા પ્રકારની ખીચડી બનતી હોય છે એ જ રીતે રાજસ્થાનમાં બાજરી, મકાઈ નું ઉત્પાદન વધારે થાય છે. આથી ત્યાં પરંપરાગત રીતે બાજરાની ખીચડી બનતી હોય છે. આ ખીચડી સામાન્ય રીતે મગની દાળ સાથે બનાવવામાં આવે છે. અને તેમાં તમે મનપસંદ શાકભાજી ઉમેરી શકો છો. રાજસ્થાન મેચ હતી તેની સાથે શાક અને છાશ કરેલા હતા મેહી ડબલ તડકા વાળી બાજરાની ખીચડી બંને પ્રકારની મગની દાળ સાથે તૈયાર કરેલ છે તથા તેમાં ખૂબ બધા શાકભાજી ઉમેર્યા છે. તેની સાથે રાજસ્થાની રોટી, ધાબા સ્ટાઈલ પાલક-ટામેટો સબ્જી, આથેલા મરચાં, વઘારેલી છાશ અને પાપડ સર્વ કરેલ છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (18)