પાલક ચીઝ બોલ (Palak Cheese Balls Recipe In Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

#MBR2
Week 2

પાલક ચીઝ બોલ (Palak Cheese Balls Recipe In Gujarati)

#MBR2
Week 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1ઝુડી પાલક ની ભાજી
  2. 1 નંગડુંગળી
  3. 200 ગ્રામચીઝ
  4. 2 ટીસ્પૂનઓરેગાનો
  5. 3 ટીસ્પૂનચીલી ફ્લેક્સ
  6. 2 ટીસ્પૂનમરી પાઉડર
  7. જરૂર મુજબ મીઠું
  8. 1 કપબ્રેડક્રમ્સ
  9. 1 ટીસ્પૂનતેલ
  10. તળવા માટે તેલ
  11. 2 ટી સ્પૂનઆદુ લસણની પેસ્ટ
  12. 1 ટેબલસ્પૂનકોર્નફ્લોર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં એક ટીસ્પૂન તેલ લઈ તેમાં આદુ લસણ ની પેસ્ટ ઉમેરી તેમાં સમારેલી પાલક ઉમેરી દેવી હવે તેમાં ડુંગળી ઉમેરવી તેમાં જરૂર મુજબ મીઠું ઉમેરવું ત્યારબાદ ઓરેગાનો ની ચીલી ફ્લેક્સ ઉમેરી ઢાંકણ ઢાંકી ચઢવા દેવી તેને ઠંડુ થઈ મિક્સર જારમાં પીસી લેવું

  2. 2

    હવે તેમાં કોર્ન ફ્લોર ઉમેરી બરાબર હલાવી લેવું ત્યારબાદ તેમાં બ્રેડ ક્રમ્સ ઉમેરી દેવું હવે તેને બરાબર હલાવી મિક્સ કરીને એક કણક તૈયાર કરી લેવી ત્યારબાદ ચીઝ ની છીણી તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી દેવો હવે તેની ગોળ ગોળી વાળી દેવી

  3. 3

    પાલકની પેસ્ટ માંથી તૈયાર કરેલી કણક માંથી થોડો લુવો લઇ તેની વચ્ચેથી થેપી તેની અંદર ચીઝ વાળો બોલ મૂકી પાલક વાળો બોલ બંધ કરી દેવો આ રીતે બધા બોલ વાળીને તૈયાર કરી લેવા ત્યારબાદ તેને ગરમ તેલમાં તળી લેવા ગરમા ગરમ સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes