બથુઆ પુરી (Bathua poori recipe in Gujarati)

શિયાળા દરમિયાન મળતી બથુઆ અથવા તો ચીલની ભાજી ખૂબ જ આરોગ્ય વર્ધક છે. બથુઆ ની ભાજીનો ઉપયોગ કરીને ખૂબ જ અલગ પ્રકારની સ્વાદિષ્ટ પુરી બનાવી શકાય છે. આ પુરી દહીં, અથાણા અથવા તો ચા કે કોફી સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પુરી નાસ્તામાં સર્વ કરી શકાય.
બથુઆ પુરી (Bathua poori recipe in Gujarati)
શિયાળા દરમિયાન મળતી બથુઆ અથવા તો ચીલની ભાજી ખૂબ જ આરોગ્ય વર્ધક છે. બથુઆ ની ભાજીનો ઉપયોગ કરીને ખૂબ જ અલગ પ્રકારની સ્વાદિષ્ટ પુરી બનાવી શકાય છે. આ પુરી દહીં, અથાણા અથવા તો ચા કે કોફી સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પુરી નાસ્તામાં સર્વ કરી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બથુઆ ની ભાજી સાફ કરી લેવી. ફક્ત કુમળી દાંડી અને પાંદડા રાખવા. ઘણા બધા પાણીમાં ચાર થી પાંચ વાર ધોઈને એને ઉકળતા પાણીમાં પાંચ મિનિટ માટે બાફી લેવું. હવે તેને ઠંડુ કરીને એક મિક્સર જારમાં ઉમેરીને એની સાથે આદુ, મરચાં અને લસણ ભેગું કરી પેસ્ટ બનાવી લેવી.
- 2
એક વાસણમાં ઘઉંનો લોટ, બેસન, રવો, અજમા, હિંગ, મીઠું અને તેલ ઉમેરવા. બધું બરાબર મિક્સ કરી લેવું. હવે તેમાં બથુઆ ની પેસ્ટ ઉમેરીને પરાઠા જેવો લોટ બનાવી લેવો. લોટ બાંધતી વખતે એક કે બે ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી શકાય. હવે લોટને ઢાંકીને 15 મિનિટ માટે રહેવા દેવો.
- 3
હવે લોટને 15 થી 20 ભાગમાં વહેંચી લેવો. પસંદગી પ્રમાણે પુરી નું માપ નાનું કે મોટું રાખી શકાય. હવે એક લુવાને લઈને તેને થોડા લોટમાં રગદોળીને ત્રણ ઇંચ ના માપની પૂરી વણી લેવી.
- 4
એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં પૂરી મૂકી પૂરીને ફુલાવી લેવી. પલટાવીને પાછી એને તળાવા દેવી. આ રીતે બધી પૂરી તૈયાર કરી લેવી. તળતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે તેલ એકદમ ગરમ હોય નહીંતર પુરી ફૂલશે નહીં.
- 5
બથુઆ પુરી ને પસંદગી પ્રમાણેના અથાણા સાથે પીરસી શકાય. આ પુરી દહીં કે રાયતા સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પુરીને નાસ્તામાં ચા કે કોફી સાથે પણ પીરસી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બથુઆ લચ્છા પરાઠા (Bathua lachcha paratha recipe in Gujarati)
બથુઆ ની ભાજી ચીલ ની ભાજી તરીકે પણ ઓળખાય છે જે શિયાળા દરમ્યાન માર્કેટમાં સહેલાઈથી મળી જાય છે. આ ભાજી શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને એનો ઉપયોગ કરીને ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે. મેં આ ભાજીનો ઉપયોગ કરીને લચ્છા પરાઠા બનાવ્યા છે જે બાળકો માટે ખૂબ જ હેલ્ધી નાસ્તો કે લંચ બોક્સ માં પેક કરી શકાય એવી વસ્તુ છે. આ પરાઠા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જે દહીં, અથાણાં, ચટણી વગેરે સાથે અથવા તો ચા કે કોફી સાથે પણ પીરસી શકાય.#LB#cookpadindia#cookpad_gu spicequeen -
બથુઆ રાયતા (Bathua raita recipe in Gujarati)
બથુઆ જે ચીલની ભાજી તરીકે પણ ઓળખાય છે એ ખૂબ જ હેલ્ધી લીલી ભાજી નો પ્રકાર છે જે શિયાળામાં જ ઉપલબ્ધ હોય છે. આ ભાજીનો ઉપયોગ કરીને ઘણી બધી વાનગીઓ બનાવી શકાય. મેં અહીંયા બથુઆ નું રાયતુ બનાવ્યું છે, જે ખૂબ જ સરળ અને ઝડપથી બની જતી રેસીપી છે. આ રાયતું પરાઠા, પુરી વગેરે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#BR#MBR5#cookpadindia#cookpad_gu spicequeen -
મેથી પૂરી (Methi poori recipe in Gujarati)
મેથી પુરી ઘઉંનો લોટ અને મેથીના પાનનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે નાસ્તામાં અથવા તો બાળકોનાં લંચ બોક્સમાં આપી શકાય. મેથી પુરી બટાકાનું શાક, અથાણું અથવા તો ચા કે કોફી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#LB#cookpadindia#cookpad_gu spicequeen -
ઢેબરાં (Dhebra Recipe In Gujarati)
#BR#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો આવે એટલે ઠંડીમાં ગરમ ઢેબરા ખાવાની મજા ઓર છે. વડી આ ઢેબરામાં મેથીની ભાજી, લીલું લસણ આ બધું જ આરોગ્ય વર્ધક છે. Neeru Thakkar -
મેથી મુઠીયા (Methi muthiya recipe in Gujarati)
શિયાળા દરમિયાન બનાવવામાં આવતા મેથી મુઠીયા ગુજરાતી લોકો માં ખૂબ જ લોકપ્રિય છે. તળીને બનાવવામાં આવતા આ મેથી મુઠીયાને નાસ્તા તરીકે ચા કે કોફી સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મુઠીયા ને ઊંધિયામાં અથવા તો દાણા મુઠીયાના શાકમાં પણ વાપરી શકાય.#US#cookpadindia#cookpad_gu spicequeen -
સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
સરસોં દા સાગ પંજાબી લોકો દ્વારા બનાવવામાં આવતી ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત પંજાબી ડિશ છે જે સરસો એટલે કે રાયના પાનનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. રાયના પાનની સાથે સાથે પાલક, ચીલની ભાજી અને મૂળા ની ભાજી પણ ઉમેરવામાં આવે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ શાકનો પ્રકાર છે જે મકાઈની રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે. શિયાળા ના સમય દરમિયાન આ સબ્જી એકવાર જરૂરથી બનાવવી જોઈએ.#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpad_gu spicequeen -
ચનાદલ પુરી
#goldenapron2#ચનાદલ પુરી એ બિહારની treditional recipie છે.આ પુરી ને ખીર સાથે ખાવામાં આવે છે.તહેવારો માં આ ખૂબ બનાવે છે અને ખાય છે. Jyoti Ukani -
મેથી ગાર્લિક ચીલા બાઈટસ (Methi Garlic Chila Bites Recipe In Gujarati)
#BR#MBR5#Week5Post 2#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
પાલક પનીર પરાઠા એક હેલ્ધી અને ટેસ્ટી પરાઠા નો પ્રકાર છે જે ઘરમાં ઉપલબ્ધ સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને બની જાય છે. આ રેસિપી લંચ બોક્સમાં પેક કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. પાલક પનીર પરાઠા અથાણા અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
બથુઆ પરાઠા (Bathua Paratha Recipe In Gujarati)
#MS# મકરસંક્રાતિ રેસીપી ચેલેન્જબથુઆની સીઝન પૂરબહારમાં છે. તો આજે બ્રેક ફાસ્ટમાં બથુઆ પરાઠાનો આનંદ લીધો. Dr. Pushpa Dixit -
તંદુરી મિસ્સી રોટી (Tandoori missi roti recipe in Gujarati)
પંજાબી અને રાજસ્થાની લોકો દ્વારા બનાવવામાં આવતી મિસ્સી રોટી ઘઉં ના અને ચણાના લોટ ને ભેગો કરીને બનાવવામાં આવે છે. ઘઉં અને ચણા ના લોટ નું માપ દરેક લોકો અલગ-અલગ રીતે લેવાનું પસંદ કરતા હોય છે. સૂકા અને લીલા મસાલાથી ભરપુર આ રોટી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. નાસ્તામાં ચા, કોફી, અથાણા અને દહીં સાથે પીરસી શકાય અથવા તો લંચ કે ડિનરમાં કોઈપણ પ્રકારની સબ્જી સાથે પણ પીરસવા માં આવે છે.#FFC4#cookpadindia#cookpad_gu spicequeen -
ભાખરવડી (Bhakharwadi Recipe In Gujarati)
ભાખરવડી એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમજ ઉત્તર ભારત માં ખૂબ જ લોકપ્રિય છે. ભાખરવડી માં શેકીને વાટેલા મસાલા, લીંબૂ અને ખાંડ ઉમેરવામાં આવે છે જેના લીધે ખાટી-મીઠી અને સ્પાઈસી લાગે છે. ચા કે કોફી સાથે પીરસી શકાય એવો આ એક ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે. ભાખરવડી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દિવાળી ના સમય દરમિયાન બનાવવામાં આવે છે જ્યારે ઉત્તર ભારતીય પ્રદેશો માં હોળીના તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે.વડોદરાની ભાખરવડી ખૂબ જ પ્રખ્યાત છે. દેશ વિદેશથી આવતા લોકો પણ વડોદરાથી ભાખરવડી લઈ જવાનું ભૂલતા નથી. મેં અહીંયા એ જ ભાખરવડી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. તૈયાર ખરીદેલી ભાખરવડી કરતા ઘરે બનાવેલી ભાખરવડી વધારે ફ્લેવરફુલ લાગે છે તેમજ આપણે એમાં પસંદગી પ્રમાણે ના મસાલા વધારે ઓછા કરી શકીએ છીએ જેથી એનો સ્વાદ આપણી રુચિ અનુસાર રાખી શકાય છે.#CT#cookpadindia#cookpad_gu spicequeen -
પાલક પુરી (spinach puri recipe in Gujarati)
#spinach#પાલક#પુરી#CookpadIndia#COOKPADGUJRATI#winterspecial આયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર એવી પાલકની ભાજી શિયાળામાં ખુબ જ સરસ મળતી હોય છે. આથી તેનો જુદી વાનગીઓ માં ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરી લેવો જોઈએ. અહીં મેં પાલક પુરી તૈયાર કરી છે જે સવારના નાસ્તામાં અથવા તો સાંજે ડીનરમાં પણ લઇ શકાય છે. તેને મે અહીં રાયતા અને આથેલા મરચા સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindia "પરાઠા" ઘણા બધા અલગ અલગ ingredients થી અને અલગ અલગ method થી બનાવી શકાય છે. મેં આજે ખૂબ જ હેલ્ધી એવી પાલક નો ઉપયોગ કરીને પાલક પરાઠા બનાવ્યા છે. પાલક પરાઠા બનાવવા ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય છે. પાલકના ઉપયોગને લીધે પરાઠા નો આવતો ગ્રીન કલર ખુબ જ સરસ લાગે છે. આ પાલક પરાઠા સવારે નાસ્તામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે સાંજના જમવા માટે પણ બનાવી શકાય છે. પાલક પરાઠા દહીં અને ખાટાં અથાણા સાથે સર્વ કરી શકાય. Asmita Rupani -
મિક્સ લોટ ના ચીલા (Mix Flour Chila Recipe In Gujarati)
આ ચીલા પચવામાં હલકા છે તો તેને નાસ્તા તરીકે લઈ શકાય કે પછી ઓછી ભૂખ હોય તો સાંજે પણ લઈ શકાય Jayshree Doshi -
દાણા મુઠીયા નું શાક (Dana muthiya nu shak recipe in Gujarati)
દાણા મુઠીયા નું શાક શિયાળાની ઋતુ દરમિયાન બનાવવામાં આવે છે જે એક ગુજરાતી ડીશ છે. આ શાક સુરતી કાળા વાલ ની પાપડી ના દાણા અને મેથીના મુઠીયા નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. તાજા લીલા મસાલાના ઉપયોગ થી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવર ફુલ બને છે. આ શાક પૂરી, રોટલી, પરાઠા અથવા તો રાઈસ સાથે પીરસી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
બેડ઼મી પુરી
#રોટીસ આ પુરી આગ્રા મથુરા ની ફેમસ વાનગી છે અને આ બટાકા ના શાક સાથે પીરસી શકાય છે... ખાવામાં પણ એકદમ સરસ લાગે છે... Hiral Pandya Shukla -
બથુઆ / ચીલ ની ભાજી ના પરોઠા (Bathua Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#week1#cookpad_gujarati#cookpadindiaચીલ / બથુઆ ની ભાજી શિયાળા માં ખૂબ જ મળે છે. તેનો વધુ ઉપયોગ ઉત્તર ભારત અને પાકિસ્તાન માં થાય છે. આ ભાજી માં વિટામિન ,પ્રોટીન ઘણા હોય છે તો ખનીજ તત્વો પણ સારા એવા પ્રમાણ માં હોય છે. આ ભાજી નો ઉપયોગ વિવિધ વ્યંજન બનાવા માં કરી શકાય છે. મેં આજે તેના પરાઠા બનાવ્યા છે. Deepa Rupani -
ઘઉંના ફાડા ના મુઠીયા (Broken Wheat Muthia Recipe In Gujarati)
#30mins #cookpad#cookpadindia#cookpadgujaratiઘઉંનો ફાડો તથા મેથીની ભાજીના મુઠીયા સ્વાસ્થ્ય માટે તો ઉત્તમ છે જ પણ આની વિશેષતા એ છે કે આ ને બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકો છો. લંચમાં આપી શકો છો .ડિનરમાં ખાઈ શકો છો. પ્રવાસમાં પણ લઈ જઈ શકાય છે. વડી માત્ર 25 થી 30 મિનિટમાં જ આ મુઠીયા બની જાય છે Neeru Thakkar -
મુલી કે પરાઠે (Mooli ke parathe recipe in Gujarati)
મુલી કે પરાઠે એટલે કે મૂળાના પરાઠા પંજાબી લોકો દ્વારા બનાવવામાં આવતા ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત પરાઠા નો પ્રકાર છે. શિયાળા દરમિયાન ખૂબ જ સરસ મૂળા માર્કેટમાં મળે છે. મૂળા નો ઉપયોગ કરીને અલગ અલગ ઘણી પ્રકારની વસ્તુઓ બનાવી શકાય છે. મેં અહીંયા મૂળા અને મૂળાના પાન બંનેનો ઉપયોગ કરીને ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી પરાઠા બનાવ્યા છે, જે નાસ્તામાં દહીં, અથાણું અને ઘરે બનેલા માખણ સાથે પીરસી શકાય છે. આ પરાઠા નાસ્તા તરીકે અથવા તો ભોજન તરીકે પણ પીરસી શકાય છે.#WLD#cookpadindia#cookpad_gu spicequeen -
ફરસી પુરી (Farsi puri recipe in Gujarati)
ફરસી પુરી એ ખૂબ જ સ્વાદિષ્ટ તળેલા નાસ્તા નો પ્રકાર છે જે મેંદા અને રવા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફરસી પુરી ચા કે કોફી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. ઘી નો ઉપયોગ કરવાથી આ પુરી ક્રિસ્પી અને ફરસી બને છે.મારી મમ્મી ના હાથ ની પુરી મને ખૂબ જ ભાવતી અને આજે પણ આ મારો અને મારા બાળકો નો ફેવરિટ નાસ્તો છે.#childhood#ff3#cookpadindia#cookpad_gu spicequeen -
કોથમીર મરચા બિસ્કિટ ભાખરી (Biscuit bhakhri recipe in Gujarati)
ગુજરાતની બિસ્કીટ ભાખરી ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે. કરકરા લોટ અને વધારે મોણ માંથી બનતી આ ભાખરી બિસ્કિટ જેવી બને છે જેથી કરીને એને બિસ્કીટ ભાખરી કહેવામાં આવે છે. આ ભાખરી ચાર-પાંચ દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર સારી રહે છે અને પ્રવાસ દરમ્યાન બનાવીને સાથે પણ લઈ જઈ શકાય. બિસ્કીટ ભાખરી સાદી, જીરા વાળી, મસાલાવાળી, મેથી વાળી એમ અલગ અલગ ફ્લેવર ઉમેરીને બનાવવામાં આવે છે. મેં અહીંયા કોથમીર અને લીલા મરચાનો ઉપયોગ કરીને બિસ્કીટ ભાખરી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવર ફુલ બને છે. આ ભાખરીને નાસ્તામાં અથાણા, ચા કે કોફી સાથે પીરસવામાં આવે છે.#FFC2#cookpadindia#cookpad_gu spicequeen -
-
લિટ્ટી ચોખા (Litti Chokha Recipe In Gujarati)
લિટ્ટી ચોખા બિહાર રાજ્યની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત ડીશ છે. લિટ્ટી બનાવવા માટે કરકરા ઘઉંના લોટનો ઉપયોગ કરવામાં આવે છે અને એમાં સત્તુ અને મસાલા નું ફીલિંગ કરવામાં આવે છે.આ લિટ્ટી ને ગાયના છાણામાં પકાવવામાં આવે છે, પરંતુ ગેસ પર અથવા તો ઓવનમાં પણ બનાવી શકાય. ચોખા બનાવવા માટે શેકેલા રીંગણ, ટામેટા અને બટાકાનો ઉપયોગ કરવામાં આવે છે. સ્મોકી ફ્લેવર આ ડીશને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. લિટ્ટી ચોખાને ચટણી અને કાંદા સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SSR#cookpadindia#cookpad_gu spicequeen -
બથુઆ દાલ તડકા (Bathua Dal Tadka Recipe In Gujarati)
#MSમકરસંક્રાતિ રેસીપી ચેલેન્જશિયાળામાં જ બથુઆની ભાજી આવે. અગાઉની આવી જ રેસીપી પાલક ની ભાજીનો ઉપયોગ કરીને બનાવી છે. આ અડદની ફોતરાવાળી દાળ સાથે બથુઆની ભાજી માં જ બને અને ખૂબ જ ટેસ્ટી લાગે. પણ બથુઆની ભાજી ન મળે તો પાલકમાં પણ કરી શકાય. Dr. Pushpa Dixit -
-
ચીલની ભાજી ને મકાઈનો રોટલો (Cheel ni bhaji & makai rotlo recipe In Gujarati)
#Winterspecial#Sundayspecial#Chilnibhajinemakainorotaloહવે શિયાળાનું આગમન થઇ ગયું છે. વાતાવરણમાં ગુલાબી ઠંડી દેખાય છે. ચીલ ની ભાજી શિયાળામાં થોડો સમય માટે જ મળતી હોય છે. આ ભાજીનો ઉપયોગ ગુજરાતમાં ખાસ કરીને કરવામાં આવે છે. આ ભાજી બનાવવામાં કોઈ તેલનો ઉપયોગ થતો નથી. આ વાનગી લો કેલરી અને સાથે સાથે હેલ્ધી અને ટેસ્ટી પણ હોય છે. આજે હું અહીંયા ચીલ ની ભાજી બનાવું છું. Nita Prajesh Suthar -
મેથી લસણ ના મસાલા ગોટા (Methi Lasan Masala Gota Recipe In Gujarati)
#MBR5Week5#BRશિયાળામાં મેથીની ભાજી, લીલું લસણ એકદમ તાજું હોય છે તે માં થી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે, મેં અહીં યા મસાલા ગોટા બનાવ્યા છે Pinal Patel -
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2#cookpad#cookpadindia#cookpadgujarati#dinner#breakfastપુડા ,ઉત્તપમ , ઢોસા આ બધું જ રસોડામાં બનતું હોય છે. તેવી જ એક આઈટમ રાઈસ ચીલા જે સાંજના ડિનરમાં અથવા સવારના નાસ્તામાં નવીનતા લાવી શકે છે. વડી આમાં મનપસંદ વેજીટેબલ્સ એડ કરી અને ચીલા બનાવી શકાય છે. બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે. Neeru Thakkar -
રાઈસ પૂડા (Rice Puda Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemadeજ્યારે કાંઈ ઝટપટ બનાવવાનું હોય ત્યારે આ રાઈસ પુડા એક સારો ઓપ્શન છે. તે ઇન્સ્ટન્ટ બની જાય છે. તેને માત્ર દસ જ મિનિટ પલાળી રાખવાની જરૂર છે. ત્યારબાદ મનપસંદ વેજીટેબલ અથવા તો અવૈલેબલ વેજીટેબલ્સ નાખીને રાઈસ પૂડા તૈયાર કરી શકાય છે. Neeru Thakkar
More Recipes
- હેલ્ધી ચમચમિયા વિસરાતી વાનગી (Healthy Chamchamiya Visrati Recipe In Gujarati)
- વેજીટેબલ હક્કા નુડલ્સ (Vegetable Hakka Noodles Recipe In Gujarati)
- બાજરી મેથીનાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)
- મૂળા નું સલાડ (Mooli Salad Recipe In Gujarati)
- બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
ટિપ્પણીઓ (8)