મેથી લસણ ના મસાલા ગોટા (Methi Lasan Masala Gota Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#MBR5
Week5
#BR
શિયાળામાં મેથીની ભાજી, લીલું લસણ એકદમ તાજું હોય છે તે માં થી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે, મેં અહીં યા મસાલા ગોટા બનાવ્યા છે

મેથી લસણ ના મસાલા ગોટા (Methi Lasan Masala Gota Recipe In Gujarati)

#MBR5
Week5
#BR
શિયાળામાં મેથીની ભાજી, લીલું લસણ એકદમ તાજું હોય છે તે માં થી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે, મેં અહીં યા મસાલા ગોટા બનાવ્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ મેથી ની ભાજી
  2. ૨૦૦ ગ્રામ બેસન
  3. ૧/૨ કપલીલું લસણ
  4. ૧/૨ કપસમારેલી કોથમીર
  5. ૧/૪ કપઘઉંનો કરકરો લોટ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૧/૨ ટીસ્પૂનહળદર
  8. ૪ નંગલીલાં મરચાં
  9. ૧ ટુકડોખાંડ
  10. ૧/૩ ટીસ્પૂનગરમ મસાલો
  11. ૧ ટીસ્પૂનલાલ મરચું
  12. ૧/૨ ટીસ્પૂનઅજમો
  13. ચપટીહિંગ
  14. ૨ ટીસ્પૂનદહીં
  15. ચપટીખાવાનો સોડા
  16. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં મેથી ની ભાજી ને સમારીને ધોઈ લો, લીલું લસણ, ધાણા ને ધોઈ લો

  2. 2

    એક વાસણમાં બેસન લો, તેમાં ઘઉં નો કરકરો લોટ તેલથી મોઈ બેસન માં ઉમેરી લો

  3. 3

    તેમાં સમારેલીમેથી ની ભાજી,લીલાં મરચાં, લીલું લસણ, લીલા ધાણા, મરચું, હળદર, ખાંડ, ગરમ મસાલો, દહીં, મીઠું, અજમો, હીંગ નાખી ૧/૨ કપ પાણી ઉમેરીને ગોટા નું ખીરું તૈયાર કરો

  4. 4

    ખીરું ને ૧૦ મિનિટ સુધી રહેવા દો, ત્યારબાદ તળવા માટે તેલ ગરમ કરો, ખીરું માં ખાવા નો સોડા નાખી ઉપર ૨ ટીસ્પૂન ગરમ તેલ રેડવું અને બરાબર ફીણી લો, મીડીયમ આંચ પર ગોટા તળો, ગોટા ઉપર થી ક્રીસ્પી અને અંદર થી પોચા બનેછે

  5. 5

    આ ગોટા સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes